Book Title: Saman suttam Jain Dharmasara
Author(s): Bhuvanchandra
Publisher: Jain Sahitya Academy

View full book text
Previous | Next

Page 7
________________ વિનોબાની વાત વસી વર્ણીજીની અખૂટ ધીરજ અને પરાકાષ્ટાના પરિશ્રમે આ ગ્રથને સભવિતતાની ક્ષિતિજમાં આણી દીધો પ્રારંભિક સકલન વજીએ કર્યું તે “જૈન ધર્મ સાર”ના નામે પ્રકાશિત કરવામાં આવ્યું એની હજારેક નકલો જૈનધર્મી તેમ જ જૈનેતર સાધુઓ તથા વિદ્વાનોને મોકલવામાં આવી. જે બધા સુધારા અને સૂચનો આવ્યા તેનો આધાર લઈને બીજું સંકલન શ્રી દલસુખભાઈ માલવણિયાએ કર્યું સત કાનજી સ્વામીની પ્રેરણાથી ડૉ હુકુમીચદ ભારિë ઘણી ગાથાઓ સૂચવી ઉદયપુરવાળા ડૉ કમલચંદજી સોગાણીએ પણ અનેક સૂચનો કર્યા આ તમામનું અધ્યયન કરીને વર્ણીજીએ ત્રીજું સંકલન કર્યું તે “જિણધમ્મ”ના નામે છપાયુ જૈન ધર્મીઓની છેલ્લી બે હજાર વરસોમા થઈ નહોતી તેવી સગીતિનું આહુવાન કરવામાં આવ્યું એમાં જૈનધર્મના તમામ સંપ્રદાયોના મુનિઓ અને અગ્રગણ્ય શ્રાવકોની હાજરી હતી એ સગીતિ સમક્ષ “જિણધ...” સકલન રજૂ થયું. દિલ્હીમાં મળેલી એ સગીતિનું અધિવેશન બે દિવસ સુધી ચાલ્યુ કુલ બાર બેઠકો થઈ. ચાર બેઠકોમાં ચાર આમ્નાયોના મુનિઓ અધ્યક્ષપદે વારાફરતી બેઠા-મુનિશ્રી સુશીલ કુમારજી, મુનિશ્રી નથમલજી, મુનિશ્રી જનક વિજયજી , તથા ઉપાધ્યાય મુનિશ્રી વિદ્યાનંદજી ચાર બેઠકોને આચાર્ય શ્રી તુલસીજી, આચાર્યશ્રી ધર્મસાગરજી, આચાર્યશ્રી વિજયસમુદ્રસુરિજી તથા આચાર્યશ્રી દેશભૂષણજીના આશીર્વાદ પ્રાપ્ત થયા ગ્રથનુ અંતિમ પ્રારૂપ ચારે અધ્યક્ષોની સહાયતાથી શ્રી જિનેન્દ્ર વર્ણિજીએ તૈયાર કર્યું આમ જે સકલન તૈયાર થયું તે અતિમ અને સર્વમાન્ય છે અને શુદ્ધ અને પરિપૂર્ણ બનાવવામા મુનિશ્રી નથમલજી તથા શ્રી દલસુખભાઈ માલવણિયાજીનો હાથ વિશેષરૂપ છે. ડૉ એ એન ઉપાધ્ય, ડૉ. દરબારીલાલજી કોઠિયા વગેરે વિદ્વાનોએ પણ ઘણી મદદ કરી છે ગાથાઓની શુદ્ધિમાં પડિત કેલાશચંદ્રજી શાસ્ત્રી, પડિત બેચરદાસજી દોશી અને મુનિશ્રી નથમલજીએ ભારે પરિશ્રમ કર્યો છે પંડિત બેચરદાસજીએ એક એક શબ્દને ચકાસીને સંસ્કૃત છાયાનું સંશોધન અને પરિમાર્જન કર્યુ છે આ બધા વિદ્વાનોના પુરુષાર્થોને પ્રેરવામાં અને પછી એમને પોઈને એક સંપૂર્ણ માળા રચવામાં સૂત્રરૂપે પૂ. વિનોબાજીનું પ્રત્યક્ષ તથા પરોક્ષ માર્ગદર્શન આરભથી અંત સુધી રહ્યું છે એ વાતનો ઉલ્લેખ કરતાં પણ સંકોચ થાય છે, છતાં અનિવાર્ય કર્તવ્યરૂપે અહી કરીએ છીએ VI Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 281