Page #1
--------------------------------------------------------------------------
________________
૯. સમયદ્રષ્ટા શ્રી વિજયવલ્લભસૂરિ
જીવનપરિચય : શ્રીમદ્ વિજ્યવલ્લભસૂરિનો જન્મ ગરવી ગુજરાતની સાંસ્કૃતિક અને શૈક્ષણિક નગરી વડોદરામાં વિ. સં. ૧૯૨૭ ના કારતક સુદ બીજ(ભાઈબીજ)ના દિવસે થયો હતો. તેમની માતાનું નામ ઇચ્છાબાઈ, પિતાનું નામ દીપચંદભાઈ અને તેમનું પોતાનું બાળપણનું નામ છગનભાઈ હતું. તેમના પરિવારમાં બીજા ત્રણ ભાઈઓ અને ત્રણ બહેનો પણ હતા. જૈન ધર્મના સંસ્કારોની પ્રાપ્તિ આ કુટુંબને પરંપરાથી થઈ હતી. કુટુંબમાં ધાર્મિક સંસ્કારો ઠીક-ઠીક પ્રમાણમાં દેઢ થયેલા હતા. તેમાં પણ માતા ઇચ્છાબાઈની ધર્મભાવના વધારે દેઢ હતી. માતાપિતાની સાદાઈ, સરળતા, સંસ્કારિતા અને નિર્મળતાનું બાળકમાં સહજપણે સિચન થયું હતું. પણ કુદરતને આ વાત લાંબો સમય માન્ય નહોની. બાળપણમાં જ પિતા દીપચંદજીનો વિયોગ થયો. માતા પણ બાળકને લાંબા સમય સુધી સંસ્કારવારસો આપી શકી નહિ. તેણીના પરલોકગમનનો કાળ પણ આવી પહોંચ્યો. અંતિમ ક્ષણોમાં માતાએ બાળકને કહેલું, “હે વત્સ! અરિહંત પરમાત્માનું અને વ્યક્તિને અનંત સુખમાં પહોંચાડે એવા શાશ્વત ધર્મનું શરણું સ્વીકારજે અને જગતના જીવોનું કલ્યાણ કરવામાં મારું જીવન વિતાવજે.” તે વખતે બાળક ૧૦-૧૨ વર્ષનો હતો, છતાં તેના કુમળા માનસ પર આ શબ્દોની અમીટ અસર પડી. For Private Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
અર્વાચીન જૈન જ્યોતિધશે
વૈરાગ્ય અને ગુરુપ્રાપ્તિ : માબાપના વસમા વિરહની વાત દુનિયામાં જાણીતી છે. કુમળી વયના આ બાળકને થોડા થોડા સમયને અંતરે પ્રથમ પિતા અને પછી માતાનો વિયોગ થયો. એટલે તેના બાળમાનસ પર ઘેરી છાપ પડી. એક-એક દિવસ પસાર કરવાનું એને માટે અકારું થઈ પડ્યું. સાતમા ધોરણ સુધીનો શાળાનો અભ્યાસ માંડ માંડ પૂરો થયો ત્યાં સુધી આ બાળકનું મન મંદિર, ઉપાશ્રય અને સાધુસંતોના સમાગમમાં જ રહ્યું. આ હકીકત તેમના પૂર્વભવના કંઈક ગહન ધર્મસંસ્કારોની સૂચક હતી. એનું મન ધંધા-વેપારમાં, ઘરના કામકાજમાં કે દુનિયાની વાતોમાં પરોવાનું ન હનું પણ જાણે અગમનિગમની ઝંખનામાં હોય તેમ લાગતું હતું. ત્યાં તો યોગાનુયોગે એક અલૌકિક બનાવ બન્યો.
પારસ ગજવેલનો યોગ : કોઈ પણ વ્યક્તિના આધ્યાત્મિક વિકાસમાં સૌથી મહાન યોગદાન તેના સંત-સગુરુ-માર્ગદર્શકનું હોય છે. તેમાંય જો કોઈ યુગપ્રધાન મહાપુરુષનો યોગ થાય તો તે સાધક-જિજ્ઞાસુના સર્વોત્કૃષ્ટ પુણ્યનો ઉદય જ ગણાય.. તેથી જ કહ્યું છે :
“પારસ મેં ઔર સંત મેં, બડો અંતરો જાન; વો લોહા કંચન કરે, વો કરે આપ સમાન. બલિહારી ગુરુદેવ કી, પલ પલ મેં કંઈ બાર; પશુ મેટ હરિ જન કિયા, કછુ ન લાગી વાર.”
