Book Title: Samayadrushta Vijay Vallabhsuriji Author(s): Atmanandji Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf View full book textPage 7
________________ સમયદ્રષ્ટા શ્રી વિજયવલ્લભસૂરિ ૭૫ (૧) નિર્વ્યસનતા : સમાજની આદિવાસી, અભણ અને ગરીબ વ્યક્તિથી માંડીને શ્રીમંત તથા રાજા-મહારાજાઓ સુધીની પ્રત્યેક વ્યક્તિને તેઓ દારૂ, માંસાહાર, શિકાર વગેરે વ્યસનોથી દૂર રહેવાની પ્રેરણા અને પ્રતિજ્ઞા આપતા. (૨) સંપ અને પ્રેમમય વ્યવહાર : જ્યાં જ્યાં સમાજમાં મતભેદ હોય ત્યાં ત્યાં પોતાના વાત્સલ્ય, ઉદારષ્ટિ અને ચારિત્રપ્રભાવથી કુટુંબો, ગચ્છમનો, વહીવટકર્તાઓ, સંસ્થાઓ અને મંદિરોમાં એકરૂપતા અને મનમેળ થાય તેવો ખાસ પ્રયત્ન કરતા. પોતાના વિહાર દરમિયાન આવા કામ માટે પાંચ-દસ દિવસ એક સ્થળે રોકાવું પડે તો તેઓ રોકાતા. જૈનોને તો તેઓ ખાસ કહેતા કે તમારે એક ભગવાન, એક મંત્ર અને એક માર્ગ છે, તેથી નાની નાની બાહ્ય વિધિઓ, વિશેષ વ્યક્તિ કે શાસ્ત્રોનો આગ્રહ છોડો અને અહિંસા, અનેકાંત અને અપરિગ્રહના સિદ્ધાંતોને જીવનમાં અપનાવો. સહૃદયતા, સૌમ્યતી, સદ્ભાવ, સહકાર અને સાહચર્યથી બધા જેનો સાથે પ્રેમભાવથી વ. સંકુચિત વિચારોને તિલાંજલિ આપો અને વિશાળતા રાખી ગુણગ્રાહક દષ્ટિવાળા બનો. તો જ તમે સાચા જૈન છો. મહાવીર વિશ્વમૈત્રી, વિશ્વપ્રેમ અને વિશ્વબંધુત્વના સર્વોત્કૃષ્ટ પુરસ્કર્તા છે. આ કારણથી ઉદાર દૃષ્ટિવાળા બની સૌને અપનાવતાં શીખો તો જ “મિત્ત કે સંવમૂકું'વાળી વાત સાચા આચરણમાં આવી શકે, કારણ કે ધર્મ તો મનુષ્યના દિલને જોડનારી વસ્તુ છે. કુસંપ અને વેરવિરોધ કરાવે તે ધર્મ હોઈ શકે જ નહીં. (૩) મધ્યમવર્ગનો ઉત્કર્ષ: સમાજના થોડા શ્રીમંતો સુખસગવડો ભોગવે અને મોટો વર્ગ રોટી, કપડાં, મકાન અને શિક્ષણ પણ ન મેળવી શકે એ વાત તેઓશ્રીને ખૂબ ખટકની. કોઈ પણ સહધર્મીને માત્ર રોકડ રકમ આપવા કરતાં તે પોતાની આજીવિકા પોતાની જાતે ઉત્પન્ન કરી શકે તે માટે તેને કોઈ વ્યવસાય, નોકરી, મજૂરી કે ઉદ્યમ શીખવવાં એ તેના કાયમી ઉત્કર્ષનો સાચો રસ્તો છે એમ તેઓશ્રી માનતા. નબળાં સહધર્મી ભાઈબહેનો માટે બિકાનેર, પાલિતાણા, ખંભાત, મુંબઈ વગેરે સ્થળોએ ઉદ્યોગશાળાઓની સ્થાપના દ્વારા અનાજ-કપડાં વગેરે તેમજ શાળા-કૉલેજની ફી અને ચોપડીઓ વગેરેના વિતરણની વ્યવસ્થા કરાવી. આવાં નક્કર પગલાં ભરીને તેઓશ્રીએ મધ્યમ અને ગરીબ વર્ગને માન સહિત ઉપર લાવવા ઘણા પ્રયત્નો કર્યા હતા. તેઓ દઢપણે માનતા હતા કે વધારે પડતી શ્રીમંતાઈ મનુષ્યોને ધાર્મિક સંસ્કારોથી ધાણુંખરું વંચિત રાખે છે. માટે ધર્મપરંપરા ચલાવવા માટે મુખ્યપાગે મધ્યમવર્ગ અને નીચલા વર્ગને સાચવાની ખાસ જરૂર છે. (૪) દાનપ્રવાહની દિશામાં પરિવર્તન : ધર્મની પ્રભાવના માટે જેમ જિનમંદિરોની આવશ્યકતા છે તેમ શિક્ષણસંસ્થાઓ અને પાઠશાળાઓની પણ જરૂર છે, એવી તેમની દઢ માન્યતા હતી. તેથી તેઓશ્રી લોકોને આ કાર્યો માટે પણ દાન આપવાની પ્રેરણા કરતા કે જેથી દેવદ્રવ્ય તિજોરીઓ પૂરતું મર્યાદિત ન રહે પણ તેનો શૈક્ષણિક અને સામાજિક ઉત્કર્ષનાં કાર્યોમાં પણ સદુપયોગ થઈ શકે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8