SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ સમવસરણ • ૧૭૭ જીવને એક કરતાં વધારે, બે કે ત્રણ કે ચાર મુખ દેખાતાં નથી. આ પણ ભગવાનનો જ અતિશય છે. પૂર્વ દિશામાં ભગવાન સાક્ષાત્ બેઠા હોય છે અને બાકીની ત્રણે દિશામાં ભગવાનની માત્ર પ્રતિકૃતિ જ હોય છે, તેમ છતાં બાકીની ત્રણે દિશાના કોઈ પણ જીવને એવો આભાસ થતો નથી કે આ ભગવાનની પ્રતિકૃતિ છે. દરેક જીવને ભગવાન એકસરખા જ દેખાય છે. વળી પૂર્વ દિશામાં રહેલા ભગવાનના મુખમાંથી જે વાણી પ્રગટે છે અને એમના મુખ ઉપર જેવા ભાવો હોય છે તે જ વાણી અને તેવા જ ભાવો, તે જ સમયે અન્ય દિશાની પ્રતિકૃતિઓમાં પણ જોવાય છે. દરેક જીવને ભગવાન પોતાની સન્મુખ છે, એવું લાગે છે. ભગવાન ક્યારેય કોઈ પણ જીવને માટે પરાક્ષુખ હોતા નથી. “વિતરાગ સ્તવ'ની અવચૂરિમાં કહ્યું છે કે : ___'तीर्थकरा हि सर्वतः सन्मुखा एव, न तु पराङ्मुखाः क्वापि।' સમવસરણમાં બિરાજમાન થયા પછી દેશના આપતાં તીર્થંકર ભગવાન સર્વપ્રથમ “નમો નિત્યસ' એમ કહી તીર્થને નમસ્કાર છે. અહીં તીર્થ એટલે ચતુર્વિધ સંઘ. ભગવાન સર્વપ્રથમ સંઘને નમસ્કાર કરે છે. પોતે તીર્થકરપણું પ્રાપ્ત કર્યું હોવા છતાં સર્વ જીવોએ પૂજનીય વસ્તુની પૂજા કરવી જોઈએ એવો આદર્શ બતાવવા ભગવાન સંઘને નમસ્કાર કરે છે. એમાં એમનો વિનય ગુણ રહેલો છે, અને સંઘનું માહાત્મ રહેલું છે. તીર્થનો એક અર્થ થાય છે શ્રુતજ્ઞાન. શ્રુતજ્ઞાનની આરાધનાથી જ અરિહંતપણું પ્રાપ્ત થાય છે. એટલે શ્રુતજ્ઞાન પ્રત્યેની પોતાની કૃતજ્ઞતા દર્શાવવા માટે પણ ભગવાન “તીર્થને નમસ્કાર કરે છે. ભગવાન જ્યારે દેશના આપે છે ત્યારે પાંત્રીસ ગુણથી યુક્ત, પુષ્કર નામના મેઘ સમાન ગંભીર એવી ભગવાનની વાણી સર્વ જીવોને પોતપોતાની ભાષામાં સમજાય છે, કારણ કે તે દિવ્ય ધ્વનિમય હોય છે. ભગવાન જે દેશના આપે છે તે માલકૌશાદિ રાગમાં હોય છે, એથી સર્વ જીવોને તે કર્ણમધુર, અમૃતતુલ્ય, પ્રિય લાગે છે. વળી દિવ્ય ધ્વનિયુક્ત ભગવાનની આ દેશનાને દેવો પોતાનાં વાજિંત્રો વડે વધારે પ્રિય બનાવે છે. ભગવાનની વાણી ચારે બાજુ એક યોજન સુધીના વિસ્તારમાં સાંભળી શકાય છે. એ સાંભળીને સર્વ જીવો અપાર હર્ષ અને શાંતિ અનુભવે છે. ભવભ્રમણનો તાપ ટાળનારી ભગવાનની વાણી કેટલાયે જીવોને તો તે જ જન્મમાં મુક્તિ અપાવનારી નીવડે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249488
Book TitleSamavasaran
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Publication Year2007
Total Pages9
LanguageGujarati
ClassificationArticle & Tirthankar
File Size341 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy