Book Title: Samachari Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
સામાચારી પ્રકરણ ભાગ-૨/પદાર્થોની સંક્ષિપ્ત સંકલના
રહીને તપ દ્વારા પોતે વિશેષ નિર્જરા કરી શકે અને તે ગચ્છના સાધુઓ પણ આ મહાત્માની વૈયાવચ્ચ કરીને નિર્જરા પ્રાપ્ત કરી શકે, તે માટે અન્ય ગચ્છના આચાર્યનું આશ્રયણ કરવું, તે પણ “ચારિત્ર ઉપસંપદ્ સામાચારી” છે.
વળી, સાધુઓ પાંચ મહાવ્રતધારી છે, તેમાં ત્રીજું મહાવ્રત અદત્તાદાન વ્રત છે. તે ત્રીજા મહાવ્રતના રક્ષણ માટે સાધુએ કોઈપણ સ્થાનમાં વસવું હોય કે ક્ષણભર ઊભા રહેવું હોય તોપણ તે સ્થાનનો સ્વામી પાસે યાચના કર્યા વિના ઊભા રહે કે બેસે તો ત્રીજા મહાવ્રતમાં દોષ લાગે. તેના પરિવાર અર્થે સાધુ જે ગૃહસ્થ પાસે વસતિની યાચના કરે છે, તે “ગૃહસ્થ ઉપસંપદ્ સામાચારી” છે.
આથી એ પ્રાપ્ત થાય કે, જ્ઞાનવૃદ્ધિ માટે અન્ય આચાર્યનું આશ્રયણ કરે તે “જ્ઞાન ઉપસંપ સામાચારી” છે, દર્શનશાસ્ત્ર ભણવા માટે અન્ય આચાર્યનું આશ્રયણ કરે તે “દર્શન ઉપસંપ સામાચારી” છે અને વૈયાવચ્ચ કરવા અર્થે કે વિશિષ્ટ તપ કરવા અર્થે કે અનશન કરવા અર્થે અન્ય આચાર્યનું આશ્રયણ કરે, તે “ચારિત્ર ઉપસંપ સામાચારી” છે. ત્રીજા મહાવ્રતના રક્ષણ માટે વસતિની યાચના કરીને ગૃહસ્થની વસતિમાં સાધુ રહે તે “ગૃહસ્થ ઉપસપ સામાચારી” છે.
જે સાધુ આધ્યાત્મિકભાવોને પ્રગટ કરવા અર્થે અત્યંત યત્નવાળા હોય, તેવા સાધુ આ દશવિધ સામાચારીનું પાલન કરીને સંયમના કંડકોની વૃદ્ધિ કઈ રીતે કરે છે, અને આવા અપ્રમાદી સાધુ ક્યારેક અનાભોગવાળા હોય, ત્યારે તેઓની સામાચારીની પ્રવૃત્તિ કઈ રીતે લક્ષ તરફ જાય છે, અને આ સામાચારીનું પાલન શુકુલધ્યાનનું કઈ રીતે કારણ બને છે, તેની યુક્તિઓ ગાથા-૯૯માં બતાવેલ છે, જે જિજ્ઞાસુએ ત્યાંથી જાણવા યત્ન કરવો.
૧૦૦મી ગાથામાં દસે સામાચારીઓના પાલનનું સારભૂત રહસ્ય શું છે, તે બતાવીને કઈ રીતે સામાચારીમાં યત્ન કરવાથી કલ્યાણની પરંપરા પ્રાપ્ત થાય, તે બતાવેલ છે.
અંતે ૧૦૧મી ગાથામાં આ ગ્રંથની રચના કરીને અને આ ગ્રંથરચના દ્વારા શ્રી વીર ભગવાનની સ્તુતિ કરીને, ગ્રંથકારશ્રી વીર ભગવાન પાસે પોતાને જે ફળ ઈષ્ટ છે તેની પ્રાર્થના કરે છે.
મારાથી છદ્મસ્થતાને કારણે પ્રસ્તુત લખાણમાં વીતરાગ ભગવંતની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ અજાણતાં કાંઈ પણ લખાયું હોય તો તે બદલ ત્રિવિધ ત્રિવિધ મિચ્છા મિ દુક્કડ' માંગું છું.
છે ‘શુમં મuતુ છે
- પ્રવીણચંદ્ર ખીમજી મોતા
મહા વદ-૧૦, વિ. સં. ૨૦૬૦ તા. ૧૫-૨-૨૦૦૪ ૩૦૨, વિમલ વિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 274