Book Title: Samachari Prakaran Part 01
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 9
________________ ૨ ઉપકારવર્ષા ચાલુ રહી. ખરેખર ! સામાચારી પ્રકરણ ભાગ-૧ | પ્રાસ્તાવિક 'अज्ञानपंकमग्नाया मोहजितगुरुवर्य ! त्वमेव मन्दभाग्याया ममोत्तारणवत्सलः । । ' જાગૃત કરેલી જિજ્ઞાસાની પૂર્તિ માટે પૂજ્યશ્રીએ જિનવચનમર્મજ્ઞ, સદૈવસ્વાધ્યાયમગ્ન, તેમના જ વડીલબંધુ સુશ્રાવક પંડિત શ્રી પ્રવીણભાઈનો મને સંપર્ક કરાવ્યો હતો, જેથી મારી દીક્ષાની પૂર્વે પ્રવીણભાઈ પાસે મારું અધ્યયનકાર્ય ચાલુ રહ્યું અને તેમણે મને પ્રસંગોપાત પાલીતાણા, પાટણ ઈત્યાદિ સ્થળે અભ્યાસ માટે સામેથી બોલાવી, તો ક્વચિત્ ભાવનગર સ્થિરતા કરીને પણ કંઈ કચાશ રાખ્યા વિના સર્વ સમયનો ભોગ આપી સતત યોગગ્રંથોનું અધ્યયન કરાવી મારા પર અનન્ય ઉપકાર કર્યો. જ્ઞાનયોગની સાધનાના કોડથી સંયમમાર્ગે પ્રયાણ અર્થે ગુરુની શોધ કરતાં સયિાભિરુચિ પ. પૂ. ભક્તિસૂરીશ્વરજી મહારાજના સમુદાયનાં સરળસ્વભાવી પ. પૂ. હેમશ્રીજી મહારાજનાં શિષ્યા જ્ઞાનરુચિ, સદૈવ જ્ઞાનાધ્યયનસંગી ૫. પૂ. સુરેન્દ્રશ્રીજી મ. નો સંપર્ક થતાં તેમના ચરણે જીવન સમર્પણ કર્યું અને તેમણે પણ અવસરે અવસરે પ્રવીણભાઈ પાસે પાલીતાણા, સુરેન્દ્રનગર, અમદાવાદ ઈત્યાદિ સ્થળે જ્ઞાનપ્રાપ્તિને યોગ્ય સંયોગો અનુકૂળતા મુજબ ગોઠવી આપી મારા પર અસીમ કૃપા વરસાવી. ગીતાર્થ ગંગા સંસ્થાનું સ્થાપન થયાના સમાચાર મળતાં પૂજ્યશ્રી પાસેથી પ્રાપ્ત થયેલ જ્ઞાનશક્તિનું યત્કિંચિત્ યોગદાન આપી જ્ઞાનભક્તિ કરવાની ઈચ્છા જાગૃત થતાં અમદાવાદ આવવાનું થયું, અને પુનઃ જ્યારે પ્રવીણભાઈ પાસે પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાના તથા પૂ. ઉપાધ્યાયજી મહારાજાના ગ્રંથોનું કોડીંગ ક૨વા અધ્યયન ચાલુ થયું, ત્યારે ભૂતકાળમાં પણ જેનો પરિચય અને વિદ્વત્તાની પ્રસાદી મળી હતી, તેવા સૂક્ષ્મપ્રજ્ઞાસંપન્ન પ્રવચનપ્રભાવક વિદ્વરેણ્ય ગણિવર્ય પૂ. યુગભૂષણવિજયજી મહારાજનો નિકટથી પરિચય થયો. પૂજ્યશ્રીની વિચક્ષણતા એવી કે, જેની જે શક્તિ હોય તેને તે રીતે જ્ઞાનના આ કાર્યમાં જોડી પ્રવર્તાવે. કોડીંગનું અમારાથી શક્ય ગ્રંથોનું કાર્ય પૂર્ણ થતાં થોડું પ્રૂફ અંગેનું કાર્ય કર્યા બાદ આ બધા ગ્રંથોમાં આવતા પદાર્થોના ભેદ-પ્રભેદોને છૂટા પાડી ‘ટ્રી’ રૂપે બનાવવાનું કાર્ય તેઓશ્રીએ સોંપ્યું, સિસ્ટમ બતાવી, જ્યાં જ્યાં નહોતું સમજાતું, ત્યાં ત્યાં અમૂલ્ય સમયનો ભોગ આપી એવો અનન્ય ઉપકાર કર્યો કે જેથી શાસ્ત્રોનો બોધ કાંઈક ઊંડાણથી થયો અને ઘણા ગ્રંથોનું પરિશીલન થયું. તે સમય દરમ્યાન મારે માટે જંઘાબળ ક્ષીણ થતાં અમદાવાદ મુકામે સ્થિરવાસ ક૨વાનું બન્યું, તેથી પુનઃ પ્રવીણભાઈ પાસે અધ્યયન કરવાની રુચિ થતાં યોગવિષયક અને અધ્યાત્મવિષયક સંવેગવર્ધક ગ્રંથોના અભ્યાસનો સુંદર સુયોગ પ્રાપ્ત થયો. અભ્યાસ કરતાં વારંવાર પ્રવીણભાઈના મુખેથી ઉદ્ગાર નીકળતા હતા કે, ‘હવે તમે કાંઈક લખો.' આ પ્રેરણારૂપ બીજમાંથી ફળરૂપે આ ‘સામાચારી પ્રકરણ' શબ્દશઃ વિવેચન ગ્રંથનું સર્જન થયું. મહામહોપાધ્યાયશ્રીનાં ન્યાયગર્ભિત મિતાક્ષરી વચનો ક્યાં ? અને મારો મંદ ક્ષયોપશમ ક્યાં ? મારું એવું સામર્થ્ય પણ નહીં, છતાં અનુગ્રહતત્પર પ્રવીણભાઈની અસીમ કૃપા ગ્રંથ દરમ્યાન સતત વરસતી રહી, તેના કારણે જે કંઈ ક્ષયોપશમ ખીલ્યો, તેને અનુસરીને આ ગ્રંથનું સંકલન કરવાનો આ પ્રથમ પ્રયાસ કર્યો છે. પૂર્વે પણ આ ગ્રંથનો અભ્યાસ કરેલો, પણ જે રીતે સાધુસામાચારીના અંતર્નિહિત ભાવો, વિચક્ષણ પ્રજ્ઞાધારક સંવેગમાધુર્યનું પાન કરનાર અને કરાવનાર પં. પ્રવીણભાઈએ સ્પષ્ટ-સ્પષ્ટતર કરીને બતાવ્યા, ત્યારે લખતાં લખતાં પણ સતત તે પદાર્થો ગુંજન થતાં આનંદ અનુભવ્યો છે અને શ્રુતભક્તિનો યત્કિંચિત્ લાભ મળતાં ધન્યતા અનુભવી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 296