Book Title: Samachari Prakaran Part 01
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 13
________________ સામાચારી પ્રકરણ ભાગ-૧ | પ્રાસ્તાવિક ગ્રંથનું શબ્દશઃ વિવરણ પણ દેવ-ગુરુની અસીમ કૃપાથી દ્વિતીય પ્રયાસરૂપે પૂર્ણ થઈ ચૂક્યું છે. ૧૦૦ ગાથા પ્રમાણ આ નાનકડા ગ્રંથમાં સંપૂર્ણ સાંગોપાંગ યોગમાર્ગ ગુંફિત છે અને હાલમાં પણ ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજ કૃત ‘દ્વાત્રિશત્ કાત્રિશિકા' ગ્રંથની સંકલના કરવાનું કાર્ય ચાલી રહ્યું છે, જે “ગીતાર્થ ગંગા' દ્વારા અવસરે અવસરે પ્રકાશિત થશે. પંડિત શ્રી પ્રવીણભાઈ દ્વારા આવા મહાન ગ્રંથોનાં શબ્દશઃ વિવેચનો તો તૈયાર થયાં જ છે; પરંતુ રોજિંદી ક્રિયામાં ઉપયોગી એવા “નમસ્કાર મહામંત્ર'થી “અરિહંત ચેઈયાણં' સુધીનાં સૂત્રોના પરિણામો દર્શાવતું ‘સૂત્રના પરિણામદર્શક યત્નલેશ” પુસ્તક પણ સંકલન થયેલું ગીતાર્થ ગંગા સંસ્થા દ્વારા પ્રકાશિત થયું છે. પ્રજ્ઞાસંપન્ન જીવો ક્રિયા કરતાં તેમાં બતાવેલ ભાવો સ્વજીવનમાં યોજે તો યોગમાર્ગની પ્રાપ્તિનું કારણ બને. આ શ્રુતભક્તિનું કાર્ય મારા માટે યોગની જ આરાધનાનું કારણ બની રહે, તેવી અભિલાષા કરું છું. આ ગ્રંથના પ્રૂફ સંશોધનના કાર્યમાં તથા ભાષાકીય સુધારા-વધારા વગેરે માટે અનેક પ્રશ્નો કરીને ગ્રંથ સુવાચ્ય બને તેના માટે મૃતોપાસક, શ્રુતભક્તિકારક સુશ્રાવક શાંતિભાઈનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો છે, અને તેઓએ પણ પોતાને આવા ઉત્તમ ગ્રંથરત્નના સ્વાધ્યાયની અને વાંચનની અમૂલ્ય તક સાંપડી તે બદલ ધન્યતા અને ઉપકૃતતાની લાગણી અનુભવેલ છે અને સાધ્વીજી આર્જવરત્નાશ્રીનો આ ગ્રંથના સર્જનમાં સુંદર સહાયકભાવ પ્રાપ્ત થયો છે. ગુરુકૃપા, શાસ્ત્રકૃપા અને ગ્રંથકારશ્રીની કૃપાથી આ બૃહત્કાર્યરૂપ ગ્રંથરચનાનો પ્રયાસ સફળ થયો છે, અને આ ગ્રંથનિર્માણ દ્વારા ઈચ્છું છું કે મારા જીવનમાં “આ સામાચારીના સેવનથી ચિત્તનું એવું નિર્માણ થાય કે જગતનાં નિમિત્તો ઉપદ્રવ ન મચાવી શકે અને મન-વચન-કાયાના યોગો સુદઢપણે આજ્ઞાનુસાર પ્રવર્તે તેવું વીર્ય ઉસ્થિત થાય અને આ લેખન અનુભવમાં પલટાય કે જેથી આત્મગુણોની અનુભૂતિમાં રમણતા કરું.” આ બૃહત્કાય ગ્રંથના વિવરણમાં કે સંકલન-સંશોધનાદિ કાર્યમાં સર્વજ્ઞકથિત પદાર્થોનું ક્યાંય અવમૂલ્યન ન થઈ જાય તે માટે પૂરો પ્રયત્ન કરેલ હોવા છતાં છબસ્થતાને કારણે કોઈ ત્રુટિ રહી હોય અગર તરણતારણ શ્રી જિનેશ્વરદેવોની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારના આશયવિરુદ્ધ ક્યાંય પદાર્થનું નિરૂપણ થયેલ હોય તો “મિચ્છા મિ દુક્કડ” માંગુ છું અને શ્રુતવિવેકીજનો તેનું પરિમાર્જન કરે એમ ઈચ્છું છું. પ્રાંતે સ્વઅધ્યાત્મની નિર્મળતા માટે કરાયેલ આ પ્રયાસ સ્વપર ઉપકારક બને અને મને આવા ઉત્તમ ગ્રંથરત્નના સ્વાધ્યાયની જે તક મળી, તેના દ્વારા જે પુણ્યોપાર્જન થયું હોય તેના પ્રભાવે, ભવ્ય મુમુક્ષુ સાધકો આ ગ્રંથનું પઠનપાઠન-શ્રવણ-ચિંતન-મનન-નિદિધ્યાસન કરી સામાચારીના યથાશક્ય પાલન દ્વારા સંયમજીવનમાં સામાચારી આત્મસાત્ કરે, તેમાં અનુરક્ત બને અને ઉત્તરોત્તર અધ્યાત્મભાવને વિકસાવી, આંતરિક માર્ગને ઉઘાડી, વહેલી તકે પરમાનંદપદને પ્રાપ્ત કરી અક્ષય અનંતગુણના સ્વામી બને, એ જ સદાની શુભકામના. પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ ગાથા-૧૦૦માં સારભૂત સ્વલ્પ ઉપદેશ આપતાં કહ્યું કે, “વધારે કહેવાથી શું ? સામાચારીપાલનની ક્રિયામાં જે જે રીતે રાગ-દ્વેષ શીધ્ર વિલીન થાય, તે તે રીતે પ્રયત્ન કરવો જોઈએ, આ જિનેશ્વરોની આજ્ઞા છે.” આ લક્ષ્યને સામે રાખી રાગ-દ્વેષના ક્ષયનું કારણ બને તે રીતે સામાચારીમાં યત્ન કરી હું પણ બોધિબીજને પ્રાપ્ત કરું, એ જ અભ્યર્થના. છે ‘શમં મવતુ પોષ વદ-૭, વિ. સં. ૨૦૬૦, વૈરાગ્યવારિધિ પ. પૂ. ભક્તિસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર તા. ૧૪-૧-૨૦૦૪ ગચ્છાધિપતિ પ. પૂ. પ્રેમસૂરીશ્વરજી મહારાજના આજ્ઞાવર્તિની સાધ્વીજી ૩૦૨, વિમલ વિહાર, સરસ્વતી સોસા., જય-લાવણ્ય-હેમશ્રીજી મ. સા. ના શિષ્યા તપસ્વીરત્ના સ્વાધ્યાયપ્રિયા, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭ પ. પૂ. સા. સુરેન્દ્રશ્રીજી મ. સા. ના શિષ્યા સાધ્વીશ્રી બોધિરત્નાશ્રીજી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 296