Book Title: Samayadrushta Vijay Vallabhsuriji
Author(s): Atmanandji
Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf

View full book text
Previous | Next

Page 8
________________ અર્વાચીન જૈન જયોતિર્ધરો (5) જૂની અને નવી પેઢી વચ્ચેનો સેતુ : શ્રાવકોને અપાતી વ્યાખ્યાનોમાં અને રાત્રિચર્ચાઓમાં તેઓ સ્પષ્ટ કહેતા કે યુવાનોને તમારે કદ નાસ્તિક કહીને ઉતારી પાડવા નહીં. યુવાનોને પણ તેઓ શિખામણ આપતા કે તમારે વૃદ્ધો માટે “અંધશ્રદ્ધાળુ જેવા શબ્દો નહીં વાપરી તેમની યોગ્ય અદબ જાળવવી. યુવકો અને વૃદ્ધોએ પોતપોતાની રીતે સમાજના ઉત્કર્ષમાં રસ લેવાનો છે. ગૃહસ્થોને સામાજિક રીતરિવાજો, વહેમો, બાધા, આખડી, માન્યતા વગેરેમાં ન રોકાઈ જવા તેમજ યુવાનોને શિક્ષણપ્રાપ્તિ માટે ઉપદેશના; ઉંમરલાયક મનુષ્યોને તીર્થયાત્રા, તીર્થસેવા, સાધુસેવા, દાનપ્રવૃત્તિ વગેરેમાં સાવધાન રહેવાની સલાહ આપતા. (6) સામાજિક-ધાર્મિક કુરિવાજોમાં સુધારો: કન્યાવિક્રય અને વારવિક્રય, અઠ્ઠાઈ નિમિત્તે ફરજિયાત જમણવાર, રેશમનાં અપવિત્ર કપડાં અને કેસરનો મંદિરમાં ઉપયોગ, હિંસાથી તૈયાર થયેલ સાબુ અને ચામડાની ચીજોનો વપરાશ, કન્યાઓને આધુનિક શિક્ષણ ન આપવાની માન્યતા ઇત્યાદિ અનેક ખોટા રિવાજો ભારતના વિવિધ પ્રદેશોમાં પ્રચલિત હતા. તેમણે લોકોને વિવેકપૂર્વક પ્રેમથી સમજાવ્યા જેથી લોકોએ એવા રિવાજોને સ્વયં તિલાંજલિ આપી દીધી. ઉપસંહાર : મહાપુરુષોનાં ચરિત્રોને સમજવાં એ સહેલી વાત નથી. શ્રી વિજયવલ્લભસૂરિજી સાગર સમાન ઉદાર દષ્ટિ ધરાવતા હતા. તેઓ માત્ર એક જૈનાચાર્ય જ નહોતા પણ ભારતના એક મહાન સપૂત-સંત હતા. સર્વધર્મસમભાવની રાષ્ટ્રીય ભાવનાથી તેઓ વિભૂષિત હતા. રૂઢિગત ક્રિયાકાંડ અને ગતાગતિક અનુષ્ઠાનોમાં રાચતા તથા તેમાં જ પોતાનાં સર્વ કર્તવ્યોની ઇતિશ્રી સમજતા જેન સમાજને તેમણે દાદાગુરુ પાસેથી મેળવેલી વિશાળ, યુગાનુકૂળ દષ્ટિ આપી અને શિક્ષણ, જ્ઞાનપ્રચાર તથા સમાજોદ્ધારનાં કાર્યો પ્રત્યે સૌ કોઈનું ધ્યાન દોર્યું. આમ, ધર્મના સર્વગ્રાહી સ્વરૂપના તેઓ મહાન પુરસ્કર્તા હતા. “ધર્મ એટલે માત્ર દેરાસર-ઉપાશ્રય નહીં, પરંતુ જીવન વ્યાપક દર્શન અને જીવનની સર્વ પ્રવૃત્તિ-નિવૃતિમાંથી અભિવ્યક્ત થતા સંસ્કારો.” જે મનુષ્ય જીવનમાં અસહિષ્ણુતાના આદરે, અસંગત, અનુચિત વ્યવહાર કરે અને માત્ર કંઠિત રૂઢિઓમાં જ ધર્મની ઇતિશ્રી માને તે ધાર્મિક નહીં પણ કૂપમંડૂક છે. ખરેખર તો તે અધાર્મિક જ ગણાય એમ તેઓ માનતા. આપણે તેમને યુગદેષ્ટા અને સમયદર્શી આચાર્ય તરીકે ઓળખાવી શકીએ. વર્તમાન જૈન સમાજની જે સમૃદ્ધિ અને સધ્ધરતા છે તે મોટે ભાગે આવા દિવ્ય દષ્ટિ ધરાવતા આચાર્યોને આભારી છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8