Book Title: Samadhi Sadhna
Author(s): Ravjibhai C Desai
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 5
________________ એક વાર જે સમાધિમરણ થયું તે સર્વ કાળનાં અસમાધિમરણ ટળશે. જીવતાં મરાય તે ફરી ન કરવું પડે. એવું મરણ ઈચ્છવા ગ્ય છે. તેને તું બેધ પામ કે જેનાથી સમાધિમરણની પ્રાપ્તિ થાય.” –શ્રીમદ્ રાજચંદ્ર मनोलयानास्ति परो हि योगो । ज्ञानं तु तत्त्वार्थविचारणाश्च । समाधिसौख्यान्न परं च सौख्यं, સંસારસા તહેવ –હદયપ્રદીપ વિષયમાં જતા મનને રોકીને પરમાત્મસ્વરૂપમાં લીન કરવું, આત્મનિમગ્ન કરવું, એનાથી અધિક બીજો કોઈ વેગ નથી. તત્વાર્થવિચારણાથી અધિક બીજું જ્ઞાન નથી, અને સમાધિસુખથી અધિક બીજું કેઈ સર્વશ્રેષ્ઠ સુખ નથી. આ ત્રણ જ સંસારમાં સારરૂપ સર્વોત્તમ છે. | માટે સમાધિસુખ એ જ સર્વોપરી અદ્વિતીય સુખ છે અને તેથી જ સર્વ જ્ઞાનીઓને સમાધિ પ્રાપ્ત કરવાને જ ઉપદેશ છે. શ્રીમદ્ લઘુરાજ સ્વામી (પ્રભુશ્રીજી) સમીપ સભામાં એક વાર મુનિશ્રી મેહનલાલજીએ પ્રશ્ન કર્યો. “મુનિશ્રી મેહનલાલજી–પ્રભુ, મરણ વખતે કઈ જીવને ખબર પડે કે કોઈને ન પણ પડે પણ તે વખતે શું અવશ્ય કરીને કરી લેવું ઘટે છે? શી વાતમાં ઉપયોગ જેડ જોઈએ? શું લક્ષ રાખવું જોઈએ?

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 344