Book Title: Samavasaran Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 6
________________ જિનતત્ત્વ ધર્મધ્વજ, દક્ષિણ દિશામાં માનજ, પશ્ચિમ દિશામાં ગજધ્વજ અને ઉત્તર દિશામાં સિંહધ્વજ હોય છે. ૧૭૭ ભગવાન જ્યારે વિહરતા હોય છે ત્યારે ઉપર આકાશમાં દેવો અશોકવૃક્ષની રચના કરે છે, જે ભગવાનની સાથે સાથે ચાલે છે અને ભગવાનને છાંયો આપે છે. ભગવાન જ્યારે સમોવસરણમાં બિરાજમાન થાય છે ત્યારે આ અશોકવૃક્ષ સમુચિત રીતે ભગવાનની ઉપર ગોઠવાઈ જાય છે. એ અશોકવૃક્ષ ઉપર સર્વ ઋતુઓનાં સર્વોત્તમ પુષ્પો હોય છે. વળી તેના ઉપર ત્રણ છત્ર, ધજાઓ, ઘંટાઓ, પતાકાઓ વગેરેની રચના પણ દેવો કરે છે. આ અશોકવૃક્ષની ઊંચાઈ દરેક તીર્થંકરની ઊંચાઈ કરતાં બાર ગણી હોય છે. અશોકવૃક્ષની ઉપર ચૈત્યવૃક્ષની રચના દેવો કરે છે. દરેક તીર્થંકરને કેવળજ્ઞાન કોઈક એક વૃક્ષની નીચે અથવા તેની સમીપે થાય છે. એટલા માટે એ જ્ઞાનદાતા એવા વૃક્ષને ચૈત્યવૃક્ષ કહેવામાં આવે છે. ભગવાન ઋષભદેવથી શરૂ કરીને ભગવાન મહાવીરસ્વામી સુધીના ૨૪ તીર્થંકરોને જે જે વૃક્ષ નીચે કેવળજ્ઞાન થયું હતું તે ચૈત્યવૃક્ષોનાં નામ અનુક્રમે આ પ્રમાણે છે : (૧) ન્યગ્રોધ, (૨) સપ્તપર્ણ, (૩) સાલ, (૪) પ્રિયક, (૫) પ્રિયંગુ, (૬) છત્રાધ, (૭) સરિસ, (૮) નાગવૃક્ષ, (૯) માલીક, (૧૦) પીલક્ષુ, (૧૧) હિંદુગ, (૧૨) પાડલ, (૧૩) જંબૂ, (૧૪) અશ્વત્થ, (૧૫) દધિપર્ણા, (૧૬) નંદી, (૧૭) તિલક, (૧૮) અંબ, (૧૯) અશોક, (૨૦) ચંપક, (૨૧) બકુલ, (૨૨) વેડસ, (૨૩) ધવ અને (૨૪) સાલ. સમોસરણમાં પ્રવેશ કર્યા પછી તીર્થંકર ભગવાન અશોકવૃક્ષને (તે દ્વારા ચૈત્યવૃક્ષને) ત્રણ પ્રદક્ષિણા કરે છે. પછી ભગવાન પૂર્વ દિશાના સિંહાસન ઉપર બિરાજમાન થાય છે અને પાદપીઠ ઉપર એક અથવા બંને ચરણ ટેકવે છે. ભગવાન પોતે પૂર્વ દિશામાં સિંહાસન ઉપ૨ બેસે છે અને બાકીની ત્રણે દિશામાં વ્યંતર દેવતાઓ ભગવાનની ત્રણ પ્રતિકૃતિ (સિંહાસન અને પાદપીઠ સહિત) કરે છે. આ પ્રતિકૃતિ ભગવાનના પ્રભાવથી જ થાય છે અને તે સાક્ષાત્ ભગવાન જેવી જ લાગે છે. એમ જે થાય છે તે ભગવાનનો જ અતિશય છે. સમવસરણમાં ભગવાન દેવતાઓની દિવ્ય રચનાને કારણે ચતુર્મુખ હોય છે, છતાં દરેક જીવને ભગવાનનું ફક્ત એક જ મુખ દેખાય છે. કોઈ પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9