Book Title: Samavasaran
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Catalog link: https://jainqq.org/explore/249488/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સમવસરણ મહાવીર જયંતીનો ઉત્સવ આવે એટલે એ દિવસે ભગવાન મહાવીરના જીવનના અનેક પ્રસંગોનું સ્મરણ થાય. એ પ્રસંગોમાં સમવસરણમાં બેસી દેશના (ઉપદેશ) આપતા તીર્થંકર પરમાત્માનું દૃશ્ય શ્રદ્ધા-ભક્તિયુક્ત જનોને હર્ષથી રોમાંચિત કરે એવું હોય છે. તીર્થકરોનું જીવન ચોત્રીસ અતિશયોથી યુક્ત હોય છે. અતિશય એટલે સામાન્ય રીતે ન બનતી એવી ચમત્કારયુક્ત ઘટના. મનુષ્યજીવનમાં બધી જ ઘટનાઓ તર્કયુક્ત કે વૈજ્ઞાનિક રીતે પુરવાર કરી શકાય એવી નથી હોતી. તીર્થંકર પરમાત્માના વિષયમાં તો કેટકેટલી ઘટનાઓ એવી બને છે કે જે વર્તમાન સમયમાં સામાન્ય માણસોને ચમત્કારરૂપ અને તરત ન માની શકાય એવી લાગે છે. પોતાના સમયના કેટલાક મહાપુરુષોના કે અન્ય લોકોના જીવનમાં કોઈ અસામાન્ય, ચમત્કારરૂપ ઘટના જ્યારે કોઈએ નજરે જોઈ હોય છે ત્યારે એવી વ્યક્તિને કેટલીક ચમત્કારિક ઘટનાઓમાં વિશ્વાસ બેસે છે. એટલે જ શ્રદ્ધાનો સ્વીકાર સ્વાનુભવથી સવિશેષ દઢ થાય છે. જૈન ધર્મમાં તીર્થકર ભગવાનનું સ્વરૂપ જે રીતે વર્ણવાયું છે અને એમના જે જુદા જુદા અતિશયો બતાવવામાં આવ્યા છે તે એક શ્રદ્ધાનો વિષય છે. એમાં ભગવાનના સમવસરણની વાત પણ એટલા માટે શ્રદ્ધાનો જ વિષય છે. જેઓ કેવળ તર્ક અને દલીલ સિવાય આગળ વધી શકતા નથી અને વર્તમાન કાળની દૃશ્યમાન સૃષ્ટિ જ માત્ર જેમની સીમા છે તેવા માણસોને માટે સમવસરણનો વિષય ગમ્ય નથી. જેઓ ત્રિકાલિક તત્ત્વને પામવાને માટે શ્રુતજ્ઞાનની આરાધના કરે છે તેઓને ચમત્કારયુક્ત સમવસરણની વાતની આંતરપ્રતીતિ થઈ શકે છે. શાસ્ત્રકારોએ કહ્યું છે કે ભગવાન જ્યારે સાક્ષાત્ વિચરતા હોય તેવા સમયે પણ સંશયવાળા મિથ્યાદૃષ્ટિ જીવો સમવસરણમાં Page #2 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ જિનતત્ત્વ પ્રવેશી નથી શકતા, તો પછી વર્તમાન સમયમાં તેવા પ્રકારના જીવોને આવા વિષયોમાં રસ કે શ્રદ્ધા ઉત્પન્ન ન થાય એમાં શી નવાઈ ? “સમવસરણ શબ્દના “એકત્ર મળવું', “મિલન', “સમુદાય', “સંચય', રાશિ', “સમૂહ' એવા જુદા જુદા અર્થ થાય છે. “ઓશનિયુક્તિમાં કહ્યું છે : 'समोसरण निचय उवचय चए य गुम्मे य रासी य.' આગમન', “પધારવું', “દાર્શનિકોનો સમુદાય', “ધર્મવિચાર', “આગમ વિચાર’ એવા જુદા જુઘ અર્થ પણ સમોસરણ શબ્દના થાય છે. “સમવસરણ” અથવા “સમોસરણ” એ જૈન ધર્મનો પારિભાષિક શબ્દ છે. તીર્થંકર પરમાત્માની દેશના – ભૂમિને માટે અથવા એમની પર્ષઘ માટે સમવસરણ” શબ્દ વપરાય છે. સમવસરણ” શબ્દ “સમવસૂત” શબ્દ પરથી વ્યુત્પન્ન કરવામાં આવે છે. સૂત્રકતાંગ ચૂર્ણિમાં કહ્યું છે : 'समवसरंति जेसु दरिसणाणि दिछीओ वा ताणि समोसरणाणि।' જ્યાં અનેક દર્શન (દષ્ટિઓ) સમવસૃત થાય છે તેને “સમવસરણ” કહે છે. સમવસરણમાં “અવસર’ શબ્દ આવે છે, એ ઉપરથી જેમાં બધા સુર, અસુર આવીને ભગવાનના દિવ્ય ધ્વનિના અવસરની પ્રતીક્ષા કરે છે તે “સમવસરણ” એવો અર્થ પણ કરાય છે. સૂત્રકૃતાંગ', “સમવાયાંગ”, “આવશ્યક ચૂર્ણિ', “વિશેષ આવશ્યક ભાષ્ય', કલ્પસૂત્ર', “લલિતવિસ્તરા', કુવલયમાળા', “ચઉપન-મહાપુરિસ ચરિયમ્', હરિવંશપુરાણ”, “વીતરાગસ્તવ' “લોકપ્રકાશ' વગેરે ઘણા ગ્રંથોમાં સમવસરણનું સવિગત વર્ણન જોવા મળે છે. સાધનાકાળ પૂર્ણ થતાં, ચાર ઘાતી કર્મોનો સંપૂર્ણ ક્ષય થતાં, જે સમયે ભગવાનને કેવળજ્ઞાન થાય છે તે જ સમયે પૂર્વના ત્રીજા ભવમાં બાંધેલું તીર્થંકર નામકર્મ ઉદયમાં આવે છે. એમ થતાં જ ઇન્દ્રોનાં આસન કંપાયમાન થાય છે. ઉપયોગૈમૂકીને જોતાં તેમને જણાય છે કે ભગવાનના જીવને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે, અવતુ ભગવાન હવે તીર્થંકર થયા છે. એટલે ઇન્દ્રો પોતાના પરિવાર સહિત તે સ્થળે આવી આઠ પ્રાતિહાર્યયુક્ત સમવસરણની રચના કરે છે. Page #3 -------------------------------------------------------------------------- ________________ સમવસરણ ૧૭૩ વળી તીર્થકર ભગવાન ત્યારપછી પણ જ્યારે જ્યારે દેશના આપવાના હોય છે ત્યારે ત્યારે પણ દેવો સમવસરણની રચના આઠ પ્રાતિહાર્યસહિત કરે છે. પ્રતિહાર એટલે છડીદાર–સેવક. તેઓ દેવાધિદેવના અસ્તિત્વને જાહેર કરવા માટે અને લોકોને તીર્થંકર પરમાત્મા પાસે લાવવા માટે જે ચમત્કારયુક્ત રચના કરે તે પ્રાતિહાર્ય કહેવાય છે. એ આઠ પ્રાતિહાર્ય નીચે પ્રમાણે છે : ૧. અશોકવૃક્ષ, ૨. પુષ્પવૃષ્ટિ, ૩. દિવ્ય ધ્વનિ, ૪. ચામર, ૫. સિંહાસન, ૬. ભામંડલ, ૭. દુંદુભિ અને ૮. ત્રણ છત્ર. વર્તમાન સમયમાં જેમ હજારો – લાખો લોકોને સંબોધવા માટે રાષ્ટ્રની સર્વોચ્ચ વ્યક્તિ પધારવાની હોય ત્યારે મંચ, માઇક, બેઠકો, વાહનવ્યવહાર, માણસોની અવરજવર વગેરે માટે દષ્ટિપૂર્વક આયોજન સરકારના માણસો દ્વારા કરવામાં આવે છે, તેમ તીર્થંકર પરમાત્મા જ્યારે દેશના માટે પધારવાના હોય ત્યારે એમને અનુરૂપ એવું આયોજન દેવો પોતાની વયિાદિ લબ્ધિનો ઉપયોગ કરીને, સમવસરણ માટે કરે છે. સમવસરણની રચના કરતી વખતે સૌપ્રથમ વાયકુમાર દેવતાઓ એક યોજન પ્રમાણ ભૂમિને, કચરો, કાંટા વગેરે કાઢી નાખીને એકદમ શુદ્ધ કરે છે. પછી મેઘકુમાર દેવો સુગંધી જળનો છંટકાવ કરે છે જેથી ઊડતી રજ બેસી જાય અને વાતાવરણમાં પરિમલ પ્રસરે. પછી છ ઋતુના અધિષ્ઠાયક દેવો પંચવર્ણ પુષ્યની વૃદ્ધિ કરે છે. તે પછી વ્યંતર દેવતાઓ ત્યાં એક પીઠની રચના કરે છે. આ પીઠ જમીનથી સવા કોશ ઊંચી હોય છે અને સુવર્ણ તથા રત્નોથી ખચિત હોય છે. આ બીજા ગઢમાં ઉપર ચારે બાજુ પાંચસો ધનુષ્ય પ્રમાણ પ્રતર અથવા સમતલ ભૂમિ હોય છે. આ પ્રતરને અંતે ત્રીજો ગઢ હોય છે. એ ગઢ રત્નનો હોય છે. વૈમાનિક દેવો એની રચના કરે છે. એ ગઢનાં પગથિયાં પાંચ હજાર હોય છે. (આમ ત્રણે ગઢના મળી કુલ વીસ હજાર પગથિયાં થાય છે.) દરેક પગથિયું એક હાથ પહોળું અને એક હાથ ઊંચું હોય છે. (અન્ય તીર્થકરોના સમવસરણમાં તેનાં માપ જુદાં જુદાં હોય છે.) ત્રીજા ગઢની ઉપર ચારે બાજુ એક ગાઉ અને છસો ધનુષ્ય લાંબી એવી સમતલ ભૂમિ પ્રતર અથવા પીઠ) હોય છે. તેના મધ્ય ભાગમાં ભગવાન માટે સિંહાસનયુક્ત દેવચછંદો બનાવવામાં આવે છે. Page #4 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ જિનતત્ત્વ દરેક ગઢની ભીંતો પાંચસો ધનુષ્ય ઊંચી હોય છે, દરેક ગઢને ચાર દરવાજા હોય છે, અને દરેક દરવાજે ઉપર ચડવાનાં ત્રણ ગઢનાં મળી વીસ હજાર પગથિયાં હોય છે. એટલે ચાર દરવાજાનાં મળીને કુલ એંસી હજાર પગથિયાં હોય છે. દરેક દરવાજા ઉપર મણિમય તોરણો હોય છે. તદુપરાંત સમવસરણમાં ઉપવનો, નૃત્યશાળાઓ, ચૈત્યપ્રાસાદ, વાપિઓ, ધજાઓ, પુષ્પવાટિકાઓ, વેદિકાઓ, પૂતળીઓ, અષ્ટમંગલ, ધૂપઘટી, કળશ ઇત્યાદિની આઠ ભૂમિકામાં સુશોભિત રચનાઓ હોય છે. તેમાં મિથ્યાષ્ટિ અભવ્ય જીવો સાત ભૂમિકા સુધી પ્રવેશ કરી શકે છે. દરેક ગઢમાં દરેક દિશામાં દ્વારપાળ અને દ્વારપાલિકા તરીકે દેવ-દેવીઓ હોય છે. પ્રથમ ગઢમાં પૂર્વના દ્વાર ઉપર તુંબરુ નામનો દેવ હોય છે. દક્ષિણ દિશામાં ખવાંગી નામનો દેવ, પશ્ચિમ દિશામાં કપાલિ નામનો દેવ અને ઉત્તર દિશામાં જટામુકુટધારી નામનો દેવ હોય છે. બીજા ગઢમાં પૂર્વ ધારમાં જયા નામની બે દેવીઓ, દક્ષિણ દિશામાં વિજયા નામની બે દેવીઓ, પશ્ચિમ દિશામાં અજિતા નામની બે દેવીઓ અને ઉત્તર દિશામાં અપરાજિતા નામની બે દેવીઓ દ્વારપાલિકા તરીકે હોય છે. ત્રીજા ગઢમાં પૂર્વ દિશાના દ્વારમાં સોમ નામનો વૈમાનિક દેવ, દક્ષિણ દિશામાં યમ નામનો વ્યંતર દેવ, પશ્ચિમ દિશામાં વરૂણ નામનો જ્યોતિષી દેવા અને ઉત્તર દિશામાં ધનદ નામનો ભુવનપતિ દેવ દ્વારપાળ તરીકે હોય છે. પહેલા ગઢના પ્રતરમાં વાહનો માટેની વ્યવસ્થા હોય છે. બીજા ગઢના પ્રતરમાં સિંહ, વાઘ, બકરી, હરણ, મોર વગેરે તિર્યંચોને બેસવાની વ્યવસ્થા હોય છે. ત્રીજા ગઢના પ્રતરમાં મનુષ્યો અને દેવ-દેવીઓને માટે વ્યવસ્થા હોય છે. ત્રીજા ગઢની ઉપર, સમભૂતલ પીઠની મધ્યમાં એક યોજન વિસ્તારવાળું અશોકવૃક્ષ હોય છે. તે ભગવાનના શરીરથી બાર ગણું ઊંચું હોય છે. પુષ્પો, પતાકાઓ, તોરણો અને છત્રથી અશોકવૃક્ષ શોભે છે. અશોકવૃક્ષમાં મૂળમાં દેવો ભગવાનને ઉપદેશ આપવા માટે ચાર દિશામાં ચાર સિંહાસનની રચના પાદપીઠસહિત કરે છે. આ સિહાસનો અને પાદપીએ સોનાનાં બનાવેલાં અને રત્નોથી જડેલાં હોય છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ સમવસરણ ૧૭પ આવા દિવ્ય સમવસરણમાં ભગવાન સૂર્યોદય સમયે દેવતાઓ સાથે, સુવર્ણકમળ ઉપર પગ મૂકીને ચાલતા આવે છે અને પૂર્વ કારમાંથી પ્રવેશે છે. તે વખતે દેવતાઓ સિંહનાદ વડે જયજયકાર કરે છે. સમવસરણમાં ભગવાનના પ્રવેશ પછી પૂર્વ દિશાના દ્વારથી પ્રવેશ કરીને અગ્નિ દિશામાં પહેલાં ગણધરો, ત્યારપછી કેવલીઓ અને એમ અનુક્રમે મન:પર્યવજ્ઞાનીઓ, અવધિજ્ઞાનીઓ, ચૌદ પૂર્વધરો અને અન્ય સાધુઓ, ભગવાનને ત્રણ પ્રદક્ષિણા દઈને બેસે છે. તેમની પાછળ કલ્પવાસી દેવીઓ અને સાધ્વીઓ ઊભાં રહે છે. દક્ષિણ દિશાના દ્વારથી પ્રવેશીને નૈઋત્ય દિશામાં ભુવનપતિ, જ્યોતિષી, તથા વ્યંતર દેવોની દેવીઓ આવીને ઊભાં રહે છે. પશ્ચિમ દિશાના દ્વારથી પ્રવેશીને વાયવ્ય દિશામાં ભુવનપતિ, જ્યોતિષ, વ્યતર દેવો પોતાનું સ્થાન લે