Book Title: Saman suttam Jain Dharmasara
Author(s): Bhuvanchandra
Publisher: Jain Sahitya Academy

View full book text
Previous | Next

Page 9
________________ અનુવાદકીયા જગત પરિવર્તનશીલ છે. સમયના પ્રવાહની સાથે લોકોનાં જીવન, રૂઢિ, ભાષા વગેરે બદલાય છે, ભૂગોળ બદલાય છે અરે , ખગોળ પણ બદલાય છે આ બધાની વચ્ચે ન બદલાય એવી એક વસ્તુ છે અને તે છે ધર્મ ધર્મ એટલે પદાર્થનો-વસ્તુનો સ્વભાવ, દરેક પદાર્થનો સહજ ગુણ, અર્થાત્ કુદરતના કાનૂન, એ તો સનાતન જ હોય. ધર્મની બીજી પણ એક વ્યાખ્યા છે. ધર્મ એટલે કર્તવ્ય, આચારસહિતા, જીવનના માર્ગદર્શક સિધ્ધાંતો આજથી પાંચ હજાર વર્ષ પહેલાં, અઢી હજાર વર્ષ પહેલા કે બસો-પાંચસો વર્ષ પહેલા અહિંસા, સત્ય, પ્રેમ, સયમ, નમ્રતા જેવા જીવન- મૂલ્યોની જેટલી મહત્તા કે સત્યતા હતી એટલી જ આજે છે, અને બે-પાંચ હજાર વર્ષ પછી પણ એ રહેશે. સત્ય હંમેશાં સત્ય જ રહે છે, પ્રેમ કે કરુણા ભૂતકાળમાં જેટલા શાતાદાયક હતા એટલાં જ આપે છે. સયમની જરૂર હમેશા રહેવાની. ધર્મ આજે પણ પ્રસ્તુત છે, કારણ કે ધર્મ શાશ્વત છે, ધર્મના રૂપ અને પ્રકાર અનેક છે, વ્યાખ્યાઓ વિવિધ છે. ઉપનિષદની ઉક્તિ છે . સદ્ વિપ્રા વહુઘા વનિત્ત- એક જ સત્યને જ્ઞાનીઓ વિવિધ રૂપે વદે છે. જૈન તત્વચિંતકો વસ્તુના અનંત ધર્મોની વાત કરે છે આ પૃથ્વી ઉપર જગતસ્વરૂપની તાત્ત્વિક વ્યાખ્યાઓ ભિન્ન ભિન્ન રૂપે થતી આવી છે. તત્ત્વચિંતકો કોરી તત્ત્વચર્ચા જ નથી કરતા, તેને અનુસરતી કોઈ જીવનચર્યા પણ પ્રબોધતા હોય છે. આમ, ચર્ચા અને ચર્યા – બને ભૂમિકાએ જુદા જુદા દષ્ટિકોણ ધરાવતી અનેક ધર્મપરંપરાઓ વિકસી જૈન ધર્મ આવી પ્રાચીન ધર્મપરપરાઓમાંની એક પરંપરા છે એ કોઈ એક વ્યક્તિએ સ્થાપેલો ધર્મ નથી ભગવાન મહાવીર તો આ પરંપરાના અંતિમ તીર્થકર હતા, જેમણે અઢી હજાર વર્ષ પૂર્વે ધર્મની ફરી એકવાર વ્યાખ્યા કરી. જૈન પરંપરાનું ધર્મદર્શન તથા ધર્મજીવન પોતાની આગવી ભાત ધરાવે છે. તત્ત્વચર્ચામાં તે અનેકાતની ઉદાર દષ્ટિ અપનાવે છે તો જીવનચર્યામા એ આંતર-બાહ્ય શુદ્ધિનો દઢ આગ્રહ રાખે છે. કોઈ પણ કથનમાં અને કોઈના પણ કથનમાં રહેલા સત્યાંશોને સ્વીકારવાની હિંમત અનેકાંત દષ્ટિમાં છે. એવી રીતે, માનવ કર્તવ્યની, જીવનવિકાસની અને મુક્તિસાધનાની વિવિધ ભૂમિકાએ ઊભેલી VILI Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 281