Book Title: Samachari Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 11
________________ સામાચારી પ્રકરણ ભાગ-૨/પદાર્થોની સંક્ષિપ્ત સંકલના માટે અન્ય સાધુઓને નિમંત્રણ કરાય છે. જ્યારે આ બન્ને સામાચારી વચ્ચે ભેદ એટલો છે કે, નિમંત્રણા સામાચારીમાં આહારાદિ લાવ્યા પહેલાં ગુરુને પૂછીને અન્ય સાધુઓ માટે આહારાદિ લાવી આપવા માટે નિમંત્રણા કરાય છે; જ્યારે છંદના સામાચારીમાં આહારાદિ લાવ્યા પછી ગુરુની આજ્ઞા લઈને ગુણવાનની ભક્તિ કરવા માટે આહારાદિ ગ્રહણ કરવા માટે નિમંત્રણ કરાય છે. સાધુને સંયમવૃદ્ધિ માટે અત્યંત અપ્રમાદ કરવાનો છે, અને જે સાધુ સ્વાધ્યાય આદિ દ્વારા સંયમને અનુકૂળ ભાવોની વૃદ્ધિ કરી શકે છે, તે સાધુ સ્વાધ્યાય આદિમાં યત્ન કરીને ગ્રાન્ત થયેલા હોય ત્યારે તે સ્વાધ્યાય આદિ કૃત્ય દ્વારા અપ્રમાદની વૃદ્ધિ કરી શકતા નથી, તોપણ અપ્રમાદની વૃદ્ધિ અર્થે ગુણવાન એવા સાધુઓની વૈયાવચ્ચ કરીને અપ્રમાદની વૃદ્ધિના અભિલાષવાળા બને છે. તેવા સાધુ આહારાદિ લાવ્યા પહેલાં ગુરુને પૃચ્છા કરીને જે સાધુઓની સંયમવૃદ્ધિમાં પોતે નિમિત્ત બની શકે તેવું જણાય, તેમની વૈયાવચ્ચ અર્થે આહારાદિ લાવી આપવા નિમંત્રણ કરે છે, તે નિમંત્રણા સામાચારી છે. આ સામાચારીના પાલનથી ગુણવાનની ભક્તિનો અધ્યવસાય ઉલ્લસિત થાય છે અને તેનાથી પોતાના સંયમના કંડકોની વૃદ્ધિ થાય છે. સ્વાધ્યાય આદિથી થાકેલા સાધુને વૈયાવચ્ચમાં ઉદ્યમ કરવાનો અભિલાષ કેમ થાય છે ? અને સાધુને અવિચ્છિન્ન મોક્ષની આકાંક્ષા કેમ ટકેલી હોય છે ? અને મોક્ષના ઉપાયને છોડીને અન્ય કોઈ ઉપાયની પ્રવૃત્તિ સાધુ કેમ કરતા નથી ? અને પ્રતિ ક્ષણ મોક્ષના ઉપાયને સેવીને સંયમના કંડકોની વૃદ્ધિ કેમ કરી શકે છે ? એ બધી વાત યુક્તિથી ગાથા-૯૩માં બતાવેલ છે. સાધુને કયા પ્રકારનો ઉપદેશ સ્થિરભાવરૂપે પરિણમન પામેલો છે, જેના કારણે અવિચ્છિન્ન મોક્ષની ઈચ્છા વર્તે છે? જેથી એક ક્ષણ પણ પ્રમાદ કર્યા વિના યાવત્ જીવન અસ્મલિત મોક્ષના ઉપાયમાં પ્રવૃત્તિ કરી શકે છે ? એ વાત ગાથા-૬૪-૬૫ થી બતાવેલ છે. વળી, અવિચ્છિન્ન મોક્ષની ઈચ્છાવાળા અપ્રમાદી સાધુને પણ કયા મોક્ષના ઉપાયમાં ઈચ્છા ઉચિત છે? અને કયા મોક્ષના ઉપાયમાં ઈચ્છા ઉચિત નથી ? તે વાત યુક્તિથી ગાથા-૬૭માં બતાવેલ છે. (૧૦) ઉપસંપ સામાચારી - સ્વગચ્છમાં ઉપલબ્ધ જ્ઞાન ભણી લીધું હોય તેવા ગીતાર્થ સાધુને અધિક જ્ઞાનની પ્રાપ્તિ અર્થે કે દર્શનશાસ્ત્રના ગ્રંથો ભણવા અર્થે અન્ય આચાર્યનો આશ્રય કરવામાં આવે છે, અને તે અન્ય આચાર્યની નિશ્રામાં રહીને નવા જ્ઞાનને ભણવા માટે રહે કે દર્શનશાસ્ત્રો ભણવા માટે રહે, ત્યારે તેટલા કાળ માટે જે નવા આચાર્યનું આશ્રયણ કરે, તે જ્ઞાનઅર્થક અને દર્શનાર્થક ઉપસંપદ્ સામાચારી છે. વળી, સ્વગચ્છમાં પ્રમાદી સાધુઓ હોય તો તેઓની વૈયાવચ્ચ કરવી ઉચિત નથી. તેથી વૈયાવચ્ચમાં કુશળ એવા સાધુ નિર્જરા અર્થે, જે ગચ્છ સંયમમાં અપ્રમાદી છે તેવા ગચ્છની વૈયાવચ્ચ કરવા માટે અન્ય આચાર્યનો આશ્રય કરે તે “ચારિત્ર ઉપસંપદ્ સામાચારી” છે. વળી, વિશેષ પ્રકારના તપ અર્થે કે અનશન અર્થે સાધુ અન્ય આચાર્યનો આશ્રય કરે, જેથી તે ગચ્છમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 274