Book Title: Samachari Prakaran Part 01
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 12
________________ સામાચારી પ્રકરણ ભાગ-૧ | પ્રાસ્તાવિક થઈ જાય છે. શ્રમ વેઠે છે પણ સામે પૈસો મળે છે તે રૂ૫ ઔદયિકભાવનું સુખ અનુભવે છે. ચિરઅભ્યસ્ત સંસારના ભાવોમાં આવી રતિ જીવને જલદી થાય છે. અહીં સાધકે સાધ્વાચારની ક્રિયા કરીને તેમાંથી ક્ષયોપશમભાવના ઉપશમસુખનો સ્વાદ લેવાનો છે. જે આત્મામાં રતિ કરે છે, તેને ઔદયિક ભાવોમાં રસ લેવાનું વ્યસન છૂટી જાય છે અને ઉપશમસુખનો સ્વાદ આવે તો કષ્ટરૂપ લાગતી ક્રિયામાં પણ આનંદ અનુભવાય છે. સાધકે સમિતિ-ગુપ્તિની ક્રિયા, ધ્યાન-અધ્યયનની ક્રિયા, બધી સાધ્વાચારની ક્રિયા સ્વના શુદ્ધ ભાવોને આવિર્ભાવ કરવા માટે અને તેમાં તલ્લીન બનવા માટે કરવાની છે. ૫. પ્રવીણભાઈ અભ્યાસ દરમ્યાન અમને ઘણીવાર કહેતા હતા કે, “ગુણસ્થાનક, ઉપરથી ક્યારેય ટપકવાનું નથી, તમારે પુરુષાર્થ કરીને તેને લાવવાનું છે.” માટે ગુણસ્થાનકની પ્રાપ્તિ માટે જ્યાં સુધી આ સામાચારીમાં દર્શાવેલ ભાવો સુઅભ્યસ્ત ન થાય ત્યાં સુધી ગુણવાન ગીતાર્થ ગુર આધાર છે; અને જેને ગીતાર્થ ગુરુ આધાર છે, તેનું હીન પણ અનુષ્ઠાન શિવનું કારણ છે. શિષ્ય રોજ ગુરુને પૂછે, ગુરુ વ્યવસ્થિત વિધિ બતાવે, તદનુસાર પરિણામ કરાવે, પછી તે કાર્યની અનુજ્ઞા આપે; અને શિષ્ય પણ “ભગવાને આમાં કેવી સુંદર યતનાઓ બતાવી છે ! હું તે રીતે કરું !” – એમ ક્રિયામાં મન પરોવીને ઉચિત વિધિપૂર્વક કરે ત્યારે ક્રિયાગત ચોક્કસ ભાવો પ્રગટે. તેને થાય કે “ગુણથી યુક્ત કેવું સુંદર આ અનુષ્ઠાન છે !” – એમ બહુમાનભાવ પ્રગટે અને બહુમાનપૂર્વક સેવન કરે, તો ક્રિયાની રુચિ વધે અને શુદ્ધ ક્રિયા કરવાની પ્રીતિ જાગે. વળી હંમેશાં સ્વપરિણામોનું નિરીક્ષણ કરે, પ્રત્યેક ક્રિયામાં ભગવાનના વચનનું સ્મરણ કરે, કે આ ક્રિયા મને ભગવાને કઈ રીતે કરવાની કહી છે ? એમ કરતાં ક્ષયોપશમભાવની વૃદ્ધિ થાય, વચનઅનુષ્ઠાન આવે, અભ્યાસની એવી એકાગ્રતા દ્વારા અસંગઅનુષ્ઠાન આવે અને સાધક આગળના ગુણસ્થાનકના સંયમના કંડકોને પ્રાપ્ત કરતો જાય અને મોક્ષમાર્ગે આગળ વધતો જાય. આ ગ્રંથના પ્રથમ ભાગમાં ઈચ્છાકારાદિ છે સામાચારીનો સમાવેશ થયેલ છે, જેમાં સૌ પ્રથમ સામાચારી અંગે નયવિચારણા કરી છે. તેમાં ગ્રંથકારશ્રીએ પૂર્વાનુપૂર્વી અને પશ્ચાનુપૂર્વીથી વિશેષણોનો અન્વય કરી નયોની વિચારણા કરવા માટે સુંદર માર્ગદર્શન આપ્યું છે. પછી ક્રમશઃ “ઈચ્છાકાર' આદિ સામાચારીઓની પ્રરૂપણા કરી છે. દરેક સામાચારીની પ્રરૂપણામાં તે તે સામાચારીનું અતિવ્યાપ્તિ-અવ્યાપ્તિ વગેરે દોષોથી મુક્ત એવું લક્ષણ, તેનો વિષય અને લક્ષણગત વિશેષણોનું પદત્ય, લક્ષણમાં એક એક પદ શા માટે છે તેનું સ્પષ્ટીકરણ કર્યું છે અને તે તે સામાચારીનાં ફળો પણ બતાવ્યાં છે તથા પ્રસંગે પ્રસંગે કોઈ કોઈ બાબત ઉપર સુંદર છણાવટ કરી રહસ્ય ખોલી બતાવ્યું છે. જેમ કે (૧) આચાર્યને સ્વયં પોતાની ઉપધિનું પડિલેહણ કરવું અયોગ્ય છે, (૨) મિચ્છા મિ દુક્કડ'નો અક્ષરાર્થ, (૩) “તહત્તિ'ના અવિકલ્પ-વિકલ્પ એવા વિભાગનાં કારણો, (૪) આવસતિના સ્થાને “નિસીહિ' કેમ નહીં?, (૫) ઉપાશ્રયમાં પ્રવેશે નિશીહિ શા માટે ?, (૯) આપૃચ્છા કેમ મંગલરૂપ છે ?, (૭) નિશીહિ' શબ્દપ્રયોગથી શું લાભ ? વગેરે વિષયો ઉપર સુંદર પ્રકાશ પાથર્યો છે. આ સિવાયની ચાર સામાચારીઓ “સામાચારી પ્રકરણ” શબ્દશઃ વિવેચન ભાગ-૨માં ટૂંક સમયમાં પ્રકાશિત થશે. આ ગ્રંથના સૂક્ષ્મ પદાર્થોને સમજાવવા માટે જ્ઞાનધન, યોગમાર્ગન્ન પંડીતવર્યશ્રી પ્રવીણભાઈએ પોતાની વિશિષ્ટ શૈલીમાં સચોટ સુંદર વિવેચન કરી અંતર્નિહિત ભાવોને બતાવવાનો પ્રયાસ કરેલ છે. સંસ્કૃત ભાષાના અનભિન્ન એવા પણ તત્ત્વજિજ્ઞાસુ વર્ગ માટે તે પદાર્થોને સમજવા અને તેનો બોધ કરવા માટે આ વિવેચન દિશાસૂચનરૂપ બનશે અને સંસ્કૃત ભાષાના અભિજ્ઞ તત્ત્વપિપાસુ વર્ગ માટે ટીકા, શબ્દશઃ ટીકાર્થ, ભાવાર્થ, વચ્ચે વચ્ચે આવતા હેતુઓ વગેરેના ઉત્થાનપૂર્વકની સંકલના આદિના કારણે ગ્રંથ વાંચવો સરળ બની જશે અને વાંચતાં સહૃદયી વાચક પણ તાત્પર્યાર્થને પામી શકશે. સતત જ્ઞાનોપાસનારત ૫. પ્રવીણભાઈ દ્વારા વિવેચન કરાયેલ પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ કૃત “યોગશતક' Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 296