Book Title: Samayadrushta Vijay Vallabhsuriji Author(s): Atmanandji Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf View full book textPage 6
________________ અર્વાચીન જૈન જયોતિધરી રહે તે માટે વિ. સં. ૧૯૯૩ના ચાતુર્માસ દરમિયાન ખંભાતના શાંતિનાથ દેરાસરના હસ્તલિખિત શાસ્ત્રોના જ્ઞાનભંડારનો જીર્ણોદ્ધાર કર્યો અને મુનિશ્રી પુણવિજ્યજીને તેની વ્યવસ્થા સોંપી. (૩) મહાવીર જૈન વિદ્યાલય મધ્યમ અને ગરીબ વર્ગના લોકો પણ આધુનિક કેળવણી લઈ શકે અને અધિકૃત ઉચ્ચકક્ષાના જૈન સાહિત્યનું પ્રકાશન થતું રહે તે માટે આ સંસ્થાનું કામકાજ મુંબઈ મુકામે દિનાંક ૮-૬–૧૯૧૫ના રોજ ભાડાના મકાનમાં પંદર વિદ્યાર્થીઓથી શરૂ કરવામાં આવ્યું. ધીરે—ધીરે આ સંસ્થા વિકાસ પામી. હજારો જના વિદ્યાર્થીઓના સહકારથી તેમજ શ્રેણીઓ તથા સમાજસેવકોના પ્રયત્નથી આજે આ સંસ્થાની બીજી પાંચ શાખાઓ અમદાવાદ, પૂના, વડોદરા, વલ્લભવિદ્યાનગર અને ભાવનગર મુકામે ખુલી છે. આચાર્યશ્રીએ સમાજને સમપિત કરેલાં અનેકવિધ કાર્યોમાં આ સંસ્થાને સર્વશ્રેષ્ઠ સ્થાને મૂકી શકાય. ૨. સંઘ-એકતા : આચાર્યશ્રી ખૂબ જ વિશાળ દષ્ટિ ધરાવતા હતા. જૈન-જૈનેતરોના ભેદો પણ તેમણે ગૌણ જ ગણ્યા હતા. તો જેન–અંતર્ગત ગચ્છ–મન–વાડાને તેઓ કેમ કરીને સ્વીકારે? આ કાર્ય માટે તેઓએ વિ. સં. ૧૯૬૮માં વડોદરામાં અને વિ. સં. ૧૯૯૦માં અમદાવાદમાં યોજાયેલા મુનિ-સંમેલનોમાં વિશિષ્ટ યોગદાન આપ્યું. જ્યાં જતાં ત્યાં સ્નેહસંમેલન ગોઠવી લોકોના આપસ-આપસના મતભેદો મટાડવાની પ્રેરણા આપતા અને સંપનું મહત્ત્વ સમજાવતા. મહાવીરના સૌ અનુયાયીઓએ મહાવીરના નામે એક થવું જ જોઈએ, તેવી તેમની માન્યતા હતી. ભલે સૌ પોતપોતાની પદ્ધતિથી આરાધના કરે પણ આખરે બધાંનું સાધ્ય તો એક જ છે : “આત્મશુદ્ધિ”. ૩. સમાજ સુધારણા : આચાર્યશ્રી એક કર્મનિષ્ઠ યોગી હતા. તેથી તેઓને “સુધારક અને “સમસ” એવાં વિવિધ વિશેષણોથી નવાજવામાં આવે છે. તેઓશ્રી ધર્મ, દર્શન અને સમાજની ત્રિપુટીને જોડનારા એક વિશિષ્ટ અને મૌલિક મહાપુરુષ હતા. આ ત્રણેયના વિકાસમાં સામંજસ્ય અને સહયોગ હોવો ઘટે એવું તેમનું સ્પષ્ટ મંતવ્ય હતું. તેઓ કહેતા કે જો કોઈ સાધુસંસ્થા શ્રાવકોથી તદ્દન અલિપ્ત રહીને સંબ અને સમાજને “અસ્પૃશ્ય’ ગાગે તો તેને સારું ગણી શકાય નહીં. સમાજને નિસની, પ્રબુદ્ધ, વિવેકી અને સદ્ગુણસંપન્ન બનાવવામાં સાધુઓએ યોગ્ય ફાળો આપવો જોઈએ, નહિતર તે સ્વયં વિકાસ સાધી શકશે નહીં. જે સમાજ માયકાંગલો, અભણ, નિર્ધન અને ભયભીત હોય તે અંધશ્રદ્ધાળુ બને છે અને માત્ર ગતાનુગતક ન્યાય પ્રમાણે ચાલે છે. આવા સમાજમાં ઉત્તમ સાધુ, ન્યાયાધીશ, વકીલ, ડૉકટર, પ્રધાન, દીવાન,જિનિયર, સમાજસેવક, કલાકાર, ઇતિહાસવિદ્દ, વૈજ્ઞાનિક, ધીમંન, શ્રીમંત, ઉદ્યોગપતિ, રાષ્ટ્રપ્રેમી, નેતા, કવિ, લેખક કે રમતવીર જેવા ઉત્તમ નરરતનો પાકતા નથી. જે સમાજ સુદઢ, સંગઠિત, શિક્ષિત અને જાગૃત હોય, જે સમાજમાં બહેનો અને ભાઈઓને સમાન દરજજો હોય તેમાં જ ઉત્તમ નરરત્નો પાકી શકે એવી તેમની દેઢ શ્રદ્ધા હતી. તેથી સમાજવિકાસનાં વિવિધ પાસાંઓને તેમણે પોતાના કાર્યક્ષેત્રમાં આવરી લીધાં હતાં. Jain Education International For Private & Personal Use Only • www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8