વિ. સં. ૧૯૪૨નું વર્ષ. જ્ઞાન-સંયમની મૂર્તિસમાં યુગપ્રધાન આચાર્યશ્રી આત્મારામજી વડોદરામાં આગમન થયું. તેમનું વૈરાગ્યમય પ્રવચન સાંભળતાં જ નાના પણ વૈરાગ્ય-વાસિત છગનલાલના મનરૂપી હરણે જાણે કે મોરલીનો નાદ સાંભળ્યો ! એનું ચિત્ત તે શબ્દો અને સૌમ્ય મુદ્રાથી ઊંધાઈ ગયું ! એણે જાણે મનોમન પોતાનું જીવન ગુરુજીને ચરણે ધરી દેવાનો નિશ્ચય કરી લીધો.
બોધદાતા ગુરુ પણ કેવા ! પોતાની પરમ પ્રજ્ઞાના આધારે શાશ્વત સત્યની શોધ પાછળ લાગેલા. પંજાબમાં ક્ષત્રિય કુળમાં જન્મ્યા. દીક્ષિત પણ ત્યાં જ થયા. જેનશાસ્ત્રના અવગાહનથી પ્રભુ-મૂર્તિના અવલંબનને આત્માના ઉદ્ધારનું પ્રબળ સાધન માનીને તેનો જાહેરમાં સ્વીકાર કર્યો. તેઓએ વિશાળ દૃષ્ટિ, માનવતાભર્યું હૃદય, સગુણપ્રાપ્તિ પ્રત્યેનો સતત અભિગમ, અગાધ શાસ્ત્રજ્ઞાન, જિનશાસનની અને જૈન સાહિત્યની સેવા કરવાની ધગશ અને સમર્થ શિષ્યવૃન્દ દ્વારા લગભગ ત્રણ દાયકા સુધી જેન ધર્માનુયાયીઓમાં અપૂર્વ જાગૃતિનાં પૂર આણ્યાં અને વિશદ મૌલિક સાહિત્યની રચના કરી.
જયારે પૂ. આત્મારામજીનું પ્રવચન પૂરું થયું અને સૌ પોતપોતાને સ્થાને ગયા ત્યારે પણ બાળક છગન એકલો બેસી રહેલો. તેને જોઈને આચાર્યશ્રીએ પૂછયું:
“હે વત્સ! તું કેમ અહીં બેઠો છે? તારે શું દુ:ખ છે? શું તારે ધનાદિની જરૂર છે?” કિશોરે હકારમાં જવાબ આપ્યો.
Page #3
--------------------------------------------------------------------------
________________
'
સમયદ્રષ્ટા શ્રી વિજયવલ્લભસૂરિ
આચાર્યશ્રીએ પૂછ્યું, ‘કેટલું ધન જોઈએ ?’ ‘ધણું, કોઈ દિવસ ન ખૂટે એવું; જેવું તમારી પાસે છે તેવું.’
૩૧
આ સાંભળી આચાર્યશ્રી પ્રસન્ન થયા. તેમણે મનમાં ધારેલું જ કે આ કિશોર હોનહાર લાગે છે. અને તે સાચું પડયું. બાળકે દીક્ષાની માંગણી કરી અને દક્ષ આચાર્યશ્રીએ તેની આશા યથાસમયે જરૂર પૂરી થશે તેવું આશ્વાસન આપી તેને વિદાય કર્યો.
દીક્ષા, શાસ્ત્રાભ્યાસ અને ગુરુવિયોગ : ઉત્તર ગુજરાતની રાધનપુર નગરી. અહીં જૈનોની ખાસૌ વસ્તી છે. વિ. સં. ૧૯૪૩માં પૂ. શ્રી આત્મારામજી મહારાજ તેમના શિષ્યો પ્રશિષ્યો સહિત ચાતુર્માસ માટે અહીં બિરાજમાન હતા. બાળક છગનલાલની મનોકામના પૂર્ણ થવાની હતી. કુટુંબીજનોની સંમતિ મળતાં વૈશાખ સુદ ૧૩ના રોજ મુનિ પૂ. શ્રી હર્ષવિજયજીના હાથે તેમને દીક્ષા આપવામાં આવી અને દાદા ગુરુએ નામ આપ્યું ‘મુનિ વિજયવલ્લભ’. ત્યાગમાર્ગના નવા નવા પ્રવાસૌ બનેલા નાના છગનલાલના લલાટમાં જનમનના વલ્લભ બનવાનું જ લખાયેલું હશે !
વિ. સં. ૧૯૪૩ માં રાધનપુર, વિ. સં. ૧૯૪૪ માં મહેસાણા અને વિ. સં. ૧૯૪૫માં પાલીમાં——એમ પહેલા ત્રણ ચાતુર્માસમાં મુનિજીવનની જપ, તપ, રસાસ્વાદત્યાગ, પ્રતિક્રમણ વગેરે વિવિધ ક્રિયાઓમાં મુનિ વિજયવલ્લભ (છગનલાલ) સ્થિર થતા ગયા. બીજી બાજુ ભાઈજી મહારાજ'ના માનભર્યા નામથી ઓળખાતા પોતાના ગુરુ પાસે ધીમે ધીમે વિવિધ શાસ્ત્રોમાં અવગાહન પણ કરતા ગયા અને ત્યાગીજીવનના વિકાસના પંથે આગેકદમ બઢાવતા ગયા. આ સમય દરમ્યાન મુનિ વલ્લભને બે બાજુનું જોરદાર ખેંચાણ રહ્યા કરતું હતું.
