Book Title: Sahitya Shilp ane Sthapatya ma Girnar Author(s): M A Dhaky, Jitendra B Shah Publisher: L D Indology Ahmedabad View full book textPage 5
________________ પ્રશંસા કરી છે. પ્રા૰ ઢાંકી ભારતીય પુરાતત્ત્વક્ષેત્રના અને કલા-ઈતિહાસ ક્ષેત્રના એક પ્રતિષ્ઠિત વિદ્વાન છે. તેમનામાં પુરાતત્ત્વ વિષયની વિદ્વત્તા અને સાહિત્ય કૃતિઓ અને શાસ્ત્રગ્રંથોનો પરામર્શ એકસાથે જોવા મળે છે. તેમણે લખેલી શત્રુંજય, ગિરનાર, દેલવાડા આદિ અનેક તીર્થોની કલા અને શિલ્પની દૃષ્ટિએ અત્યંત ઉપયોગી ચિત્રોસહિતની માહિતીથી સભર પરિચય પુસ્તિકાઓ પ્રકાશિત થયેલી છે. તેમના લેખોથી ઈતિહાસમાં રહેલી ક્ષતિઓ અને ધૂંધળાપણું દૂર થયું છે. એ લેખોમાં સમતોલપણું જોવા મળે છે. દરેક સંશોધન-લેખનું એકએક પાનું આવશ્યક ઐતિહાસિક સામગ્રીથી ખીચોખીચ ભરેલું છે. આથી પ્રા૰ ઢાંકીના આ લેખો ભારતીય સાહિત્યના ઈતિહાસમાં એક અગત્યનું પ્રદાન બની રહે છે. તેમના લેખો પ્રગટ કરવાની સંમતિ આપવા બદલ અમે તેમના ઋણી છીએ. અહીં પ્રકાશિત કરવામાં આવેલ ૧૩ લેખોના મૂળ સ્રોતોની સૂચિ અનુક્રમણિકા પછી આપવામાં આવી છે. લેખોમાં આવતી તસ્વીરોની સૂચિ પણ અલગ આપવામાં આવી છે. પ્રસ્તુત ગ્રંથ પ્રકાશિત કરવાનો વિચાર ગુજરાત સરકારના પુરાતત્ત્વ વિભાગના નિયામકશ્રી યદુવીરસિંહ રાવતે આપ્યો હતો. આ લેખ-સમુચ્ચય પ્રગટ કરવા માટે તેમના તરફથી અનુદાન પણ પ્રાપ્ત થયું છે. તે માટે અમે તેમના અત્યંત આભારી છીએ. આ લેખ-સમુચ્ચય સંશોધનકર્તાઓ ઉપયોગી નિવડશે એવી અમને શ્રદ્ધા છે. ગ્રંથ પ્રકાશનમાં સહયોગ કરનાર તમામના આભારી છીએ. ૨૦૧૦, અમદાવાદ. Jain Education International (૪) For Personal & Private Use Only જિતેન્દ્ર બી. શાહ www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 194