Book Title: Sadhak Bhavna
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 117
________________ ૧૦૮ સાધક-ભાવના જ કરી શકે છે. સાસ્ત્રથી, સુયુક્તિથી, સત્સંગથી અને સ્વાનુભવથી આ બાબતનો અંતિમ નિર્ણય થવો તે જ આત્મસાક્ષાત્કાર છે, પરમાત્મદર્શન છે, આત્મદર્શન છે, પરમાર્થસત્યની અનુભૂતિ છે. નીચે પ્રમાણે વિવેકી પુરુષ અનુચિંતન કરે છે (૧) શરીર રૂપી છે. તેને મૃત્યુ સમયે છોડીને ચાલ્યું ગયું તે તત્ત્વ કયું ? (૨) ચેતન-તત્ત્વ ચાલ્યા ગયા પછી ઇન્દ્રિયો જાણી, જોઈ શકે ખરી ? (૩) એક જ કુટુંબના મનુષ્યોમાં ક્રોધ, અભિમાન, લોભ વગેરેની માત્રા કેમ આટલી બધી જુદી જુદી દેખાય છે ? (૪) સુરૂપતા-કુરૂપતા, રોગીપણું, ગરીબાઈ, અમીરાઈ, યશ-અપયશ, મૂર્ખતા-વિદ્વત્તા, સફળતા-નિષ્ફળતા, અલ્પાયુષ્ય-દીર્ધાયુષ્ય, આ બધું આકસ્મિક છે કે કોઈ નિયત નિયમને અનુસરે છે ? (૫) પૂર્વે અનેક મહાજ્ઞાનીઓએ જગતના કોઈ પણ પદાર્થોનું અવલંબન લીધા વિના શાશ્વત આનંદ પ્રાપ્ત કર્યો, તેનું રહસ્ય શું? અર્થાત્ તે ક્યાંથી આવ્યો? (૬) સર્વ પ્રકારે સાચવવા છતાં આ શરીર ભરયુવાવસ્થામાં પણ કેમ બગડી જાય છે અથવા નાશ પામે છે? (૭) ઘડપણમાં પણ તૃષ્ણા વૃદ્ધિ પામીને કેમ મનુષ્યને સતાવે છે? આ અને આવા બીજા ગૂઢ રહસ્યમય વિચારોનો પૂર્વસંસ્કારોના બળથી, સત્સંગથી, ગુરુગમથી, સલ્ફાસ્ત્રોના અર્થના ઊંડા ચિંતનમનનથી અને નિર્વિકલ્પ ધ્યાનની સિદ્ધિથી જે તાગ મેળવે છે તેને દેહથી જુદો, સદાય ટકનારો અને જ્ઞાન-આનંદનો અખૂટ ભંડાર હું પોતે જ છું એવો એક અબાધિત, પ્રત્યક્ષ, અપરોક્ષ અનુભવ થાય છે. અને તેવો પુરુષ ક્રમે કરીને નિઃશંક, નિર્ભય, નિઃસંગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134