Book Title: Samachari Prakaran Part 02 Author(s): Pravinchandra K Mota Publisher: Gitarth Ganga View full book textPage 9
________________ સામાચારી પ્રકરણ ભાગ-૨/પ્રાસ્તાવિક મૂક્યો, તેને સંકલના કરવારૂપે હું તો માત્ર નિમિત્ત જ બની છું. એટલું જ નહીં, આવા મહાઉપકારક યોગગ્રંથોની સંકલનાની પ્રવૃત્તિથી મારી નાદુરસ્ત તબિયતમાં સતત પ્રસન્નતા જળવાઈ રહી, સંવેગની વૃદ્ધિ થઈ અને અશાતાવેદનીય કર્મના ઉદયમાં ઊભા થતા શારીરિક પ્રશ્નોમાં આર્તધ્યાનથી બચી શકી અને સ્વાધ્યાયમાં મનને સતત સ્થિર રાખી સંવેગના માધુર્યનો રસાસ્વાદ માણી શકી છું. મારા જીવનમાં ચિત્તની પ્રસન્નતા માટે સ્વાધ્યાયરૂપ સંજીવનીએ ઔષધનું કાર્ય કરેલ છે. આ ગ્રંથના પ્રૂફ સંશોધનના કાર્યમાં તથા ભાષાકીય સુધારા-વધારા વગેરે માટે અનેક પ્રશ્નો કરીને ગ્રંથ સુવાચ્ય બને તેના માટે મૃતોપાસક, શ્રુતભક્તિકારકસુશ્રાવક શાંતિભાઈનોવિશેષ સહયોગ પ્રાપ્ત થયો છે અને તેઓએ પણ પોતાને આવા ઉત્તમ ગ્રંથરત્નના સ્વાધ્યાયની અને વાંચનની અમૂલ્ય તક સાંપડી તે બદલ ધન્યતા અને ઉપકૃતતાની લાગણી અનુભવેલ છે અને સાધ્વીજી આર્જવરત્નાશ્રીનોઆ ગ્રંથના સર્જનમાં સુંદર સહાયકભાવ પ્રાપ્ત થયો છે. ગુરુકૃપા, શાસ્ત્રકૃપા અને ગ્રંથકારશ્રીની કૃપાથી આ બૃહત્કાર્યરૂપ ગ્રંથરચનાનો પ્રયાસ સફળ થયો છે, અને આ ગ્રંથનિર્માણ દ્વારા ઈચ્છું છું કે, મારા જીવનમાં “આ સામાચારીના સેવનથી ચિત્તનું એવું નિર્માણ થાય કે જગતનાં નિમિત્તો ઉપદ્રવ ન મચાવી શકે અને મન-વચન-કાયાના યોગો સુદઢપણે આજ્ઞાનુસાર પ્રવર્તે તેનું વીર્ય ઉસ્થિત થાય, અને આ લેખન અનુભવમાં પલટાય કે જેથી આત્મગુણોની અનુભૂતિમાં રમણતા કરું.” આ બૃહત્કાય ગ્રંથના વિવરણમાં કે સંકલન-સંશોધનાદિ કાર્યમાં સર્વજ્ઞકથિત પદાર્થોનું ક્યાંય અવમૂલ્યન ન થઈ જાય તે માટે પૂરો પ્રયત્ન કરેલ હોવા છતાં છદ્મસ્થતાને કારણે કોઈ ત્રુટિ રહી હોય અગર તરણતારણ શ્રી જિનેશ્વરદેવોની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારના આશયવિરુદ્ધ ક્યાંય પદાર્થનું નિરૂપણ થયેલ હોય તો મિચ્છા મિ દુક્કર્ડ” માંગુ અને શ્રુતવિવેકીજનો તેનું પરિમાર્જન કરે એમ ઈચ્છું છું. પ્રાંતે સ્વઅધ્યાત્મની નિર્મળતા માટે કરાયેલ આ પ્રયાસ સ્વપર ઉપકારક બને અને મને આવા ઉત્તમ ગ્રંથરત્નના સ્વાધ્યાયની જે તક મળી, તેના દ્વારા જે પુણ્યોપાર્જન થયું હોય તેના પ્રભાવે, ભવ્ય મુમુક્ષુ સાધકો આ ગ્રંથનું પઠન-પાઠન-શ્રવણ-ચિંતન-મનન-નિદિધ્યાસન કરી સામાચારીના યથાશક્ય પાલન દ્વારા સંયમજીવનમાં સામાચારી આત્મસાત્ કરે, તેમાં અનુરક્ત બને અને ઉત્તરોત્તર અધ્યાત્મભાવને વિકસાવી, આંતરિક માર્ગને ઉઘાડી, વહેલી તકે પરમાનંદપદને પ્રાપ્ત કરી અક્ષય અનંતગુણના સ્વામી બને, એ જ સદાની શુભકામના. પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ ૧૦૦મી ગાથામાં સારભૂત સ્વલ્પ ઉપદેશ આપતાં કહ્યું કે, “વધારે કહેવાથી શું? સામાચારીપાલનની ક્રિયામાં જે જે રીતે રાગ-દ્વેષ શીધ્ર વિલીન થાય, તે તે રીતે પ્રયત્ન કરવો જોઈએ, આ જિનેશ્વરોની આજ્ઞા છે.” આ લક્ષ્યને સામે રાખી રાગ-દ્વેષના ક્ષયનું કારણ બને તે રીતે સામાચારીમાં યત્ન કરી હું પણ બોધિબીજને પ્રાપ્ત કરું, એ જ અભ્યર્થના. ‘શુમં મવતુ’ પોષ વદ-૭, વિ. સં. ૨૦૬૦ વૈરાગ્યવારિધિ ૫. પૂ. ભક્તિસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર તા. ૧૪-૧-૨૦૦૪ ગચ્છાધિપતિ પ. પૂ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાના આજ્ઞાવર્તિની સાધ્વીજી ૩૦૨, વિમલ વિહાર, જય-લાવણ્ય-હેમશ્રીજી મ. સા.ના શિષ્યા તપસ્વીરત્ના, સ્વાધ્યાયપ્રિયા, સરસ્વતી સોસાયટી, પાલડી, ૫. પૂ. સા. સુરેન્દ્રશ્રીજી મ. સા.ના શિષ્યા સાધ્વીશ્રી બોધિરત્નાશ્રીજી અમદાવાદ-૩૮૦૦૦૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 274