હૃદયના સિહાસન પર તો પહેલા પ્રવચનથી જ બિરાજમાન કર્યા હતા દાદા ગુરુશ્રી આત્મારામજી મહારાજને, પણ સાથે સાથે દીક્ષાગુરુ શ્રી હર્ષવિજયજીની નાજુક તબિયતને લીધે મોટા ભાગે તેમની સેવામાં રહેવાની પણ એટલી જ જરૂર હતી. શાનવૃદ્ધિ થોડી મોડી થશે તો વાંધો નહિ પણ ગુરુજીની સેવા-શુશ્રુષામાં કંઈ પણ ખામી ન જ આવવી જોઈએ એમ માનનાર વલ્લભ ખડે પગે ગુરુસેવામાં રત રહી પોતાના અંતર— મળને આ અંતસ્તાપ (વૈયાવૃત્ય) દ્વારા ખૂબ ઉત્સાહ અને ત્વરાથી સાફ કરી રહ્યા હતા.
વિ. સં. ૧૯૪૬ના ચોમાસામાં ગુરુજી સાથે દિલ્હીમાં મુકામ થયો. આ સમયે દાદાગુરુજીને અંબાલામાં ચોમાસું હતું. સમસ્ત સંધ ને મુનિઓએ શ્રી હર્ષવિજયજીની સેવામાં કશી કચાશ નહોતી રાખી. તો પણ બીમારી અસાધ્યુ રહી અને વિ. સં. ૧૯૪૬ના ચૈત્ર સુદ ૧૦ ના રોજ તેઓ કાળધર્મ પામ્યા. મુનિ વિજયવલ્લભના ઉદાસ દિલને સૌએ સાંત્વના આપી પણ તેનું અંતર તો દાદાગુરુ શ્રી આત્મારામજીના ચરણસાંનિધ્ય અને હૃદયવાત્સલ્ય વિના કયાંય પણ શાંતિ પામે તેમ નહોતું. પોતાના બે ગુરુ ભાઈઓ સાથે દિલ્હીના સંધની વિદાય લઈ તેમણે દાદાગુરુના નિવાસ-સ્થળ પ્રતિ પ્રયાણ કર્યું. તેમના ચરણકમળનો આશ્રય મળતાં જ અશ્રુધારાી ગુરુવિરહની વાત
Page #4
--------------------------------------------------------------------------
________________
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
જણાવી. આગળ ઉપર હજુ ઘણું જીવનકાર્ય કરવાનું બાકી છે; તેમ કહી દાદાગુરુએ સાંત્વના આપી ‘વલ્લભ’ને હૂંફથી ભરી દીધો.
કર
મેરુગુરુના ચરણમાં જીવનની આગેકૂચ : છેલ્લાં ત્રણ વર્ષમાં ગુરુની સાથે સાથે શાસ્ત્રોનો પણ ઠીક ઠીક અભ્યાસ થઈ ગયો હતો. આગળ પણ આ યુવાન મુનિ પાસે વધારે અભ્યાસ કરાવીને ધર્મ અને દર્શનના જુદાજુદા વિષયો પર તેને નિષ્ણાત અધિકારી બનાવવાની સમાજની ભાવના હતી. આ ભાવનાને સાકાર કરવા માટે ૧૯૪૬ના ચાતુર્માસ પછી ૧૯૪૭માં પટ્ટી ગામે ૫. ઉત્તમચંદજી પાસે અને અમૃતસર મુકામે ૫. કર્મચન્દ્રજી પાસે મુનિશ્રીને વિદ્યાભ્યાસ કરાવવાનો પ્રયત્ન થયો, પણ તેમાં અનેક કારણોને લીધે આંશિક સફળતા જ મળી. વિ. સં. ૧૯૪૮માં દાદાગુરુ સાથે ચાતુર્માસ અંબાલામાં થયું. આ સમય દરમિયાન પૂ. દાદાગુરુની યશોગાથા સમસ્ત ઉત્તર ભારતમાં અને દેશાવરોમાં પણ પહોંચી ગઈ હતી. તેઓની પ્રેરણાથી શિકાગોની વિશ્વધર્મપરિષદમાં વિદ્વાન વક્તા શ્રી વીરચંદ રાધવજી ગાંધીને મોકલવામાં આવ્યા. તેમણે અમેરિકા તથા યુરોપમાં ઠીક ઠીક ધર્મપ્રચાર કર્યો. વિજયવલ્લભજી આ બધી વાતો અને પ્રસંગોના પ્રત્યક્ષ સાક્ષી હતા, તેથી તેમનામાં શાનપ્રાપ્તિનું મહત્ત્વ વિશેષપણે દૃઢ થયું.
ભારતના ઇતિહાર્સમાં આ કાળ સંક્રાંતિનો હતો. નવા જમાનાની હવા ધીમે ધીમે ચોમેર પ્રસરી રહી હતી. એક વાત સૌ કોઈના ખ્યાલમાં આવી ગઈ હતી કે જે સમાજ વિદ્યા—અધ્યયન અને સર્વાંગી કેળવણીમાં પછાત રહી જશે તે સમાજનો વિકાસ અટકી જશે. આ વાતને સંપૂર્ણ રીતે સમજનારી આત્મારામ વિજયવલ્લભની જોડીએ મનોમન વિચાર્યું કે હવે ઠેર ઠેર જિનમંદિરોને બદલે સરસ્વતી મંદિરોની સ્થાપના થવી જોઈએ. સમાજ સારી રીતે કેળવણી લેતો થાય તે માટે તેમણે એક સર્વાંગી યોજનાનો વિચાર કરી તેને મૂર્ત સ્વરૂપ આપવાનો નિર્ણય કર્યો. પણ એ જ અરસામાં એટલે કે વિ. સં. ૧૯૫૨માં વિધિએ ગુજરાનવાલા મુકામે દાદાગુરુના દેહનો કોળિયો કરી લીધો. પરંતુ તે પહેલાં સર્વે ધીમંતો અને શ્રીમંતોનો સહકાર મેળવીને આ મહાભારત કાર્યને આગળ ધપાવવાની મુખ્ય જવાબદારી દાદાગુરુએ વિજયવલ્લભજીને સોંપી દીધી હતી, દાદાગુરુના વિયોગનિત દુ:ખથી બહાર આવીને આચાર્યશ્રીએ પંજાબમાં નીચે જણાવેલી પ્રવૃત્તિઓ આદરવાનો સંકલ્પ કર્યો :
(૧) આત્માનંદ જૈન સભાની પંજાબનાં અનેક નગરોમાં સ્થાપના. (૨) ગુજરાનવાલામાં સમાધિ-મંદિરની સ્થાપના.
(૩) ઠેર-ઠેર જૈન પાઠશાળાઓની સ્થાપના.
(૪) ‘આત્માનંદ (વિજયાનંદ)-પત્રિકા’નું પ્રકાશન,
પોતાના જીવનકાળ દરમ્યાન વહેલા–મોડા બધા જ સંકલ્પો તેઓએ પૂરા કર્યા. ઉપરાંત, તેમની પ્રેરણાથી વિ. સં. ૧૯૯૪માં શ્રેષ્ઠીશ્રી કસ્તુરભાઈ લાલભાઈના હાથે શ્રી આત્માનંદ જૈન કૉલેજની સ્થાપના કરવામાં આવી હતી. પૂ. દાદાગુરુના સ્વર્ગારોહણ બાદ સતત તેર વર્ષ સુધી પંજાબના વિવિધ પ્રદેશોમાં વિહાર કરીને તેઓએ અનેક
Page #5
--------------------------------------------------------------------------
________________
સમયદ્રષ્ટા શ્રી વિજયવલ્લભસૂરિ
૭૩
- શૈક્ષણિક, સાંસ્કારિક અને સંઘ-એકતાનાં સમર્થક કાર્યો કર્યા. આમ, તેમણે એક મહાન માનવતાવાદી સાધુ તરીકે પંજાબના બધા ધર્માવલંબીઓનો પ્રેમ સંપાદન કર્યો હતો અને ગુરુએ આપેલી “પંજાબને સાચવવાની આજ્ઞાનું પૂર્ણ શક્તિ લગાવીને પાલન કર્યું હતું. તેઓએ પંજાબને પોતાની મુખ્ય કર્મભૂમિ બનાવી હોવા છતાં તેમના વિશાળ દિલમાં કોઈ પ્રદેશ પ્રત્યે પક્ષપાતનો ભાવ નહોતો. “સબભૂમિ ગોપાલ કી”ની કહેવત પ્રમાણે તેઓએ રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રને પણ પોતાની સેવાઓનો અને ઉપદેશનો લાભ આપ્યો. તેમણે ગુજરાતમાં પાલનપુર, પાટણ, અમદાવાદ, સુરત, વડોદરા, રાધનપુર, ડભોઈ, મીઆગામ, ખંભાત, પાલિતાણા વગેરે સ્થળોને, રાજસ્થાનમાં સાદડી, ફાલના, બિકાનેર વગેરે સ્થળોને તથા મહારાષ્ટ્રમાં મુંબઈ, પૂના, બાલાપુર વગેરે સ્થળોને પણ પોતાના ચાતુર્માસનો લાભ આપ્યો, એટલું જ નહિ, વચ્ચે-વચ્ચે આવતાં અનેક નાનાં-મોટાં ગામોને પણ તેમણે પાવન કર્યા.
