Book Title: Samayadrushta Vijay Vallabhsuriji Author(s): Atmanandji Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf View full book textPage 2
________________ અર્વાચીન જૈન જ્યોતિધશે વૈરાગ્ય અને ગુરુપ્રાપ્તિ : માબાપના વસમા વિરહની વાત દુનિયામાં જાણીતી છે. કુમળી વયના આ બાળકને થોડા થોડા સમયને અંતરે પ્રથમ પિતા અને પછી માતાનો વિયોગ થયો. એટલે તેના બાળમાનસ પર ઘેરી છાપ પડી. એક-એક દિવસ પસાર કરવાનું એને માટે અકારું થઈ પડ્યું. સાતમા ધોરણ સુધીનો શાળાનો અભ્યાસ માંડ માંડ પૂરો થયો ત્યાં સુધી આ બાળકનું મન મંદિર, ઉપાશ્રય અને સાધુસંતોના સમાગમમાં જ રહ્યું. આ હકીકત તેમના પૂર્વભવના કંઈક ગહન ધર્મસંસ્કારોની સૂચક હતી. એનું મન ધંધા-વેપારમાં, ઘરના કામકાજમાં કે દુનિયાની વાતોમાં પરોવાનું ન હનું પણ જાણે અગમનિગમની ઝંખનામાં હોય તેમ લાગતું હતું. ત્યાં તો યોગાનુયોગે એક અલૌકિક બનાવ બન્યો. પારસ ગજવેલનો યોગ : કોઈ પણ વ્યક્તિના આધ્યાત્મિક વિકાસમાં સૌથી મહાન યોગદાન તેના સંત-સગુરુ-માર્ગદર્શકનું હોય છે. તેમાંય જો કોઈ યુગપ્રધાન મહાપુરુષનો યોગ થાય તો તે સાધક-જિજ્ઞાસુના સર્વોત્કૃષ્ટ પુણ્યનો ઉદય જ ગણાય.. તેથી જ કહ્યું છે : “પારસ મેં ઔર સંત મેં, બડો અંતરો જાન; વો લોહા કંચન કરે, વો કરે આપ સમાન. બલિહારી ગુરુદેવ કી, પલ પલ મેં કંઈ બાર; પશુ મેટ હરિ જન કિયા, કછુ ન લાગી વાર.” વિ. સં. ૧૯૪૨નું વર્ષ. જ્ઞાન-સંયમની મૂર્તિસમાં યુગપ્રધાન આચાર્યશ્રી આત્મારામજી વડોદરામાં આગમન થયું. તેમનું વૈરાગ્યમય પ્રવચન સાંભળતાં જ નાના પણ વૈરાગ્ય-વાસિત છગનલાલના મનરૂપી હરણે જાણે કે મોરલીનો નાદ સાંભળ્યો ! એનું ચિત્ત તે શબ્દો અને સૌમ્ય મુદ્રાથી ઊંધાઈ ગયું ! એણે જાણે મનોમન પોતાનું જીવન ગુરુજીને ચરણે ધરી દેવાનો નિશ્ચય કરી લીધો. બોધદાતા ગુરુ પણ કેવા ! પોતાની પરમ પ્રજ્ઞાના આધારે શાશ્વત સત્યની શોધ પાછળ લાગેલા. પંજાબમાં ક્ષત્રિય કુળમાં જન્મ્યા. દીક્ષિત પણ ત્યાં જ થયા. જેનશાસ્ત્રના અવગાહનથી પ્રભુ-મૂર્તિના અવલંબનને આત્માના ઉદ્ધારનું પ્રબળ સાધન માનીને તેનો જાહેરમાં સ્વીકાર કર્યો. તેઓએ વિશાળ દૃષ્ટિ, માનવતાભર્યું હૃદય, સગુણપ્રાપ્તિ પ્રત્યેનો સતત અભિગમ, અગાધ શાસ્ત્રજ્ઞાન, જિનશાસનની અને જૈન સાહિત્યની સેવા કરવાની ધગશ અને સમર્થ શિષ્યવૃન્દ દ્વારા લગભગ ત્રણ દાયકા સુધી જેન ધર્માનુયાયીઓમાં અપૂર્વ જાગૃતિનાં પૂર આણ્યાં અને વિશદ મૌલિક સાહિત્યની રચના કરી. જયારે પૂ. આત્મારામજીનું પ્રવચન પૂરું થયું અને સૌ પોતપોતાને સ્થાને ગયા ત્યારે પણ બાળક છગન એકલો બેસી રહેલો. તેને જોઈને આચાર્યશ્રીએ પૂછયું: “હે વત્સ! તું કેમ અહીં બેઠો છે? તારે શું દુ:ખ છે? શું તારે ધનાદિની જરૂર છે?” કિશોરે હકારમાં જવાબ આપ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8