છે. વૈમાનિક દેવો તથા મનુષ્ય સ્ત્રીપુરુષો ઈશાન દિશામાં બેસે છે. ચોસઠ ઇન્દ્રો ભગવાનની સન્મુખ હાથ જોડીને ઊભા રહે છે. સમવસરણમાં સ્ત્રી-પુરુષો, દેવ-દેવીઓ કે તિર્યંચ ગતિના વિવિધ જીવો ભગવાનની દેશના સાંભળવા આવે છે. ભગવાનના સાંનિધ્યમાં સર્વ જીવો પોતાનો પરસ્પર જન્મગત કુદરતી વેરભાવ ભૂલી જાય છે. વાઘબકરી કે ઉંદર-બિલાડી સાથે પ્રેમથી બેસે છે. તીર્થંકર પરમાત્માના સમવસરણની ભૂમિનો વિસ્તાર એક યોજન જેટલો હોય છે, પરંતુ એટલા વિસ્તારમાં કરોડો દેવતાઓ, મનુષ્યો અને તિર્યંચો આવીને બેસે છે. આટલા વિસ્તારમાં આટલા બધા લોકોનો સમાવેશ કેવી રીતે થાય એવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે, પરંતુ એ બધાંનો સમાવેશ થઈ જાય છે. એ પણ ભગવાનનો જ એક અતિશય ગણાય છે. આટલાં બધાંનો સમાવેશ થતો હોવા છતાં કોઈને સંકોચાઈને બેસવું પડતું નથી કે કોઈને એકબીજાને અડીને બેસવું પડતું નથી. સૌ કોઈ પૂરી અનુકૂળતા સાથે બાધારહિતપણે, સુખેથી બેસી શકે છે એ પણ ભગવાનનો અતિશય મનાય છે. દરેક સિંહાસનની બંને બાજુ બે ચામરધારી દેવતાઓ હોય છે. દરેક સિંહાસનના આગળના ભાગમાં સુવર્ણકમળ ઉપર ધર્મચક્ર હોય છે. ચારે દિશામાં એક મહાધ્વજ હોય છે. ઘંટાઓ અને પતાકાઓથી શોભતા આ મહાધ્વજ એક હજાર યોજન ઊંચા હોય છે. એ ધ્વજ અનુક્રમે પૂર્વ દિશામાં Page #6 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ ધર્મધ્વજ, દક્ષિણ દિશામાં માનજ, પશ્ચિમ દિશામાં ગજધ્વજ અને ઉત્તર દિશામાં સિંહધ્વજ હોય છે. ૧૭૭ ભગવાન જ્યારે વિહરતા હોય છે ત્યારે ઉપર આકાશમાં દેવો અશોકવૃક્ષની રચના કરે છે, જે ભગવાનની સાથે સાથે ચાલે છે અને ભગવાનને છાંયો આપે છે. ભગવાન જ્યારે સમોવસરણમાં બિરાજમાન થાય છે ત્યારે આ અશોકવૃક્ષ સમુચિત રીતે ભગવાનની ઉપર ગોઠવાઈ જાય છે. એ અશોકવૃક્ષ ઉપર સર્વ ઋતુઓનાં સર્વોત્તમ પુષ્પો હોય છે. વળી તેના ઉપર ત્રણ છત્ર, ધજાઓ, ઘંટાઓ, પતાકાઓ વગેરેની રચના પણ દેવો કરે છે. આ અશોકવૃક્ષની ઊંચાઈ દરેક તીર્થંકરની ઊંચાઈ કરતાં બાર ગણી હોય છે. અશોકવૃક્ષની ઉપર ચૈત્યવૃક્ષની રચના દેવો કરે છે. દરેક તીર્થંકરને કેવળજ્ઞાન કોઈક એક વૃક્ષની નીચે અથવા તેની સમીપે થાય છે. એટલા માટે એ જ્ઞાનદાતા એવા વૃક્ષને ચૈત્યવૃક્ષ કહેવામાં આવે