Book Title: Saman suttam Jain Dharmasara Author(s): Bhuvanchandra Publisher: Jain Sahitya Academy View full book textPage 8
________________ અણુવ્રત આંદોલનના પ્રવર્તક શ્રી તુલસીજી અને ઉપાધ્યાય શ્રી વિદ્યાનંદજીએ સૌને ઉત્સાહિત કરી કામને આગળ વધારવામા મદદ કરી છે. સાહુ શાંતિપ્રસાદ જૈન, એમનાં પત્ની શ્રીમતી રમારાણી જૈન તથા શ્રી પ્રભુદયાલ ડાભડીવાળા વગેરેએ પણ સંગીતિને સફળ બનાવવામાં કીમતી સહકાર આપ્યો છે ઉપાધ્યાય કવિરત્ન અમર મુનિજી, મુનિશ્રી યશોવિજયજી વગેરેએ પણ આ પ્રયાસોનું સમર્થન કર્યુ અને અનેક સૂચનો આપી મદદ કરી. સર્વ સેવા સંઘના શ્રી રાધાકૃષ્ણ બજાજ, કૃષ્ણદાસ મહેતા અને જમનાલાલ જૈન તથા માનવમુનિજી વગેરેએ પોતપોતાની રીતે ઘણી મદદ કરી છે. વારાણસીના પાર્શ્વનાથ વિદ્યાશ્રમ શોધ સંસ્થાન તરફથી સ્યાદ્વાદ જૈન મહાવિદ્યાલયમાંથી સેકડો ગ્રંથોની મદદ લેવાઈ છે. આ બધાની પાછળ રહેલ ક્ષીણકાય પરંતુ આત્મ-પ્રકાશી બ્ર॰ જિનેન્દ્ર વર્ણીજીની અદ્ભુત મહેનતનો ઉલ્લેખ ફરી કર્યા વગર આ પૂરુ ન કરાય પૂ. વિનોબાજીની પ્રેરણા એમના દિલને અડી ગઈ અને એમણે કામ માથે લીધુ એમનો આભાર ફરી ફરીને માનવાનું મન થાય છે. (ગુજરાતી પ્રથમ આવૃત્તિના ‘પ્રકાશકીય’માથી તારવીને.) Jain Education International VII For Private Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 281