તેમણે પોતાના જીવનનાં છેલ્લાં વષ આંતરરાષ્ટ્રીય નગરી મુંબઈમાં જ વિતાવ્યાં. અહી ૮૪ વર્ષની પાકટ વયે વિ. સં. ૨૦૧૦ ભાદરવા સુદ ૧૦ ને મંગળવારના રોજ " (દિનાંક ૨૨-૯-૫૪) બપોરે ૨-૩૦ વાગે તેઓએ શાંતિપૂર્વક દેહત્યાગ કરી અંતિમ યાત્રા માટે મહાપ્રયાણ કર્યું.
અગત્યનાં જીવન કાર્યો : ધર્મસંસ્કારથી વિભૂષિત માતાની આજ્ઞાથી પ્રેરિત થયેલાં અને પ્રજ્ઞાવંત સંયમધારી યુગપ્રધાન દાદાગુરુ પાસેથી સવગી જીવનવિકાસના પીયૂષ પીનારા શ્રી વિજયવલ્લભસૂરિની પ્રતિભા બહુમુખી રહી છે. આચાર્યશ્રીએ પોતાના જીવનમાં સ્વ-પર કલ્યાણનો સમન્વય સાધવાની નીતિ અપનાવી હતી. જપ, તપ, ન્યાગ, સહનશીલતા અને સમતારૂપે પોતાની વ્યક્તિગત સાધના નિભાવીને પણ સમાજને ઉપયોગી થતાં રહેવું એમ તેઓ માનતા. તેઓનું દેઢ મંતવ્ય હતું કે દેઢ સમાજ હશે તો જ ધર્મના સંસ્કારોનો પાયો દઢતાથી નાખી શકાશે. સમાજને સુદઢ બનાવવા આધ્યાત્મિક અને આધુનિક બંને પ્રકારની કેળવણી આવશ્યક છે. જે આધ્યાત્મિક કેળવણી હશે તો આધુનિક ભણતર આપણને નાસ્તિકતા અને સ્વચ્છંદતા તરફ ઘસડી નહીં જઈ શકે. સમાજમાં સન્માનનીય સ્થાન મેળવવા માટે આધુનિક કેળવણી લેવી જરૂરી છે, નહીં તો વ્યાપાર, શિક્ષણ, સરકારી નોકરી, ઉદ્યોગ કે વ્યાવસાયિક ક્ષેત્રે કંઈ પણ નક્કર પ્રગતિ કે ઉન્નત પદની પ્રાપ્તિ સંભવ બની શકશે નહીં.
તેઓએ કરેલા અનેકવિધ સત્કાર્યોનું સંક્ષિપ્ત વિવરણ નીચે પ્રમાણે છે : ૧. જ્ઞાનપ્રસાર
(અ) ધર્મશાસ્ત્રોનું અધ્યયન-અધ્યાપન: આ બાબત વિષે તેઓ ઉદાર દષ્ટિવાળા હતા. સત્યશોધક અને ગુણગ્રાહક દૃષ્ટિથી તેમણે અનેક ગ્રંથોનું અવલોકન કર્યું હતું. ધાર્મિક શાનના પ્રચાર-પ્રસાર માટે તેઓશ્રીએ પંજાબ, રાજસ્થાન, મહારાષ્ટ્ર તથા ગુજરાતમાં અનેક સ્થળોએ સ્થાનિક અને બહારના લોકોના સહકારથી જૈન પાઠશાળાઓ, શિક્ષણ સંસ્થાઓ અને જેન કૉલેજેની સ્થાપના કરી. પ્રાચીન સાહિત્યનું પ્રકાશન પણ થતું
Page #6
--------------------------------------------------------------------------
________________
અર્વાચીન જૈન જયોતિધરી
રહે તે માટે વિ. સં. ૧૯૯૩ના ચાતુર્માસ દરમિયાન ખંભાતના શાંતિનાથ દેરાસરના હસ્તલિખિત શાસ્ત્રોના જ્ઞાનભંડારનો જીર્ણોદ્ધાર કર્યો અને મુનિશ્રી પુણવિજ્યજીને તેની વ્યવસ્થા સોંપી.
