Book Title: Saman suttam Jain Dharmasara
Author(s): Bhuvanchandra
Publisher: Jain Sahitya Academy

View full book text
Previous | Next

Page 11
________________ કૌસમાં અથવા ગાચાર્યની નીચે અલગ દર્શાવ્યા છે એવી જ રીતે, જ્યા આવશ્યકતા જણાઈ ત્યા ગાથાનો ભાવાર્થ કે સ્પષ્ટીકરણ ગાથાની નીચે આપ્યા છે. “સમણસુત્ત મા જે જે પ્રાચીન આગમ આદિ ગ્રંથોમાથી ગાથાઓ લેવામાં આવી છે તે મૂળ ગ્રથો, અનુવાદ કરતી વખતે જોવાનું શક્ય નથી બન્યું. અલબત્ત, સંસ્કૃત છાયા તથા અગાઉના હિંદી-ગુજરાતી અનુવાદો ઉપયોગી થયા છે અનુવાદમાં ક્યાંય સદર્ભ, વિવરણ કે ભાવાર્થમાં કચાશ જેવું અભ્યાસીઓને જણાય તો તેઓ કૃપયા જરૂર જણાવે. ગ્રંથના અંતે અકારાદિવિષય સૂચિ અને પારિભાષિક શબ્દકોષ નવાં તૈયાર કરીને આપ્યાં છે. શબ્દકોશમાં આ અનુવાદમાં વપરાયેલા પારિભાષિક શબ્દોના વ્યાપક અને લોકભોગ્ય અર્થો જ આપ્યા છે. આ અનુવાદના પ્રકાશન માટે જૈન સાહિત્ય અકાદમીના ટ્રસ્ટીગણે પ્રથમથી જ ઉત્સુકતા રાખી છે અને સારી એવી પ્રતીક્ષા પણ કરી છે તેમની ઉન્નત ભાવનાનું અને શ્રુતસેવાનું અનુમોદન કરું છું. જૈન ધર્મના બીજભૂત વિચારોને શાસ્ત્રીય ઢબે અને સુસકલિત સારાશરૂપે સમજવા માટે આ ગ્રંથ જૈનો તથા જૈનેતરોને એકસરખો સહાયક બને એવો છે. જૈન ધર્મદર્શનના એક પાઠયપુસ્તકરૂપે આ ગ્રંથનો વ્યાપક ઉપયોગ થાય અને વધુને વધુ લોકો ભગવાન મહાવીરના ધર્મમાર્ગથી પરિચિત થાય એ જ મંગળ કામના – મુનિ ભુવનચંદ્ર દેવલાલી આસો સુદ ૫ વી. નિ. ૨૫૨૦ તા. ૯-૧૦-૯૪ રવિવાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 281