છે. ભગવાન ઋષભદેવથી શરૂ કરીને ભગવાન મહાવીરસ્વામી સુધીના ૨૪ તીર્થંકરોને જે જે વૃક્ષ નીચે કેવળજ્ઞાન થયું હતું તે ચૈત્યવૃક્ષોનાં નામ અનુક્રમે આ પ્રમાણે છે : (૧) ન્યગ્રોધ, (૨) સપ્તપર્ણ, (૩) સાલ, (૪) પ્રિયક, (૫) પ્રિયંગુ, (૬) છત્રાધ, (૭) સરિસ, (૮) નાગવૃક્ષ, (૯) માલીક, (૧૦) પીલક્ષુ, (૧૧) હિંદુગ, (૧૨) પાડલ, (૧૩) જંબૂ, (૧૪) અશ્વત્થ, (૧૫) દધિપર્ણા, (૧૬) નંદી, (૧૭) તિલક, (૧૮) અંબ, (૧૯) અશોક, (૨૦) ચંપક, (૨૧) બકુલ, (૨૨) વેડસ, (૨૩) ધવ અને (૨૪) સાલ. સમોસરણમાં પ્રવેશ કર્યા પછી તીર્થંકર ભગવાન અશોકવૃક્ષને (તે દ્વારા ચૈત્યવૃક્ષને) ત્રણ પ્રદક્ષિણા કરે છે. પછી ભગવાન પૂર્વ દિશાના સિંહાસન ઉપર બિરાજમાન થાય છે અને પાદપીઠ ઉપર એક અથવા બંને ચરણ ટેકવે છે. ભગવાન પોતે પૂર્વ દિશામાં સિંહાસન ઉપ૨ બેસે છે અને બાકીની ત્રણે દિશામાં વ્યંતર દેવતાઓ ભગવાનની ત્રણ પ્રતિકૃતિ (સિંહાસન અને પાદપીઠ સહિત) કરે છે. આ પ્રતિકૃતિ ભગવાનના પ્રભાવથી જ થાય છે અને તે સાક્ષાત્ ભગવાન જેવી જ લાગે છે. એમ જે થાય છે તે ભગવાનનો જ અતિશય છે. સમવસરણમાં ભગવાન દેવતાઓની દિવ્ય રચનાને કારણે ચતુર્મુખ હોય છે, છતાં દરેક જીવને ભગવાનનું ફક્ત એક જ મુખ દેખાય છે. કોઈ પણ Page #7 -------------------------------------------------------------------------- ________________ સમવસરણ • ૧૭૭ જીવને એક કરતાં વધારે, બે કે ત્રણ કે ચાર મુખ દેખાતાં નથી. આ પણ ભગવાનનો જ અતિશય છે. પૂર્વ દિશામાં ભગવાન સાક્ષાત્ બેઠા હોય છે અને બાકીની ત્રણે દિશામાં ભગવાનની માત્ર પ્રતિકૃતિ જ હોય છે, તેમ છતાં બાકીની ત્રણે દિશાના કોઈ પણ જીવને એવો આભાસ થતો નથી કે આ ભગવાનની પ્રતિકૃતિ છે. દરેક જીવને ભગવાન એકસરખા જ દેખાય છે. વળી પૂર્વ દિશામાં રહેલા ભગવાનના મુખમાંથી જે વાણી પ્રગટે છે અને એમના મુખ ઉપર જેવા ભાવો હોય છે તે જ વાણી અને તેવા જ ભાવો, તે જ સમયે અન્ય દિશાની પ્રતિકૃતિઓમાં પણ જોવાય છે. દરેક જીવને ભગવાન પોતાની સન્મુખ છે, એવું લાગે છે. ભગવાન ક્યારેય કોઈ પણ જીવને માટે પરાક્ષુખ હોતા નથી. “વિતરાગ સ્તવ'ની અવચૂરિમાં કહ્યું છે કે : ___'तीर्थकरा हि सर्वतः सन्मुखा एव, न तु पराङ्मुखाः क्वापि।' સમવસરણમાં બિરાજમાન થયા પછી દેશના આપતાં