Book Title: Samachari Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 8
________________ સામાચારી પ્રકરણ ભાગ-૨/પ્રાસ્તાવિક ‘સામાથારી પ્રsણ’ગ્રંથ-શબ્દશઃ વિવેચનભાગ-૨ના સંક્લન-સંપાદનની વેળાએપ્રાસ્તાવિક ઉપકારીઓના ઉપકારનું સ્મરણ ઃ -: येन ज्ञानप्रदीपेन निरस्याभ्यंतरतमः । ममात्मा निर्मलीचक्रे तस्मै श्रीगुरवे नमः ।। : ‘સ્વાન્તઃ સુલાય’ - આરંભ કરેલ, ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજ દ્વારા સ્વોપજ્ઞ ટીકાયુક્ત ‘સામાચારી પ્રકરણ’ ગ્રંથ શબ્દશઃ વિવેચન ભાગ-૧ પ્રકાશિત થયા પછી ટૂંક સમયમાં યોગમાર્ગ સંદર્શક ગુરુવર્યોની સતત વસતી દિવ્ય કૃપાવૃષ્ટિ અને નિર્મળ અમીદૃષ્ટિથી ‘સામાચારી પ્રકરણ’ ગ્રંથ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ‘ગીતાર્થ ગંગા’ સંસ્થાના ઉપક્રમે પ્રકાશિત થઈ રહ્યો છે, જે આનંદનો વિષય છે. મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજની સ્વનિર્મિત સ્વોપજ્ઞવૃત્તિયુક્ત અદ્ભુત કૃતિરૂપ આ ‘સામાચારી પ્રકરણ’ ગ્રંથ છે. ચારિત્ર મોહનીયકર્મનો હ્રાસ થવાથી પ્રાપ્ત સંયમજીવનમાં દવિધ સામાચારી તે સાધુજીવનનો પ્રાણ છે. વસ્તુતઃ સામાચારી અને સંયમ અવિનાભાવી છે. આ ગ્રંથરત્નના પ્રથમ ભાગમાં ગાથા-૧ થી ૫૦ની સંકલના કરેલ છે અર્થાત્ ‘ઈચ્છાકા૨ સામાચારી'થી ‘આપૃચ્છા સામાચારી’ પર્યંતની છ સામાચારીનો સંગ્રહ કરેલ છે, અને આ દ્વિતીય ભાગમાં ગાથા-૫૧ થી ગાથા-૧૦૧ સુધી પાછળની ‘પ્રતિપૃચ્છા સામાચારી’થી ‘ઉપસંપદા સામાચારી' સુધી ચારેય સામાચારીનો સંગ્રહ કરેલ છે. તેમાં (૧) પ્રતિપૃચ્છાના સ્થળે આપૃચ્છા કરવાથી કાર્યસિદ્ધિ ન થાય, (૨) પ્રતિપૃચ્છા એ પૃચ્છારૂપ નથી, (૩) છંદના સામાચારીના અસ્વીકારમાં અનુમોદનાજન્ય ફળની અપ્રાપ્તિ, (૪) મોક્ષની ઈચ્છા રાગરૂપ નથી, (૫) મોક્ષેચ્છુએ સદા અપ્રમત્ત થવું, (૬) મોક્ષેચ્છુને ઉપાયની ઈચ્છા અવિચ્છિન્ન હોય, (૭) ‘નમુત્યુ થં’ સૂત્રમાં ઉત્કૃષ્ટ નમસ્કારની પ્રાર્થના, (૮) નિમંત્રણા વગેરેમાં ગુર્વજ્ઞાની આવશ્યકતા, (૯) જ્ઞાનગ્રહણ વિધિ, (૧૦) ગુરુ માટે રોગી અવસ્થામાં પણ અર્થનો અનુયોગ આપવો એ કર્તવ્યરૂપ, (૧૧) અનુયોગના આરંભે પૃથક્ મંગલાચરણનું રહસ્ય, (૧૨) નાના પણ અનુયોગદાતા મોટાથી વંદનીય, (૧૩) જ્ઞાનદાતાને વંદન અંગે નિશ્ચય અને વ્યવહારનું કથન, (૧૪) જ્ઞાન-દર્શન-ચારિત્ર ઉપસંપર્દૂ, (૧૫) ક્ષપક ઉપસંપર્, (૧૬) ગૃહસ્થ ઉપસંપર્ ઈત્યાદિ વિષયોનો સંગ્રહ થયેલ છે; અને અંતે રાગ-દ્વેષ વિલીન થાય તેના માટે સારભૂત ઉપદેશ સંગ્રહીત છે. જ્યારે જંઘાબળ ક્ષીણ થતાં મારે અમદાવાદ મુકામે સ્થિ૨વાસ કરવાનું થયું અને જ્ઞાનધન, સૂક્ષ્મપ્રજ્ઞાસંપન્ન, સુશ્રાવક પંડિત શ્રી પ્રવીણભાઈ પાસે સંવેગવર્ધક યોગગ્રંથોનું અધ્યયન કરવાની પુણ્ય તક પ્રાપ્ત થઈ ત્યારે અધ્યયન કરતાં કરતાં તેમની સતત પ્રેરણા અને કૃપાથી તે તે ગ્રંથોનું લેખનકાર્ય પણ સાથે જ ચાલુ રહ્યું, જેના ફળસ્વરૂપે આવા બૃહત્કાય ગ્રંથોનું સર્જન થયું. વસ્તુતઃ તો યોગમાર્ગજ્ઞ, સમ્યગ્નાનના નિરંતર વહેતા ઝરણા જેવા પં. શ્રી પ્રવીણભાઈએ જે જૈનશાસનના જ્ઞાનનિધિને અજવાળવાનું કામ ચાલુ કર્યું અને યોગગ્રંથોમાં જે યોગમાર્ગ બતાવ્યો છે તેને જગત સમક્ષ વહેતો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 274