(૩) મહાવીર જૈન વિદ્યાલય મધ્યમ અને ગરીબ વર્ગના લોકો પણ આધુનિક કેળવણી લઈ શકે અને અધિકૃત ઉચ્ચકક્ષાના જૈન સાહિત્યનું પ્રકાશન થતું રહે તે માટે આ સંસ્થાનું કામકાજ મુંબઈ મુકામે દિનાંક ૮-૬–૧૯૧૫ના રોજ ભાડાના મકાનમાં પંદર વિદ્યાર્થીઓથી શરૂ કરવામાં આવ્યું. ધીરે—ધીરે આ સંસ્થા વિકાસ પામી. હજારો જના વિદ્યાર્થીઓના સહકારથી તેમજ શ્રેણીઓ તથા સમાજસેવકોના પ્રયત્નથી આજે આ સંસ્થાની બીજી પાંચ શાખાઓ અમદાવાદ, પૂના, વડોદરા, વલ્લભવિદ્યાનગર અને ભાવનગર મુકામે ખુલી છે. આચાર્યશ્રીએ સમાજને સમપિત કરેલાં અનેકવિધ કાર્યોમાં આ સંસ્થાને સર્વશ્રેષ્ઠ સ્થાને મૂકી શકાય.
૨. સંઘ-એકતા : આચાર્યશ્રી ખૂબ જ વિશાળ દષ્ટિ ધરાવતા હતા. જૈન-જૈનેતરોના ભેદો પણ તેમણે ગૌણ જ ગણ્યા હતા. તો જેન–અંતર્ગત ગચ્છ–મન–વાડાને તેઓ કેમ કરીને સ્વીકારે? આ કાર્ય માટે તેઓએ વિ. સં. ૧૯૬૮માં વડોદરામાં અને વિ. સં. ૧૯૯૦માં અમદાવાદમાં યોજાયેલા મુનિ-સંમેલનોમાં વિશિષ્ટ યોગદાન આપ્યું.
જ્યાં જતાં ત્યાં સ્નેહસંમેલન ગોઠવી લોકોના આપસ-આપસના મતભેદો મટાડવાની પ્રેરણા આપતા અને સંપનું મહત્ત્વ સમજાવતા. મહાવીરના સૌ અનુયાયીઓએ મહાવીરના નામે એક થવું જ જોઈએ, તેવી તેમની માન્યતા હતી. ભલે સૌ પોતપોતાની પદ્ધતિથી આરાધના કરે પણ આખરે બધાંનું સાધ્ય તો એક જ છે : “આત્મશુદ્ધિ”.
૩. સમાજ સુધારણા : આચાર્યશ્રી એક કર્મનિષ્ઠ યોગી હતા. તેથી તેઓને “સુધારક અને “સમસ” એવાં વિવિધ વિશેષણોથી નવાજવામાં આવે છે. તેઓશ્રી ધર્મ, દર્શન અને સમાજની ત્રિપુટીને જોડનારા એક વિશિષ્ટ અને મૌલિક મહાપુરુષ હતા. આ ત્રણેયના વિકાસમાં સામંજસ્ય અને સહયોગ હોવો ઘટે એવું તેમનું સ્પષ્ટ મંતવ્ય હતું. તેઓ કહેતા કે જો કોઈ સાધુસંસ્થા શ્રાવકોથી તદ્દન અલિપ્ત રહીને સંબ અને સમાજને “અસ્પૃશ્ય’ ગાગે તો તેને સારું ગણી શકાય નહીં. સમાજને નિસની, પ્રબુદ્ધ, વિવેકી અને સદ્ગુણસંપન્ન બનાવવામાં સાધુઓએ યોગ્ય ફાળો આપવો જોઈએ, નહિતર તે સ્વયં વિકાસ સાધી શકશે નહીં. જે સમાજ માયકાંગલો, અભણ, નિર્ધન અને ભયભીત હોય તે અંધશ્રદ્ધાળુ બને છે અને માત્ર ગતાનુગતક ન્યાય પ્રમાણે ચાલે છે. આવા સમાજમાં ઉત્તમ સાધુ, ન્યાયાધીશ, વકીલ, ડૉકટર, પ્રધાન, દીવાન,જિનિયર, સમાજસેવક, કલાકાર, ઇતિહાસવિદ્દ, વૈજ્ઞાનિક, ધીમંન, શ્રીમંત, ઉદ્યોગપતિ, રાષ્ટ્રપ્રેમી, નેતા, કવિ, લેખક કે રમતવીર જેવા ઉત્તમ નરરતનો પાકતા નથી. જે સમાજ સુદઢ, સંગઠિત, શિક્ષિત અને જાગૃત હોય, જે સમાજમાં બહેનો અને ભાઈઓને સમાન દરજજો હોય તેમાં જ ઉત્તમ નરરત્નો પાકી શકે એવી તેમની દેઢ શ્રદ્ધા હતી. તેથી સમાજવિકાસનાં વિવિધ પાસાંઓને તેમણે પોતાના કાર્યક્ષેત્રમાં આવરી લીધાં હતાં.
•
Page #7
--------------------------------------------------------------------------
________________
સમયદ્રષ્ટા શ્રી વિજયવલ્લભસૂરિ
૭૫
(૧) નિર્વ્યસનતા : સમાજની આદિવાસી, અભણ અને ગરીબ વ્યક્તિથી માંડીને શ્રીમંત તથા રાજા-મહારાજાઓ સુધીની પ્રત્યેક વ્યક્તિને તેઓ દારૂ, માંસાહાર, શિકાર વગેરે વ્યસનોથી દૂર રહેવાની પ્રેરણા અને પ્રતિજ્ઞા આપતા.
