Book Title: Saman suttam Jain Dharmasara
Author(s): Bhuvanchandra
Publisher: Jain Sahitya Academy

View full book text
Previous | Next

Page 4
________________ પ્રકાશકીય અભ્યાસપ્રેરક, વિચારપ્રેરક એવા મૌલિક જૈન સાહિત્ય પ્રગટ કરવાના ઉદેશથી તેમજ એવી આનુસંગિક પ્રવૃત્તિઓના લક્ષ્યથી જૈન સાહિત્ય અકાદમીની સ્થાપના કરવામાં આવી અને ગાંધીધામના (કચ્છ મેરાઉ ગામના) શાહ ઈજીનીયરીગ ક ના સ્થાપકશ્રી દેવજીભાઈ ચાંપશી શાહ અને શ્રી નાનજીભાઈ ચાંપશી શાહ જેવા સનિષ્ઠ શ્રાવકોનો ઉદાર સહકાર અકાદમીને સાંપડ્યો માત્ર પારસ્પરિક કે ચીલાચાલુ સાપ્રદાયિક પ્રકાશનો પૂરતુ સિમિત લક્ષ્ય ન રાખતા સાંપ્રત સમય સાથે સુસંગત એવા ઉત્તમ અને પ્રેરક સાહિત્ય પ્રકાશન ક્ષેત્રે પણ આ અકાદમી યોગ્ય પ્રવૃત્તિઓ કરવા ઈચ્છે છે. એ દિશામાં સદ્દગત મુનિશ્રી અમરેન્દ્ર વિજયજીનું પુસ્તક વિજ્ઞાન અને અધ્યાત્મનો Science Discovers Eternal Wisdom ના નામે અગ્રેજી અનુવાદ ૧૯૯૩મા પ્રગટ કર્યો (અંગ્રેજી અનુવાદક ડૉ જે ડી લોડાયા) જૈન સાહિત્યના પ્રશિષ્ટ ગ્રંથોના સંપાદન, પુનર્મુદ્રણો, અનુવાદો પ્રગટ કરીને જિજ્ઞાસુ વાચકો સુધી પહોચાડવાની આ અકાદમીની નેમ હતી જ. “સમણસુત્ત'ની ગુજરાતી આવૃત્તિ ઘણા લાબા સમયથી અપ્રાપ્ય હતી. આ ગ્રંથનું પુનર્મુદ્રણ થાય એવી ગાંધીધામના શ્રી નરશી કુંવરજી શાહની ભારે તીવ્ર આકાશા-જિજ્ઞાસા હતી. શ્રી માવજીભાઈ સાવલાએ અમારું આ તરફ ધ્યાન દોરતા અને આવા ગ્રથના પુનર્મુદ્રણનું ઐતિહાસિક મહત્વ દર્શાવતા અમે એ માટેની કાર્યવાહી હાથ ધરી. યજ્ઞ પ્રકાશન સમિતિએ ગ્રંથના પુનર્મુદ્રણ માટેની પરવાનગી આપી એ બદલ એમના અમે આભારી છીએ યજ્ઞ પ્રકાશન સમિતિના શ્રી કાંતિલાલ શાહ આખો અનુવાદ નવેસરથી કરાવવાનું સૂચન કરતાં શ્રી માવજીભાઈ સાવલાએ આ અનુવાદ કાર્ય માટે પૂ મુનિશ્રી ભુવનચંદ્રજીનું નામ સૂચવ્યું અને એમણે મુનિશ્રીને અમારી વતીથી આગ્રહ કરતો પત્ર પણ લખ્યો આ રીતે મૂળ ગાથાઓ પરથી પૂ મુનિશ્રી ભુવનચદ્રજીએ કરેલ આ સરળ ગુજરાતી અનુવાદ આજે વાચકો સમક્ષ અમે મૂકી શક્યા છીએ યજ્ઞ પ્રકાશન સમિતિના શ્રી કાંતિલાલ શાહના અમે ખાસ ઓભારી છીએ ગ્રંથના મુદ્રણ દરમિયાન પૂ. મુનિશ્રી વિહારમાં જ્યાં જ્યાં III Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 281