Book Title: Sahitya Shilp ane Sthapatya ma Girnar Author(s): M A Dhaky, Jitendra B Shah Publisher: L D Indology Ahmedabad View full book textPage 4
________________ પ્રકાશકીય ગુજરાતમાં ગિરનાર, શત્રુંજય, તારંગા આદિ સુપ્રસિદ્ધ જૈન તીર્થો આવેલાં છે. તેમાં પાલિતાણા - શત્રુંજય પછી સહુથી વધુ મહિમાવંત તીર્થ ગિરનાર છે. જૈન પરંપરા અનુસાર આ તીર્થ પ્રાયઃ શાશ્વત છે. વર્તમાન ચોવીસીના બાવીસમા તીર્થંકર નેમિનાથ ભગવાનના દીક્ષા-કેવળજ્ઞાન અને મોક્ષ કલ્યાણકથી આ તીર્થ પાવનકારી બન્યું છે. આ મહિમાવંત ગિરનારતીર્થને ઉજ્જયંત ગિરિ, રેવતગિરિ કે ગિરનારજી તરીકે પણ ઓળખવામાં આવે છે. આગમિક સાહિત્ય, કાવ્યો, પ્રશસ્તિઓ, પ્રબંધો, રાસો અને ચૈત્યપરિપાટીઓમાં આ તીર્થ વિશે ઘણી માહિતી પ્રાપ્ત થાય છે. આગમ સાહિત્ય અને અન્ય ગ્રંથોમાં આ તીર્થનો ઉલ્લેખ મળે છે. સહસાવનમાં જિન અરિષ્ટનેમિનાં દીક્ષા અને કેવળજ્ઞાન કલ્યાણક થયાં હતાં અને પાંચમી ટૂંક ઉપર મોક્ષકલ્યાણક થયું હતું. કલ્યાણકભૂમિ તેમજ નિર્વાણભૂમિ હોવાથી મહાત્માઓ અને સાધકો આત્મકલ્યાણ સાધવા અને સલ્લેખન અર્થે આ તીર્થ ઉપર આવતા હતા. જિનબન્દુમુનિ રથનેમિ, રાજીમતિ, આદિ સાધકોની સાધનાનો ઈતિહાસ આ તીર્થ સાથે જોડાયેલો હોવાથી તેનો મહિમા વિશેષ ગૌરવવંતો બન્યો છે. આચાર્ય બપ્પભટ્ટસૂરિ, હેમચંદ્રસૂરિ આદિ મુનિવરોએ આ તીર્થની યાત્રા કરેલી. સંઘને લઈને અહીં યાત્રાર્થે આવ્યા છે. સિદ્ધરાજ, કુમારપાળ, સજ્જનમંત્રી, વસ્તુપાલ-તેજપાળ, પેથડશાહ આદિ પ્રતાપી જૈન શ્રાવકો, શ્રેષ્ઠીઓ અને સાધકો આ તીર્થની યાત્રાએ આવી અને જિનાલયોનું નિર્માણ કર્યું છે. ગિરનાર પરનાં જિનાલયોની કોતરણી જોઈએ છીએ ત્યારે નિર્માતાઓની જિનભક્તિનું અદૂભૂત ચિત્ર ઊપસી આવે છે. આથી એમ કહી શકાય કે આ જિનાલયો માત્ર જૈનોની જ ગૌરવગાથા છે તેવું નથી પરંતુ તે ગુજરાત દ્વારા ભારતીય સંસ્કૃતિને અપાયેલાં ઉત્તમ પ્રદાનોમાંનું એક છે. અહીં નેમિનાથની ટૂંક, વસ્તુપાલ-તેજપાળ આદિનાં જિનાલયો, સંપ્રતિરાજાની ટૂંક વગેરે ટૂંકોનાં જિનાલયો ધ્યાન ખેંચે તેવાં છે. તેનો ઇતિહાસ આશ્ચર્ય ઉપજાવે તેવો છે. પ્રસ્તુત ગ્રંથમાં જુદા સમયે ગિરનાર તીર્થ વિશે પ્રા મધુસૂદન ઢાંકીએ જુદા જુદા સમયે અને નોખા નોખા પ્રકાશનોમાં પ્રગટ કરેલા અનેક લેખોમાંથી ૧૩ લેખોનો સંગ્રહ છે. તેમણે અહીં ગિરનાર તીર્થનું વિષયવસ્તુ અને તેને લગતી સામગ્રી, પ્રમાણો અને પૂર્વવર્તી સામગ્રીનો અત્યંત ચુસ્તતાપૂર્વક ઉપયોગમાં લીધી છે. તેમની ભાષા, શૈલી અને નિરૂપણ પદ્ધતિ અસાધારણ ચોકસાઈવાળી છે. પ્રાઢાંકીનું વિવિધ ક્ષેત્રોમાં અનોખું પ્રદાન છે તેથી જ પ્રાઇ ભાયાણીએ તેમની પ્રતિભાને વિવિધક્ષેત્ર-સંચારિણી કહી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 194