Book Title: Sadhak Bhavna
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 5
________________ પ્રકાશકીય અભ્યાસી અને સાધકોને ઉપયોગી થાય તેવા ઉચ્ચ કોટિના સત્સાહિત્યની પુસ્તક પરંપરામાં આ સાધક-ભાવના પ્રગટ કરતાં અમે પ્રસન્નતા અનુભવીએ છીએ. આ પુસ્તક ‘મેરી ભાવના’ તથા ‘શ્રી અમિતગતિ સામાયિક પાઠ' એ બંને સાધકની પરમપદની ભાવનાઓના વિશેષાર્થોને પ્રગટ કરતું ગ્રંથ-યુગલ છે. મૂળ કૃતિઓ જેના ઉપર પ્રસ્તુત ટીકા - વિવેચન લખાયું છે તે મૂળ કૃતિઓમાં પહેલી કૃતિ ‘મેરી ભાવના’ છે. આ કૃતિની રચના મૂળ હિંદી ભાષામાં પ્રસિદ્ધ લેખક વિદ્વાન અને ઇતિહાસ અનુસંધાનવેત્તા શ્રી જુગલકિશોર મુખ્તારે કરી હતી. આ કૃતિમાં ખૂબ જ વૈજ્ઞાનિક પદ્ધતિથી આધ્યાત્મિક વિકાસ માટેની વિવિધ ભાવનાઓનું બહુજનસમ્મત, સરળ, સહજ અને પ્રાસાદિક વર્ણન છે. વળી તે સુંદર રીતે સ્વરબદ્ધ થઈ શકે છે. જેથી પ્રાર્થના – ભક્તિભાવના પૂજા માંગલિકમાં તેનો ઉપયોગ થાય છે. આ કૃતિની હિંદી, અંગ્રેજી, મરાઠી, કન્નડ આદિ ભાષાઓમાં મળીને ૫૦ લાખ ઉપરાંત કોપીઓ બહાર પડી છે. જે તેની આત્યંતિક લોકપ્રિયતા અને ઉપયોગિતાનું સૂચક છે. આ ગ્રંથ-યુગલમાં બીજી મૂળ કૃતિ આચાર્યશ્રી અમિતગતિ કૃત સામાયિક - પાઠ (ધ્યાનની ભાવના) છે. આ કૃતિ ૧૧મી સદીમાં થયેલા માથુરસંઘના મહાન યોગનિષ્ઠ આચાર્યે મૂળ સંસ્કૃતમાં ૩૨ કડીઓમાં રચી છે અને તેનું મૂળ નામ ‘ભાવનાદ્વાત્રિંશતિકા' છે. તે પણ સમસ્ત જૈન સમાજમાં અને યોગસાધકોમાં ખૂબ જ લોકપ્રિય અને પ્રચલિત થઈ છે અને તેની પહેલી કડી તો સમસ્ત ભારતના અનેક સાહિત્યપ્રેમીઓ દ્વારા શુભ ભાવનારૂપે બોલવામાં આવે છે. આ કૃતિનું ગુજરાતી ભાષાંતર ઘણા દાયકાઓ પહેલાં શ્રી સુખલાલ જીવરાજજીએ સુંદર ગેય હરિગીત છંદોમાં કર્યું હતું. અનેક જૈન ભક્તિ-પૂજા-સંગ્રહોમાં પણ તે મૂર્ધન્ય સ્થાન પામેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 134