Book Title: Samayadrushta Vijay Vallabhsuriji
Author(s): Atmanandji
Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf

View full book text
Previous | Next

Page 5
________________ સમયદ્રષ્ટા શ્રી વિજયવલ્લભસૂરિ ૭૩ - શૈક્ષણિક, સાંસ્કારિક અને સંઘ-એકતાનાં સમર્થક કાર્યો કર્યા. આમ, તેમણે એક મહાન માનવતાવાદી સાધુ તરીકે પંજાબના બધા ધર્માવલંબીઓનો પ્રેમ સંપાદન કર્યો હતો અને ગુરુએ આપેલી “પંજાબને સાચવવાની આજ્ઞાનું પૂર્ણ શક્તિ લગાવીને પાલન કર્યું હતું. તેઓએ પંજાબને પોતાની મુખ્ય કર્મભૂમિ બનાવી હોવા છતાં તેમના વિશાળ દિલમાં કોઈ પ્રદેશ પ્રત્યે પક્ષપાતનો ભાવ નહોતો. “સબભૂમિ ગોપાલ કી”ની કહેવત પ્રમાણે તેઓએ રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રને પણ પોતાની સેવાઓનો અને ઉપદેશનો લાભ આપ્યો. તેમણે ગુજરાતમાં પાલનપુર, પાટણ, અમદાવાદ, સુરત, વડોદરા, રાધનપુર, ડભોઈ, મીઆગામ, ખંભાત, પાલિતાણા વગેરે સ્થળોને, રાજસ્થાનમાં સાદડી, ફાલના, બિકાનેર વગેરે સ્થળોને તથા મહારાષ્ટ્રમાં મુંબઈ, પૂના, બાલાપુર વગેરે સ્થળોને પણ પોતાના ચાતુર્માસનો લાભ આપ્યો, એટલું જ નહિ, વચ્ચે-વચ્ચે આવતાં અનેક નાનાં-મોટાં ગામોને પણ તેમણે પાવન કર્યા. તેમણે પોતાના જીવનનાં છેલ્લાં વષ આંતરરાષ્ટ્રીય નગરી મુંબઈમાં જ વિતાવ્યાં. અહી ૮૪ વર્ષની પાકટ વયે વિ. સં. ૨૦૧૦ ભાદરવા સુદ ૧૦ ને મંગળવારના રોજ " (દિનાંક ૨૨-૯-૫૪) બપોરે ૨-૩૦ વાગે તેઓએ શાંતિપૂર્વક દેહત્યાગ કરી અંતિમ યાત્રા માટે મહાપ્રયાણ કર્યું. અગત્યનાં જીવન કાર્યો : ધર્મસંસ્કારથી વિભૂષિત માતાની આજ્ઞાથી પ્રેરિત થયેલાં અને પ્રજ્ઞાવંત સંયમધારી યુગપ્રધાન દાદાગુરુ પાસેથી સવગી જીવનવિકાસના પીયૂષ પીનારા શ્રી વિજયવલ્લભસૂરિની પ્રતિભા બહુમુખી રહી છે. આચાર્યશ્રીએ પોતાના જીવનમાં સ્વ-પર કલ્યાણનો સમન્વય સાધવાની નીતિ અપનાવી હતી. જપ, તપ, ન્યાગ, સહનશીલતા અને સમતારૂપે પોતાની વ્યક્તિગત સાધના નિભાવીને પણ સમાજને ઉપયોગી થતાં રહેવું એમ તેઓ માનતા. તેઓનું દેઢ મંતવ્ય હતું કે દેઢ સમાજ હશે તો જ ધર્મના સંસ્કારોનો પાયો દઢતાથી નાખી શકાશે. સમાજને સુદઢ બનાવવા આધ્યાત્મિક અને આધુનિક બંને પ્રકારની કેળવણી આવશ્યક છે. જે આધ્યાત્મિક કેળવણી હશે તો આધુનિક ભણતર આપણને નાસ્તિકતા અને સ્વચ્છંદતા તરફ ઘસડી નહીં જઈ શકે. સમાજમાં સન્માનનીય સ્થાન મેળવવા માટે આધુનિક કેળવણી લેવી જરૂરી છે, નહીં તો વ્યાપાર, શિક્ષણ, સરકારી નોકરી, ઉદ્યોગ કે વ્યાવસાયિક ક્ષેત્રે કંઈ પણ નક્કર પ્રગતિ કે ઉન્નત પદની પ્રાપ્તિ સંભવ બની શકશે નહીં. તેઓએ કરેલા અનેકવિધ સત્કાર્યોનું સંક્ષિપ્ત વિવરણ નીચે પ્રમાણે છે : ૧. જ્ઞાનપ્રસાર (અ) ધર્મશાસ્ત્રોનું અધ્યયન-અધ્યાપન: આ બાબત વિષે તેઓ ઉદાર દષ્ટિવાળા હતા. સત્યશોધક અને ગુણગ્રાહક દૃષ્ટિથી તેમણે અનેક ગ્રંથોનું અવલોકન કર્યું હતું. ધાર્મિક શાનના પ્રચાર-પ્રસાર માટે તેઓશ્રીએ પંજાબ, રાજસ્થાન, મહારાષ્ટ્ર તથા ગુજરાતમાં અનેક સ્થળોએ સ્થાનિક અને બહારના લોકોના સહકારથી જૈન પાઠશાળાઓ, શિક્ષણ સંસ્થાઓ અને જેન કૉલેજેની સ્થાપના કરી. પ્રાચીન સાહિત્યનું પ્રકાશન પણ થતું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8