તીર્થંકર ભગવાન સર્વપ્રથમ “નમો નિત્યસ' એમ કહી તીર્થને નમસ્કાર છે. અહીં તીર્થ એટલે ચતુર્વિધ સંઘ. ભગવાન સર્વપ્રથમ સંઘને નમસ્કાર કરે છે. પોતે તીર્થકરપણું પ્રાપ્ત કર્યું હોવા છતાં સર્વ જીવોએ પૂજનીય વસ્તુની પૂજા કરવી જોઈએ એવો આદર્શ બતાવવા ભગવાન સંઘને નમસ્કાર કરે છે. એમાં એમનો વિનય ગુણ રહેલો છે, અને સંઘનું માહાત્મ રહેલું છે. તીર્થનો એક અર્થ થાય છે શ્રુતજ્ઞાન. શ્રુતજ્ઞાનની આરાધનાથી જ અરિહંતપણું પ્રાપ્ત થાય છે. એટલે શ્રુતજ્ઞાન પ્રત્યેની પોતાની કૃતજ્ઞતા દર્શાવવા માટે પણ ભગવાન “તીર્થને નમસ્કાર કરે છે. ભગવાન જ્યારે દેશના આપે છે ત્યારે પાંત્રીસ ગુણથી યુક્ત, પુષ્કર નામના મેઘ સમાન ગંભીર એવી ભગવાનની વાણી સર્વ જીવોને પોતપોતાની ભાષામાં સમજાય છે, કારણ કે તે દિવ્ય ધ્વનિમય હોય છે. ભગવાન જે દેશના આપે છે તે માલકૌશાદિ રાગમાં હોય છે, એથી સર્વ જીવોને તે કર્ણમધુર, અમૃતતુલ્ય, પ્રિય લાગે છે. વળી દિવ્ય ધ્વનિયુક્ત ભગવાનની આ દેશનાને દેવો પોતાનાં વાજિંત્રો વડે વધારે પ્રિય બનાવે છે. ભગવાનની વાણી ચારે બાજુ એક યોજન સુધીના વિસ્તારમાં સાંભળી શકાય છે. એ સાંભળીને સર્વ જીવો અપાર હર્ષ અને શાંતિ અનુભવે છે. ભવભ્રમણનો તાપ ટાળનારી ભગવાનની વાણી કેટલાયે જીવોને તો તે જ જન્મમાં મુક્તિ અપાવનારી નીવડે છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ . જિનતત્ત્વ પ્રથમ તીર્થંકર ભગવાન ઋષિદેવથી તે ચોવીસમા તીર્થકર ભગવાન મહાવીરસ્વામી સુધીના સર્વ તીર્થકરોએ જ્યારે જ્યારે દેશના આપી છે ત્યારે દેવોએ ત્યાં સમવસરણની રચના કરી છે. પરંતુ દરેક તીર્થકરના દેહમાન અનુસાર સમવસરણની રચના કરાય છે. ચરમ તીર્થકર ભગવાન મહાવીરસ્વામીના સમવસરણની રચના અનુસાર ઘણી વિગતો અને માપ અહીં દર્શાવ્યાં છે. સમવસરણની રચના જુદા જુદા દેવો મળીને કરે છે. પરંતુ કોઈ એક જ દેવ સમગ્ર સમવસરણની રચના કરવા પણ શક્તિમાન હોય છે. સમવસરણની રચના સામાન્ય રીતે વર્તુળાકાર હોય છે, પરંતુ ક્યારેક ચોરસ રચના પણ કરાય છે. સમવસરણની રચના જુદી જુદી ભૂમિકા અથવા કોઠામાં કરવામાં આવે છે. જે મિથ્યાષ્ટિ અભવ્ય જીવો હોય છે તેઓ સમવસરણની બાહ્ય કેટલીક રચનાઓ જોઈ શકે છે, તેનાથી તેઓ અંજાઈ જાય છે; પરંતુ તેઓ ભગવાનને સાક્ષાત્ જોઈ શકતા