Book Title: Sadhak Bhavna
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 48
________________ ૩૯ સામાયિક પાઠ કરતો નથી. જેવી રીતે આપણો મિત્ર આપણને અનુકૂળ થઈ સુખ ઉપજાવવામાં તત્પર રહે છે તેવી રીતે સાચા સાધકો, જ્ઞાનીઓ અને ઘર્માત્માઓ જગતના સર્વ જીવો સાથે એવી મૃદુ, યથાર્થ અને ઉપકારક રીતે વર્તે છે કે તેઓ સહજપણે જગતના સર્વ જીવોના મિત્ર બની જાય છે અને વસુધૈવ ભૂત્વના સિદ્ધાંતને પોતાના જીવનમાં ચરિતાર્થ કરે છે. નિષ્પક્ષ ગુણગ્રાહક્તા એ જ અધ્યાત્મવિકાસનું મૂળ છે એવો સ્પષ્ટ નિર્ણય સાચા સાધકને થયેલો હોય છે તેથી કોઈ પણ મનુષ્યમાં જ્યારે સદ્ગણોનું દર્શન થાય છે ત્યારે અંતરમાં રાજી થઈને સાધક તે ગુણોને તુરત જ ગ્રહણ કરવામાં ઉદ્યમી થાય છે. ગુણ તો ગુણ જ છે, માટે ગમે તેવા મનુષ્યમાંથી તે ગુણ ગ્રહણ કરવો પડતો હોય તોપણ તે ગ્રહણ કરવો એવો નિશ્ચય અને ઉદ્યમ મુમુક્ષુમાં વર્તે તો જ ગુણગ્રાહકતા સિદ્ધ થાય અને સાધકદશા ખીલે. પાપકર્મોને વશ થયેલા જગતના જીવોને અનેક પ્રકારનાં દુઃખોનો અનુભવ થાય છે ત્યારે તે તે જીવોનાં દુઃખોને જોઈને જેનું દિલ દ્રવે છે તે જ સાચો સાધક છે. પોતાની શક્તિ અને અવસ્થા પ્રમાણે સાધક તેવા જીને તનથી, મનથી, ધનથી અને વચનથી સહાયક થવા પ્રયત્ન કરે છે કારણ કે એવો જ સાધકનો સ્વભાવ છે – તે કોમળ છે, આર્ટ છે, દયાળુ છે, કરુણાસાગર છે. કોઈ પણ જીવ પ્રત્યે ધિક્કારની, દ્વેષની કે અણગમાની લાગણી ન થવા દેવી એવો સાધકનો સ્વભાવ છે. જ્યારે જગતના વિજ્ઞસંતોષી જીવો જ્ઞાનીને હેરાન કરે, તન-મન-ધનનું દુઃખ દે ત્યારે પણ તે પોતાનાં કર્મોનો દોષ જોઈ સમતાભાવનો અભ્યાસ કરે છે પણ તે જીવો પ્રત્યે વેરનો કે દ્વેષનો ભાવ લાવતા નથી. ક્વચિત ન્યાયની રક્ષા અર્થે સત્યનો પ્રતિકાર કરવાનો પ્રસંગ તેને આવે તો પણ તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134