Book Title: Saman suttam Jain Dharmasara
Author(s): Bhuvanchandra
Publisher: Jain Sahitya Academy

View full book text
Previous | Next

Page 10
________________ વ્યક્તિઓ માટે તેમની ભૂમિકાને સુસંગત આદર્શો અને તેના સાધક ઉપાયોનું વિગતવાર તથા વ્યવહારુ આયોજન પણ આ ધર્મપરંપરા પાસે છે ભારતના અર્વાચીન ઋષિ શ્રી વિનોબાજીને ભગવાન મહાવીરની અનેકાંતદષ્ટિ ગમી ગઈ હતી વિવિધ ધર્મનો સાર રજૂ કરતાં “ખ્રિસ્તીધર્મસાર', “કુરાનસાર” વગેરે પુસ્તકો તેમની પ્રેરણાથી તૈયાર થયાં 'સમણસુરં’ નામનો પ્રસ્તુત ગ્રંથ પણ તેમની પ્રેરણાથી જ અસ્તિત્વમાં આવ્યો આ ગ્રંથનું સંકલન કરવા માટે જૈનોના બધા ફિરકાના મુનિઓ તથા વિદ્વાનો એકઠા થયા, અને તે વિનોબાજી જેવા “અ-જૈન' સંતની પ્રેરણાથી, એ અનેકાંતવાદની સમન્વયશક્તિની પ્રતીતિ કરાવતી આ સદીની નેત્રદીપક ઐતિહાસિક ઘટના હતી. જૈન તત્ત્વદર્શન, જૈન ધર્મજીવન અને ભગવાન મહાવીરના ધર્મબોધનો પ્રમાણભૂત અને સારભૂત પરિચય આપતો આ ગ્રંથ અનેક રીતે વિશિષ્ટ છે. આ ગ્રંથનો ગુજરાતી અનુવાદ કરવાનો મોકો મને મળ્યો તેને હું મારું મોટું સદભાગ્ય સમજું છું. અનુવાદના નિમિત્તે આ ગ્રંથનો વિશેષ લક્ષ્યપૂર્વક સ્વાધ્યાય કરવાનું બન્યુ ને એ દરમ્યાન, ધર્મની કોઈ કોઈ વાતનો નવો મર્મ હાથ લાગવાની ક્ષણોમાં જે અપાર્થિવ આનંદે હૃદયને રોમાંચિત કર્યું તેણે આ લેખનકાર્યને મારા માટે વરદાનરૂપ સિધ્ધ કરી દીધું પરંતુ આ બધાની પાછળ ખરેખરા નિમિત્ત તો છે સ્વાધ્યાયનિષ્ઠ, જ્ઞાનોપાસક શ્રી માવજીભાઈ સાવલા તત્ત્વજ્ઞાનના પ્રાધ્યાપક મટીને તત્ત્વના ગવેષક બની ગયેલા શ્રી માવજીભાઈના સૂચન અને આગ્રહવશ મે આ કાર્ય હાથમાં લીધું દરેક તબક્કે તેમની વ્યવહારુ, અભ્યાસપૂર્ણ અને મૂલ્યવાન સલાહ મળતી રહી. અનુવાદને સાધંત તપાસી જઈને ભાષાકીય દષ્ટિએ અને મુદ્રણની દષ્ટિએ મઠારવાનું કામ પણ તેમણે પ્રેમભાવે કર્યું છે હું જાણું છું કે આભારની ઔપચારિકતા તેમને નહિ ગમે. આ શ્રુતારાધનામાં તેમનો સંગાથ મને મળ્યો એનો આનંદ જ માત્ર અહી વ્યક્ત કરુ છું હવે આ અનુવાદ અગે જૈન-જૈનેતર કોઈ પણ સામાન્ય વાચક જૈન ધર્મનું આવું પુસ્તક પહેલીવાર વાંચતો હોય તેને આનું વાંચન સુગમ લાગે, રસ જળવાઈ રહે અને પ્રેરણાદાયી નીવડે એ રીતે અનુવાદ કરવાનો પ્રયત્ન મે કર્યો છે. અપરિચિત પારિભાષિક શબ્દોનો ઉપયોગ શક્ય એટલો ઓછો થાય એવી કોશીશ કરી છે. એવા શબ્દો વાપરવાની જરૂર જણાઈ ત્યા એ શબ્દોના સરળ અર્થ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 281