નથી. જે જીવો સંદેહ કે સંશયવાળા હોય, ધર્મવિમુખ હોય કે વિપરીત અધ્યવસાયવાળા હોય, ભગવાનનાં દર્શન કરવાને અપાત્ર હોય તેવા જીવો પણ સમવસરણમાં ભગવાનના દર્શન કરી શકતા નથી, કરવા જાય તો ભગવાનના અને સમવસરણના દેદીપ્યમાન સ્વરૂપના પ્રકાશથી એમનાં નેત્ર એવાં અંજાઈ જાય છે કે એમને કશું દેખાતું નથી. તેઓ અંધ જેવા થઈ જાય છે. સાચી જિજ્ઞાસા જેમના મનમાં હોય છે અથવા જેમના મનમાં જાણવાની ઇંતેજારીથી પ્રશ્નો ઊઠે છે એવા જીવોના મનનું સમાધાન સમવસરણમાં ભગવાનનાં માત્ર દર્શનથી કે દેશનાના શ્રવણથી પણ થઈ જાય છે. સમવસરણમાં તીર્થકર ભગવાનનાં ચાર દિશામાં ચાર સરખાં રૂપ હોય છે. દરેક જીવને પોતાની સન્મુખ એવું એક જ રૂ૫ દેખાય છે. પરંતુ સમવસરણનો આપણે વિચાર કરીએ છીએ ત્યારે ચારે દિશામાં રહેલા ભગવાનનાં ચારે રૂપનો તાદશ ચિતાર આપણા મનમાં આવે છે. પદસ્થ, પિંડસ્થ, રૂપસ્થ અને રૂપાતીત એવા ચાર પ્રકારના ધ્યાનમાંથી તીર્થકર ભગવાનનું રૂપસ્થ ધ્યાન ધરવું હય તો તેમાં સમવસરણમાં બિરાજમાન ભગવાનના ચતુર્મુખ સ્વરૂપનું ધ્યાન ધરવું વિશેષ લાભકારક છે. સમવસરણને વિષય બનાવીને આ રીતે જે ધ્યાન ધરાય છે તેને “સમવસરણ ધ્યાન' કહેવામાં આવે છે. હેમચન્દ્રાચાર્ય-કૃત “યોગશાસ્ત્ર', દેવભદ્રાચાર્ય-કુત Page #9 -------------------------------------------------------------------------- ________________ સમવસરણ 179 ‘િિરપાસનાદ રિવ' વગેરે ગ્રંથોમાં “સમવસરણ ધ્યાનની પ્રક્રિયા સમજાવવામાં આવી છે. સર્વ પ્રકારના કર્મક્ષયને માટે, વિશેષતઃ ભારે અંતરાય કર્મના ત્વરિત લય માટે “સમવસરણ ધ્યાન” ઘણું ઉપકારક છે. તીર્થંકર પરમાત્મા જ્યાં દેશના આપે છે એ સમવસરણનું સ્વરૂપ એવું દિવ્ય છે કે એની આરાધના માટે શાસ્ત્રકારોએ તપ-જપ-ધ્યાન ઇત્યાદિની ધર્મક્યા પણ દર્શાવેલી છે. શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની ચૌદશના દિવસે, એવી રીતે બાર બાર મહિનામાં કુલ ચોવીસ દિવસ માટે, સમવસરણને નિમિત્તે ઉપવાસ કરવાના વ્રતને “સમવસરણ વ્રત' કહેવામાં આવે છે. સમવસરણ વ્રત દરમિયાન છે. ह्रीं जगदापद्विनाशाय सकलगुणकरण्डाय श्री सर्वज्ञाय अर्हत्परमेष्ठिने नमःनो ત્રિકાલ જાપ કરવામાં આવે છે. આમ, તીર્થકર ભગવાનના સમવસરણનો મહિમા જૈન ધર્મમાં અપાર છે.