Book Title: Sadhak Bhavna
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 130
________________ અમૂલ્ય તક માનવનો જન્મ મળ્યો, મહાવીરનો ધર્મ મળ્યો. આવો અવસર નહીં આવે ફરી વાર, નહીં આવે ફરીવાર. સંતોનો સંગ મળ્યો, ભક્તિનો રંગ ભળ્યો. આવો અવસર. (૧) માનવનો જન્મ છે, મુક્તિનું બારણું મહાવીરનો ધર્મ છે, મુક્તિનું બારણું સુંદર આ દેહ મળ્યો, ગુરુવરનો સ્નેહ મળ્યો. આવો. (૨) માનવના જન્મને દેવતાઓ ઝંખતા. સ્વર્ગના વિલાસ એને ઘણીવાર ડંખતા પ્રેમનો પ્રકાશ મળ્યો, ઉરનો ઉજાસ મળ્યો. આવો. (૩) જન્મને સુધારવો એ છે માનવીના હાથમાં ધર્મનો પ્રકાશ છે, માનવીની સાથમાં. રૂડો અવસર મળ્યો, જિનવરનો ઘર્મ મળ્યો. આવો.. (૪) પ્રણિપાત સ્તુતિ હે પરમકૃપાળુ દેવ ! જન્મ, જરા, મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વીતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદે, અનંતકૃપા કરી મને આપ્યો, તે અનંત ઉપકારનો પ્રતિ ઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું; વળી આપ શ્રીમદ્ કંઈ પણ લેવાને સર્વથા નિઃસ્પૃહ છો; જેથી હું મન, વચન કાયાની એકાગ્રતાથી આપના ચરણાવિંદમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વીતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિષે ભવપર્યત અખંડ જાગ્રત રહો એટલું માગું છું તે સફળ થાઓ. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 128 129 130 131 132 133 134