Book Title: Samachari Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 10
________________ સામાચારી પ્રકરણ ભાગ-૨/પદાર્થોની સંક્ષિપ્ત સંકલના સામાચારી પ્રકરણ’ ગ્રંથ શબ્દશઃ વિવેચન ભાગ-૨ના પદાર્થોની સંક્ષિપ્ત સંકલના સામાચારી પ્રકરણના પ્રથમ ભાગમાં દશવિધ સામાચારીમાંથી છ સામાચારીનું વર્ણન કરાયું. હવે બાકીની ચાર સામાચારીનું વર્ણન બીજા ભાગમાં કરેલ છે. (૭) પ્રતિપૃચ્છા સામાચારી: સંયમી સાધુ હંમેશાં ગુણવાનને પરતંત્ર હોય છે, તેથી કોઈપણ કાર્ય કરવું હોય તો ગીતાર્થને પૂછીને કરે છે. ગીતાર્થને પૂછ્યા પછી તે કાર્ય તરત કરવાનું હોય તો તે પ્રમાણે કરે; આમ છતાં, કોઈક એવા સંયોગમાં તરત તે કાર્ય ન થાય અને વિલંબનથી તે કાર્ય કરવું પડે તેમ હોય તો ફરી તે કાર્ય વિષે ગુરુને પૃચ્છા કરે છે, તે પ્રતિપૃચ્છા સામાચારી છે. વળી, કોઈ કાર્ય ગુરુએ અમુક કાળ પછી કરવાનું કહ્યું હોય તો તે કાર્ય કરતાં પહેલાં ગુરુને તે કાર્ય વિષે ફરી પણ પૃચ્છા કરે, તે પણ પ્રતિપૃચ્છા સામાચારી છે. વળી, કોઈક કાર્ય ગુરુએ કરવાનું કહ્યું હોય અને તે કાર્ય કરવા અર્થે મંગલપૂર્વક જવા માટે તૈયાર થાય અને કોઈ અમંગળસૂચક પ્રસંગે ઉપસ્થિત થાય તો ફરી બીજી વખત મંગલ કરે. આમ છતાં અમંગલ ઉપસ્થિત થાય ત્યારે તે કાર્ય વિષયક ફરી ગુરુને પૃચ્છા કરવામાં આવે છે, તે પણ પ્રતિપૃચ્છા સામાચારી છે. (૮) છંદના સામાચારી : સાધુ સંયમની વૃદ્ધિ અર્થે આહારદિલાવ્યા હોય, ત્યારે ગુણવાનની ભક્તિ કરવા અર્થે ગુરુની આજ્ઞા લઈને, સાધુઓની યોગ્યતાના અતિક્રમ વગર, તે આહારાદિ ગ્રહણ કરવા માટે તેમને નિમંત્રણ કરે તે છંદના સામાચારી છે. છંદના સામાચારીના વર્ણનમાં, પોતાના લાવેલા આહારમાંથી કયા અધ્યવસાયથી અન્ય સાધુઓની ભક્તિ કરનાર છંદકને નિર્જરા પ્રાપ્ત થાય, કયા અધ્યવસાયથી ભક્તિ સ્વીકારનાર છંઘને પણ નિર્જરા પ્રાપ્ત થાય, વળી કયા અધ્યવસાયથી ભક્તિ કરનાર છંદકને કર્મબંધ થાય અને કયા અધ્યવસાયથી ભક્તિ સ્વીકારનાર છંદ્યને પણ કર્મબંધ થાય તે છંદના સામાચારીના વર્ણનમાં યુક્તિથી બતાવેલ છે. તેથી નિર્જરા માટે કયા પ્રકારના અધ્યવસાય આવશ્યક છે તેનો બોધ થાય છે, અને તે અધ્યવસાય ન હોય તો ઉત્તમ એવી છંદના સામાચારીનું પાલન પણ કઈ રીતે કર્મબંધનું કારણ બને છે, તેનો પણ બોધ થાય છે. એટલું જ નહિ, એ નિયમ મુજબ અન્ય પણ સર્વ સામાચારી વિવેકપૂર્વકની હોય તો નિર્જરાનું કારણ બને છે અને બોધના અભાવના કારણે અવિવેકવાળી થવાથી તે સામાચારી કર્મબંધનું કારણ બને છે, તેનો પણ બોધ છંદના સામાચારીના વર્ણનથી પ્રાપ્ત થાય છે. (૯) નિમંત્રણા સામાચારી:નિમંત્રણા સામાચારી છંદના સામાચારી જેવી છે. તેમાં સમાનતા એ છે કે આ બન્ને સામાચારીમાં આહારાદિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 274