________________
સમવસરણ
૧૭પ
આવા દિવ્ય સમવસરણમાં ભગવાન સૂર્યોદય સમયે દેવતાઓ સાથે, સુવર્ણકમળ ઉપર પગ મૂકીને ચાલતા આવે છે અને પૂર્વ કારમાંથી પ્રવેશે છે. તે વખતે દેવતાઓ સિંહનાદ વડે જયજયકાર કરે છે.
સમવસરણમાં ભગવાનના પ્રવેશ પછી પૂર્વ દિશાના દ્વારથી પ્રવેશ કરીને અગ્નિ દિશામાં પહેલાં ગણધરો, ત્યારપછી કેવલીઓ અને એમ અનુક્રમે મન:પર્યવજ્ઞાનીઓ, અવધિજ્ઞાનીઓ, ચૌદ પૂર્વધરો અને અન્ય સાધુઓ, ભગવાનને ત્રણ પ્રદક્ષિણા દઈને બેસે છે. તેમની પાછળ કલ્પવાસી દેવીઓ અને સાધ્વીઓ ઊભાં રહે છે. દક્ષિણ દિશાના દ્વારથી પ્રવેશીને નૈઋત્ય દિશામાં ભુવનપતિ, જ્યોતિષી, તથા વ્યંતર દેવોની દેવીઓ આવીને ઊભાં રહે છે. પશ્ચિમ દિશાના દ્વારથી પ્રવેશીને વાયવ્ય દિશામાં ભુવનપતિ,
જ્યોતિષ, વ્યતર દેવો પોતાનું સ્થાન લે છે. વૈમાનિક દેવો તથા મનુષ્ય સ્ત્રીપુરુષો ઈશાન દિશામાં બેસે છે. ચોસઠ ઇન્દ્રો ભગવાનની સન્મુખ હાથ જોડીને ઊભા રહે છે.
સમવસરણમાં સ્ત્રી-પુરુષો, દેવ-દેવીઓ કે તિર્યંચ ગતિના વિવિધ જીવો ભગવાનની દેશના સાંભળવા આવે છે. ભગવાનના સાંનિધ્યમાં સર્વ જીવો પોતાનો પરસ્પર જન્મગત કુદરતી વેરભાવ ભૂલી જાય છે. વાઘબકરી કે ઉંદર-બિલાડી સાથે પ્રેમથી બેસે છે.
તીર્થંકર પરમાત્માના સમવસરણની ભૂમિનો વિસ્તાર એક યોજન જેટલો હોય છે, પરંતુ એટલા વિસ્તારમાં કરોડો દેવતાઓ, મનુષ્યો અને તિર્યંચો આવીને બેસે છે. આટલા વિસ્તારમાં આટલા બધા લોકોનો સમાવેશ કેવી રીતે થાય એવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે, પરંતુ એ બધાંનો સમાવેશ થઈ જાય છે. એ પણ ભગવાનનો જ એક અતિશય ગણાય છે. આટલાં બધાંનો સમાવેશ થતો હોવા છતાં કોઈને સંકોચાઈને બેસવું પડતું નથી કે કોઈને એકબીજાને અડીને બેસવું પડતું નથી. સૌ કોઈ પૂરી અનુકૂળતા સાથે બાધારહિતપણે, સુખેથી બેસી શકે છે એ પણ ભગવાનનો અતિશય મનાય છે.
દરેક સિંહાસનની બંને બાજુ બે ચામરધારી દેવતાઓ હોય છે. દરેક સિંહાસનના આગળના ભાગમાં સુવર્ણકમળ ઉપર ધર્મચક્ર હોય છે. ચારે દિશામાં એક મહાધ્વજ હોય છે. ઘંટાઓ અને પતાકાઓથી શોભતા આ મહાધ્વજ એક હજાર યોજન ઊંચા હોય છે. એ ધ્વજ અનુક્રમે પૂર્વ દિશામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org