________________
૧૭૨
જિનતત્ત્વ
પ્રવેશી નથી શકતા, તો પછી વર્તમાન સમયમાં તેવા પ્રકારના જીવોને આવા વિષયોમાં રસ કે શ્રદ્ધા ઉત્પન્ન ન થાય એમાં શી નવાઈ ?
“સમવસરણ શબ્દના “એકત્ર મળવું', “મિલન', “સમુદાય', “સંચય', રાશિ', “સમૂહ' એવા જુદા જુદા અર્થ થાય છે. “ઓશનિયુક્તિમાં કહ્યું છે :
'समोसरण निचय उवचय चए य गुम्मे य रासी य.' આગમન', “પધારવું', “દાર્શનિકોનો સમુદાય', “ધર્મવિચાર', “આગમ વિચાર’ એવા જુદા જુઘ અર્થ પણ સમોસરણ શબ્દના થાય છે.
“સમવસરણ” અથવા “સમોસરણ” એ જૈન ધર્મનો પારિભાષિક શબ્દ છે. તીર્થંકર પરમાત્માની દેશના – ભૂમિને માટે અથવા એમની પર્ષઘ માટે સમવસરણ” શબ્દ વપરાય છે.
સમવસરણ” શબ્દ “સમવસૂત” શબ્દ પરથી વ્યુત્પન્ન કરવામાં આવે છે. સૂત્રકતાંગ ચૂર્ણિમાં કહ્યું છે :
'समवसरंति जेसु दरिसणाणि दिछीओ वा ताणि समोसरणाणि।'
જ્યાં અનેક દર્શન (દષ્ટિઓ) સમવસૃત થાય છે તેને “સમવસરણ” કહે છે.
સમવસરણમાં “અવસર’ શબ્દ આવે છે, એ ઉપરથી જેમાં બધા સુર, અસુર આવીને ભગવાનના દિવ્ય ધ્વનિના અવસરની પ્રતીક્ષા કરે છે તે “સમવસરણ” એવો અર્થ પણ કરાય છે.
સૂત્રકૃતાંગ', “સમવાયાંગ”, “આવશ્યક ચૂર્ણિ', “વિશેષ આવશ્યક ભાષ્ય', કલ્પસૂત્ર', “લલિતવિસ્તરા', કુવલયમાળા', “ચઉપન-મહાપુરિસ ચરિયમ્', હરિવંશપુરાણ”, “વીતરાગસ્તવ' “લોકપ્રકાશ' વગેરે ઘણા ગ્રંથોમાં સમવસરણનું સવિગત વર્ણન જોવા મળે છે.
સાધનાકાળ પૂર્ણ થતાં, ચાર ઘાતી કર્મોનો સંપૂર્ણ ક્ષય થતાં, જે સમયે ભગવાનને કેવળજ્ઞાન થાય છે તે જ સમયે પૂર્વના ત્રીજા ભવમાં બાંધેલું તીર્થંકર નામકર્મ ઉદયમાં આવે છે. એમ થતાં જ ઇન્દ્રોનાં આસન કંપાયમાન થાય છે. ઉપયોગૈમૂકીને જોતાં તેમને જણાય છે કે ભગવાનના જીવને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે, અવતુ ભગવાન હવે તીર્થંકર થયા છે. એટલે ઇન્દ્રો પોતાના પરિવાર સહિત તે સ્થળે આવી આઠ પ્રાતિહાર્યયુક્ત સમવસરણની રચના કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org