(૨) સંપ અને પ્રેમમય વ્યવહાર : જ્યાં જ્યાં સમાજમાં મતભેદ હોય ત્યાં ત્યાં પોતાના વાત્સલ્ય, ઉદારષ્ટિ અને ચારિત્રપ્રભાવથી કુટુંબો, ગચ્છમનો, વહીવટકર્તાઓ, સંસ્થાઓ અને મંદિરોમાં એકરૂપતા અને મનમેળ થાય તેવો ખાસ પ્રયત્ન કરતા. પોતાના વિહાર દરમિયાન આવા કામ માટે પાંચ-દસ દિવસ એક સ્થળે રોકાવું પડે તો તેઓ રોકાતા. જૈનોને તો તેઓ ખાસ કહેતા કે તમારે એક ભગવાન, એક મંત્ર અને એક માર્ગ છે, તેથી નાની નાની બાહ્ય વિધિઓ, વિશેષ વ્યક્તિ કે શાસ્ત્રોનો આગ્રહ છોડો અને અહિંસા, અનેકાંત અને અપરિગ્રહના સિદ્ધાંતોને જીવનમાં અપનાવો. સહૃદયતા, સૌમ્યતી, સદ્ભાવ, સહકાર અને સાહચર્યથી બધા જેનો સાથે પ્રેમભાવથી વ. સંકુચિત વિચારોને તિલાંજલિ આપો અને વિશાળતા રાખી ગુણગ્રાહક દષ્ટિવાળા બનો. તો જ તમે સાચા જૈન છો. મહાવીર વિશ્વમૈત્રી, વિશ્વપ્રેમ અને વિશ્વબંધુત્વના સર્વોત્કૃષ્ટ પુરસ્કર્તા છે. આ કારણથી ઉદાર દૃષ્ટિવાળા બની સૌને અપનાવતાં શીખો તો જ “મિત્ત કે સંવમૂકું'વાળી વાત સાચા આચરણમાં આવી શકે, કારણ કે ધર્મ તો મનુષ્યના દિલને જોડનારી વસ્તુ છે. કુસંપ અને વેરવિરોધ કરાવે તે ધર્મ હોઈ શકે જ નહીં.
(૩) મધ્યમવર્ગનો ઉત્કર્ષ: સમાજના થોડા શ્રીમંતો સુખસગવડો ભોગવે અને મોટો વર્ગ રોટી, કપડાં, મકાન અને શિક્ષણ પણ ન મેળવી શકે એ વાત તેઓશ્રીને ખૂબ ખટકની. કોઈ પણ સહધર્મીને માત્ર રોકડ રકમ આપવા કરતાં તે પોતાની આજીવિકા પોતાની જાતે ઉત્પન્ન કરી શકે તે માટે તેને કોઈ વ્યવસાય, નોકરી, મજૂરી કે ઉદ્યમ શીખવવાં એ તેના કાયમી ઉત્કર્ષનો સાચો રસ્તો છે એમ તેઓશ્રી માનતા. નબળાં સહધર્મી ભાઈબહેનો માટે બિકાનેર, પાલિતાણા, ખંભાત, મુંબઈ વગેરે સ્થળોએ ઉદ્યોગશાળાઓની સ્થાપના દ્વારા અનાજ-કપડાં વગેરે તેમજ શાળા-કૉલેજની ફી અને ચોપડીઓ વગેરેના વિતરણની વ્યવસ્થા કરાવી. આવાં નક્કર પગલાં ભરીને તેઓશ્રીએ મધ્યમ અને ગરીબ વર્ગને માન સહિત ઉપર લાવવા ઘણા પ્રયત્નો કર્યા હતા. તેઓ દઢપણે માનતા હતા કે વધારે પડતી શ્રીમંતાઈ મનુષ્યોને ધાર્મિક સંસ્કારોથી ધાણુંખરું વંચિત રાખે છે. માટે ધર્મપરંપરા ચલાવવા માટે મુખ્યપાગે મધ્યમવર્ગ અને નીચલા વર્ગને સાચવાની ખાસ જરૂર છે.
(૪) દાનપ્રવાહની દિશામાં પરિવર્તન : ધર્મની પ્રભાવના માટે જેમ જિનમંદિરોની આવશ્યકતા છે તેમ શિક્ષણસંસ્થાઓ અને પાઠશાળાઓની પણ જરૂર છે, એવી તેમની દઢ માન્યતા હતી. તેથી તેઓશ્રી લોકોને આ કાર્યો માટે પણ દાન આપવાની પ્રેરણા કરતા કે જેથી દેવદ્રવ્ય તિજોરીઓ પૂરતું મર્યાદિત ન રહે પણ તેનો શૈક્ષણિક અને સામાજિક ઉત્કર્ષનાં કાર્યોમાં પણ સદુપયોગ થઈ શકે.
