Book Title: Samavasaran
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 3
________________ સમવસરણ ૧૭૩ વળી તીર્થકર ભગવાન ત્યારપછી પણ જ્યારે જ્યારે દેશના આપવાના હોય છે ત્યારે ત્યારે પણ દેવો સમવસરણની રચના આઠ પ્રાતિહાર્યસહિત કરે છે. પ્રતિહાર એટલે છડીદાર–સેવક. તેઓ દેવાધિદેવના અસ્તિત્વને જાહેર કરવા માટે અને લોકોને તીર્થંકર પરમાત્મા પાસે લાવવા માટે જે ચમત્કારયુક્ત રચના કરે તે પ્રાતિહાર્ય કહેવાય છે. એ આઠ પ્રાતિહાર્ય નીચે પ્રમાણે છે : ૧. અશોકવૃક્ષ, ૨. પુષ્પવૃષ્ટિ, ૩. દિવ્ય ધ્વનિ, ૪. ચામર, ૫. સિંહાસન, ૬. ભામંડલ, ૭. દુંદુભિ અને ૮. ત્રણ છત્ર. વર્તમાન સમયમાં જેમ હજારો – લાખો લોકોને સંબોધવા માટે રાષ્ટ્રની સર્વોચ્ચ વ્યક્તિ પધારવાની હોય ત્યારે મંચ, માઇક, બેઠકો, વાહનવ્યવહાર, માણસોની અવરજવર વગેરે માટે દષ્ટિપૂર્વક આયોજન સરકારના માણસો દ્વારા કરવામાં આવે છે, તેમ તીર્થંકર પરમાત્મા જ્યારે દેશના માટે પધારવાના હોય ત્યારે એમને અનુરૂપ એવું આયોજન દેવો પોતાની વયિાદિ લબ્ધિનો ઉપયોગ કરીને, સમવસરણ માટે કરે છે. સમવસરણની રચના કરતી વખતે સૌપ્રથમ વાયકુમાર દેવતાઓ એક યોજન પ્રમાણ ભૂમિને, કચરો, કાંટા વગેરે કાઢી નાખીને એકદમ શુદ્ધ કરે છે. પછી મેઘકુમાર દેવો સુગંધી જળનો છંટકાવ કરે છે જેથી ઊડતી રજ બેસી જાય અને વાતાવરણમાં પરિમલ પ્રસરે. પછી છ ઋતુના અધિષ્ઠાયક દેવો પંચવર્ણ પુષ્યની વૃદ્ધિ કરે છે. તે પછી વ્યંતર દેવતાઓ ત્યાં એક પીઠની રચના કરે છે. આ પીઠ જમીનથી સવા કોશ ઊંચી હોય છે અને સુવર્ણ તથા રત્નોથી ખચિત હોય છે. આ બીજા ગઢમાં ઉપર ચારે બાજુ પાંચસો ધનુષ્ય પ્રમાણ પ્રતર અથવા સમતલ ભૂમિ હોય છે. આ પ્રતરને અંતે ત્રીજો ગઢ હોય છે. એ ગઢ રત્નનો હોય છે. વૈમાનિક દેવો એની રચના કરે છે. એ ગઢનાં પગથિયાં પાંચ હજાર હોય છે. (આમ ત્રણે ગઢના મળી કુલ વીસ હજાર પગથિયાં થાય છે.) દરેક પગથિયું એક હાથ પહોળું અને એક હાથ ઊંચું હોય છે. (અન્ય તીર્થકરોના સમવસરણમાં તેનાં માપ જુદાં જુદાં હોય છે.) ત્રીજા ગઢની ઉપર ચારે બાજુ એક ગાઉ અને છસો ધનુષ્ય લાંબી એવી સમતલ ભૂમિ પ્રતર અથવા પીઠ) હોય છે. તેના મધ્ય ભાગમાં ભગવાન માટે સિંહાસનયુક્ત દેવચછંદો બનાવવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9