Book Title: Samavasaran
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 4
________________ ૧૭૪ જિનતત્ત્વ દરેક ગઢની ભીંતો પાંચસો ધનુષ્ય ઊંચી હોય છે, દરેક ગઢને ચાર દરવાજા હોય છે, અને દરેક દરવાજે ઉપર ચડવાનાં ત્રણ ગઢનાં મળી વીસ હજાર પગથિયાં હોય છે. એટલે ચાર દરવાજાનાં મળીને કુલ એંસી હજાર પગથિયાં હોય છે. દરેક દરવાજા ઉપર મણિમય તોરણો હોય છે. તદુપરાંત સમવસરણમાં ઉપવનો, નૃત્યશાળાઓ, ચૈત્યપ્રાસાદ, વાપિઓ, ધજાઓ, પુષ્પવાટિકાઓ, વેદિકાઓ, પૂતળીઓ, અષ્ટમંગલ, ધૂપઘટી, કળશ ઇત્યાદિની આઠ ભૂમિકામાં સુશોભિત રચનાઓ હોય છે. તેમાં મિથ્યાષ્ટિ અભવ્ય જીવો સાત ભૂમિકા સુધી પ્રવેશ કરી શકે છે. દરેક ગઢમાં દરેક દિશામાં દ્વારપાળ અને દ્વારપાલિકા તરીકે દેવ-દેવીઓ હોય છે. પ્રથમ ગઢમાં પૂર્વના દ્વાર ઉપર તુંબરુ નામનો દેવ હોય છે. દક્ષિણ દિશામાં ખવાંગી નામનો દેવ, પશ્ચિમ દિશામાં કપાલિ નામનો દેવ અને ઉત્તર દિશામાં જટામુકુટધારી નામનો દેવ હોય છે. બીજા ગઢમાં પૂર્વ ધારમાં જયા નામની બે દેવીઓ, દક્ષિણ દિશામાં વિજયા નામની બે દેવીઓ, પશ્ચિમ દિશામાં અજિતા નામની બે દેવીઓ અને ઉત્તર દિશામાં અપરાજિતા નામની બે દેવીઓ દ્વારપાલિકા તરીકે હોય છે. ત્રીજા ગઢમાં પૂર્વ દિશાના દ્વારમાં સોમ નામનો વૈમાનિક દેવ, દક્ષિણ દિશામાં યમ નામનો વ્યંતર દેવ, પશ્ચિમ દિશામાં વરૂણ નામનો જ્યોતિષી દેવા અને ઉત્તર દિશામાં ધનદ નામનો ભુવનપતિ દેવ દ્વારપાળ તરીકે હોય છે. પહેલા ગઢના પ્રતરમાં વાહનો માટેની વ્યવસ્થા હોય છે. બીજા ગઢના પ્રતરમાં સિંહ, વાઘ, બકરી, હરણ, મોર વગેરે તિર્યંચોને બેસવાની વ્યવસ્થા હોય છે. ત્રીજા ગઢના પ્રતરમાં મનુષ્યો અને દેવ-દેવીઓને માટે વ્યવસ્થા હોય છે. ત્રીજા ગઢની ઉપર, સમભૂતલ પીઠની મધ્યમાં એક યોજન વિસ્તારવાળું અશોકવૃક્ષ હોય છે. તે ભગવાનના શરીરથી બાર ગણું ઊંચું હોય છે. પુષ્પો, પતાકાઓ, તોરણો અને છત્રથી અશોકવૃક્ષ શોભે છે. અશોકવૃક્ષમાં મૂળમાં દેવો ભગવાનને ઉપદેશ આપવા માટે ચાર દિશામાં ચાર સિંહાસનની રચના પાદપીઠસહિત કરે છે. આ સિહાસનો અને પાદપીએ સોનાનાં બનાવેલાં અને રત્નોથી જડેલાં હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9