Page #8
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન જૈન જયોતિર્ધરો (5) જૂની અને નવી પેઢી વચ્ચેનો સેતુ : શ્રાવકોને અપાતી વ્યાખ્યાનોમાં અને રાત્રિચર્ચાઓમાં તેઓ સ્પષ્ટ કહેતા કે યુવાનોને તમારે કદ નાસ્તિક કહીને ઉતારી પાડવા નહીં. યુવાનોને પણ તેઓ શિખામણ આપતા કે તમારે વૃદ્ધો માટે “અંધશ્રદ્ધાળુ જેવા શબ્દો નહીં વાપરી તેમની યોગ્ય અદબ જાળવવી. યુવકો અને વૃદ્ધોએ પોતપોતાની રીતે સમાજના ઉત્કર્ષમાં રસ લેવાનો છે. ગૃહસ્થોને સામાજિક રીતરિવાજો, વહેમો, બાધા, આખડી, માન્યતા વગેરેમાં ન રોકાઈ જવા તેમજ યુવાનોને શિક્ષણપ્રાપ્તિ માટે ઉપદેશના; ઉંમરલાયક મનુષ્યોને તીર્થયાત્રા, તીર્થસેવા, સાધુસેવા, દાનપ્રવૃત્તિ વગેરેમાં સાવધાન રહેવાની સલાહ આપતા. (6) સામાજિક-ધાર્મિક કુરિવાજોમાં સુધારો: કન્યાવિક્રય અને વારવિક્રય, અઠ્ઠાઈ નિમિત્તે ફરજિયાત જમણવાર, રેશમનાં અપવિત્ર કપડાં અને કેસરનો મંદિરમાં ઉપયોગ, હિંસાથી તૈયાર થયેલ સાબુ અને ચામડાની ચીજોનો વપરાશ, કન્યાઓને આધુનિક શિક્ષણ ન આપવાની માન્યતા ઇત્યાદિ અનેક ખોટા રિવાજો ભારતના વિવિધ પ્રદેશોમાં પ્રચલિત હતા. તેમણે લોકોને વિવેકપૂર્વક પ્રેમથી સમજાવ્યા જેથી લોકોએ એવા રિવાજોને સ્વયં તિલાંજલિ આપી દીધી. ઉપસંહાર : મહાપુરુષોનાં ચરિત્રોને સમજવાં એ સહેલી વાત નથી. શ્રી વિજયવલ્લભસૂરિજી સાગર સમાન ઉદાર દષ્ટિ ધરાવતા હતા. તેઓ માત્ર એક જૈનાચાર્ય જ નહોતા પણ ભારતના એક મહાન સપૂત-સંત હતા. સર્વધર્મસમભાવની રાષ્ટ્રીય ભાવનાથી તેઓ વિભૂષિત હતા. રૂઢિગત ક્રિયાકાંડ અને ગતાગતિક અનુષ્ઠાનોમાં રાચતા તથા તેમાં જ પોતાનાં સર્વ કર્તવ્યોની ઇતિશ્રી સમજતા જેન સમાજને તેમણે દાદાગુરુ પાસેથી મેળવેલી વિશાળ, યુગાનુકૂળ દષ્ટિ આપી અને શિક્ષણ, જ્ઞાનપ્રચાર તથા સમાજોદ્ધારનાં કાર્યો પ્રત્યે સૌ કોઈનું ધ્યાન દોર્યું. આમ, ધર્મના સર્વગ્રાહી સ્વરૂપના તેઓ મહાન પુરસ્કર્તા હતા. “ધર્મ એટલે માત્ર દેરાસર-ઉપાશ્રય નહીં, પરંતુ જીવન વ્યાપક દર્શન અને જીવનની સર્વ પ્રવૃત્તિ-નિવૃતિમાંથી અભિવ્યક્ત થતા સંસ્કારો.” જે મનુષ્ય જીવનમાં અસહિષ્ણુતાના આદરે, અસંગત, અનુચિત વ્યવહાર કરે અને માત્ર કંઠિત રૂઢિઓમાં જ ધર્મની ઇતિશ્રી માને તે ધાર્મિક નહીં પણ કૂપમંડૂક છે. ખરેખર તો તે અધાર્મિક જ ગણાય એમ તેઓ માનતા. આપણે તેમને યુગદેષ્ટા અને સમયદર્શી આચાર્ય તરીકે ઓળખાવી શકીએ. વર્તમાન જૈન સમાજની જે સમૃદ્ધિ અને સધ્ધરતા છે તે મોટે ભાગે આવા દિવ્ય દષ્ટિ ધરાવતા આચાર્યોને આભારી છે.