Book Title: Safaltana Sopan Author(s): Kanakvijay Publisher: Vishwamangal Prakashan Mandir Patan View full book textPage 6
________________ તીર્થની યાત્રા માટે તેઓશ્રીની પ્રબળ ભાવના હતી, તેઓશ્રીના મહાઉપકારી સંસારી પિતાજી પૂ. પંન્યાસજી મહારાજશ્રી સુબુદ્ધિવિજયજી ગણિવરશ્રી મુંબઈ વિહાર દરમ્યાન અંધેરી મુકામે વિ. સં. ૨૦૧૪ અસાડ સુદિ ૨ ગુરૂવાર પુષ્યનક્ષત્ર અમૃતસિદ્ધિગમાં સમાધિપૂર્વક પરમેષ્ઠિ મહામંત્રનું રટણ કરતાં કાલધર્મ પામ્યા. તેઓશ્રી સરળહૃદયી, સાધુચરિત, વાત્સલ્યમૂર્તિ, પ્રભાવશાલી મહાપુરુષ હતા, તેઓશ્રીના હૃદયમાં કચ્છભદ્રેશ્વરજી તીર્થની યાત્રા માટે વર્ષોથી શુભ ભાવના રમતી હતી, ૩૦ વર્ષના નિરતિચાર સંયમી જીવનને નિર્મળ દીક્ષા પર્યાય પાળી તેઓશ્રી ૬૬ વર્ષની વયે કાલધર્મ પામ્યા, જૈનસંઘમાં તેઓશ્રીની ચિરવિદાયથી ન પૂરી શકાય તેવી મહાન ખોટ પડી. પોતાના સુપુત્ર, સુપુત્રી એમ બંને સંતાનોને શ્રમણભગવાન શ્રી મહાવીરદેવના શાસનમાં સમર્પિત કરી, રત્નત્રયીની નિર્મલ આરાધનાને આત્મકલ્યાણકર સન્માર્ગમાં જ સ્વયં પણ તે કલ્યાણકર મંગલ માર્ગના પથિક બન્યા. તેઓશ્રી પિતાનું જીવન ધન્ય બનાવી, અનેકેનાં જીવનમાં પ્રભુશાસન પ્રત્યેની અવિહડ પ્રીતિ ભક્તિ જાગૃત કરી કૃતકૃત્ય બની ગયા. પિતાના પરમ ઉપકારી તે મહાપુરુષની શ્રી ભદ્રેશ્વર તીર્થની યાત્રા માટેની ભાવના સફળ કરવા પૂ. પંન્યાસજી મહારાજશ્રીના હૃદયમાં એ પ્રબલ સંકલ્પ પ્રગટે કે, હવે જેમ બને તેમ શક્ય હોય તે રીતે તાત્કાલિક શ્રી ભદ્રધરજી તીર્થની યાત્રા થાય તો સારું” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 234