Book Title: Samavasaran Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 1
________________ સમવસરણ મહાવીર જયંતીનો ઉત્સવ આવે એટલે એ દિવસે ભગવાન મહાવીરના જીવનના અનેક પ્રસંગોનું સ્મરણ થાય. એ પ્રસંગોમાં સમવસરણમાં બેસી દેશના (ઉપદેશ) આપતા તીર્થંકર પરમાત્માનું દૃશ્ય શ્રદ્ધા-ભક્તિયુક્ત જનોને હર્ષથી રોમાંચિત કરે એવું હોય છે. તીર્થકરોનું જીવન ચોત્રીસ અતિશયોથી યુક્ત હોય છે. અતિશય એટલે સામાન્ય રીતે ન બનતી એવી ચમત્કારયુક્ત ઘટના. મનુષ્યજીવનમાં બધી જ ઘટનાઓ તર્કયુક્ત કે વૈજ્ઞાનિક રીતે પુરવાર કરી શકાય એવી નથી હોતી. તીર્થંકર પરમાત્માના વિષયમાં તો કેટકેટલી ઘટનાઓ એવી બને છે કે જે વર્તમાન સમયમાં સામાન્ય માણસોને ચમત્કારરૂપ અને તરત ન માની શકાય એવી લાગે છે. પોતાના સમયના કેટલાક મહાપુરુષોના કે અન્ય લોકોના જીવનમાં કોઈ અસામાન્ય, ચમત્કારરૂપ ઘટના જ્યારે કોઈએ નજરે જોઈ હોય છે ત્યારે એવી વ્યક્તિને કેટલીક ચમત્કારિક ઘટનાઓમાં વિશ્વાસ બેસે છે. એટલે જ શ્રદ્ધાનો સ્વીકાર સ્વાનુભવથી સવિશેષ દઢ થાય છે. જૈન ધર્મમાં તીર્થકર ભગવાનનું સ્વરૂપ જે રીતે વર્ણવાયું છે અને એમના જે જુદા જુદા અતિશયો બતાવવામાં આવ્યા છે તે એક શ્રદ્ધાનો વિષય છે. એમાં ભગવાનના સમવસરણની વાત પણ એટલા માટે શ્રદ્ધાનો જ વિષય છે. જેઓ કેવળ તર્ક અને દલીલ સિવાય આગળ વધી શકતા નથી અને વર્તમાન કાળની દૃશ્યમાન સૃષ્ટિ જ માત્ર જેમની સીમા છે તેવા માણસોને માટે સમવસરણનો વિષય ગમ્ય નથી. જેઓ ત્રિકાલિક તત્ત્વને પામવાને માટે શ્રુતજ્ઞાનની આરાધના કરે છે તેઓને ચમત્કારયુક્ત સમવસરણની વાતની આંતરપ્રતીતિ થઈ શકે છે. શાસ્ત્રકારોએ કહ્યું છે કે ભગવાન જ્યારે સાક્ષાત્ વિચરતા હોય તેવા સમયે પણ સંશયવાળા મિથ્યાદૃષ્ટિ જીવો સમવસરણમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9