Book Title: Samachari Prakaran Part 01
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 11
________________ સામાચારી પ્રકરણ ભાગ-૧ | પ્રાસ્તાવિક ‘રહસ્ય” - જેમ કે ઉપદેશ રહસ્ય, નય રહસ્ય, સ્યાદ્વાદ રહસ્ય ઈત્યાદિ. “સાર” - જેમ કે અધ્યાત્મસાર, જ્ઞાનસાર ઈત્યાદિ. ઉપનિષદ્' - જેમ કે અધ્યાત્મ ઉપનિષદ્ ઈત્યાદિ. ‘પરીક્ષા' - જેમ કે ધર્મપરીક્ષા, અધ્યાત્મમત પરીક્ષા, આધ્યાત્મિક મતપરીક્ષા ઈત્યાદિ. “પ્રકરણ' - જેમ કે સામાચારી પ્રકરણ. તો કેટલાક ગ્રંથોમાં શ્લોકોના ઝૂમખા દ્વારા નામાભિધાન કરેલ છે. જેમ કે, ૮-૮ શ્લોકના ઝૂમખાવાળો જ્ઞાનસાર અષ્ટક' અને ૩૨-૩૨ શ્લોકના ઝૂમખાવાળો ‘દ્વાત્રિશત્ દ્વાત્રિશિકા' ગ્રંથ. તેઓશ્રી દરેક ગ્રંથનું સર્જન પ્રારંભમાં સરસ્વતી માતાના સ્મરણ અ, ઈષ્ટ સિદ્ધિ સારસ્વત મંત્રના પ્રધાન બીજ “' કારથી કરે છે. સામાચારી પ્રકરણ : મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજની સ્વનિર્મિત સ્વોપજ્ઞવૃત્તિયુક્ત એક અદ્ભુત કૃતિરૂપ આ “સામાચારી પ્રકરણ” ગ્રંથ છે, જેમાં વિશ્વવત્સલ કરુણાનિધાન તારક તીર્થંકરદેવોએ સાધુ-સાધ્વીજી ભગવંતોને પાળવાના આચારોનું સ્પષ્ટ બંધારણ બતાવ્યું છે. આ આચારોને “સામાચારી' કહેવાય છે. આ આચારોનું શાસ્ત્રમાં ત્રણ ભાગમાં વર્ણન છે, તેથી સામાચારીના પણ ત્રણ પ્રકાર છે : (૧) ઓઘ સામાચારી, (૨) દશવિધ સામાચારી અને (૩) પદવિભાગ (પદચ્છેદ) સામાચારી. પ્રસ્તુત ગ્રંથમાં સાધુ સામાચારી સાથે સંબંધિત આ ત્રણમાંથી દશવિધ સામાચારીનું નિરૂપણ છે. વસ્તુતઃ સામાચારી સાધુજીવનનો પ્રાણ છે. સામાચારી અને સંયમ અવિનાભાવી છે. તેથી સામાચારીનું પાલન ન હોય તો સંયમની કોઈ કિંમત નથી. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, શ્રી આવશ્યક નિર્યુક્તિ, શ્રી પંચાલકજી વગેરે ગ્રંથોમાં આ સામાચારીનું નિરૂપણ કરાયેલું છે, જેની પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ ન્યાયગર્ભિત શૈલીથી આ ઉત્તમ ગ્રંથોને અનુસરનારી છતાં મૌલિક સ્પષ્ટ પ્રરૂપણા કરી છે. મુમુક્ષુને માટે મોક્ષ સાધ્ય છે અને સદાચરણ એ સાધન છે. ક્યારેય પણ કારણ વિના કાર્યની પ્રાપ્તિ ન થાય; તેથી જે સાધકને મોક્ષની ઈચ્છા છે, તે સાધકે તેના અનન્ય ઉપાયભૂત સાધ્વાચારનું સેવન પણ અવશ્ય કરવું જોઈએ. સાધુજીવન સદાચારથી ભરપૂર છે. સાધુઓ સ્વજીવનથી અને ઉપદેશથી જગતને પણ સદાચારની પ્રેરણા આપે છે. સંયમજીવનનો સ્વીકાર કર્યા પછી પણ સાવધાની ન રાખવામાં આવે, “મારે કેવા આચારો સેવવાના છે', “અન્ય સાધક મહાત્માઓ સાથે કેવું વર્તન કરવાનું છે,” એનો સ્પષ્ટ વિવેક ન શીખવામાં આવે તો અનાદિકાળથી સેવેલા મોહના અભ્યસ્ત થયેલા કુસંસ્કારો ઉપસ્થિત થઈ જાય છે અને મોહરાજા જીવને રમાડ્યા કરે છે, અને અહીં આવ્યા પછી પણ નવા સંસારનું સર્જન થઈ શકે છે. તેવું ન થાય તેના માટે જીવનમાં આ સામાચારીને વારંવાર સાંભળવી-સમજવી-આચરવી અને ઘૂંટવી જરૂરી છે, કે જેથી અનાદિકાલીન મિથ્યાચારના સંસ્કારો ભૂંસાતા જાય યાવત્ સર્વથા નષ્ટ પણ થાય અને સામાચારીપાલનના સ્થિર થયેલા સંસ્કારો સાધકને ભવિષ્યમાં નિરતિચાર ચારિત્રની ભેટ આપે. જીવ કોઈપણ ક્રિયા કરે છે, તેમાં કોઈ ને કોઈ ભાવ સંવલિત હોય છે. સંસારમાં જીવો જે કાંઈ સાંસારિક ક્રિયા કરે છે, તેમાં ઔદયિકભાવ વર્તતો હોવાથી તેમાં જે શ્રમ કરે તેમાં ઔદયિકભાવનું સુખ પ્રાપ્ત થાય છે, તેથી ત્યાં કરેલો શ્રમ શ્રમરૂપ લાગતો નથી. વેપારી ખરે બપોરે જમવા બેઠો હોય અને સારા સોદાની તક મળે તો ઝટ ઊભો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 296