Book Title: Rushabh Panchashika
Author(s): Dhanpal Mahakavi, Hiralal R Kapadia
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 14
________________ સંપાદકીય નિવેદન ગ્રન્થનું કલેવર મેટું હોય કે નાનું હોય તે પણ પ્રસ્તાવના તે જરૂર ગ્રન્થની લખવી જોઈએ એ. વિદ્વજનેનો અભિપ્રાય છે તેમજ શિષ્ટાચાર છે એ વાતને ધ્યાનમાં લઈને હું પણ આ કવિરાજ ધનપાલે. રચેલી ઋષભપંચાશિકા આદિ મનહર કૃતિઓની પ્રસ્તાવના લખવાને પ્રારંભ કરું છું. તેમાં સૌથી પ્રથમ તે મારે એ નિવેદન કરવું જોઈએ કે લગભગ સાતેક વર્ષ ઉપર હું શ્રીહષભદેવની સ્તુતિરૂપ આ ડષભ-પંચાશિકા નામના કાવ્યનું કાવ્યમાલાના સપ્તમ ગુચ્છકમાં દર્શન કરવા ભાગ્યશાળી થશે. હતા. તે સમયે આ અનુપમ કાવ્યનું મહત્વ હું પૂરેપૂરું સમજી શક્યો હતે નહિ, પરંતુ સમય જતાં આ કાવ્યના કર્તાના સંબંધમાં વિશેષ માહિતી મળવાથી અને ખાસ કરીને આ સ્તુતિ તરફ કલિકાલસર્વ શ્રીહેમચન્દ્રસૂરિ પણ બહુમાનથી જોતા હતા એ વાતથી કુમારપાલ-પ્રબંધ વાંચતાં વાકેફગાર થવાથી મને આ કાવ્યનું સાંગે પાંગ અધ્યયન કરવાનું વિશેષ મન થયું. સપ્તમ ગુચ્છકમાં આપેલ આ કાવ્ય તેમજ તેની સંસ્કૃત છાયા ઉપરથી કવિરાજને પૂર્ણ આશય સમજી શકે મુકેલ જણાયાથી આ કાવ્યની ટીકા કે અવચૂરિ જેવું કંઈ સાધન છે તે તે મેળવવા મેં પ્રયાસ કર્યો. આના પરિણામે મને ખબર પડી કે વિ. સં. ૧૯૬૮ માં “જૈનધર્મ પ્રસારક સભા” તરફથી આ કાવ્યની એક અવચૂરિ તેમજ તેનું ગુજરાતી ભાષાન્તર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. એ પુસ્તક મને મળતાં કવિરાજની આ કૃતિની ખૂબી મને વિશેષ સમજાવા લાગી. છતાં પણ આવા અપૂર્વ કાવ્યના ઉપર કઈ વિસ્તૃત ટીકા હોય તે તે જેવા મને સહજ જિજ્ઞાસા ઉદ્ભવી. સાથે સાથે એ પણ વિચાર ફુરી આવ્યું કે જે એવી કઈ ટીકા પ્રાપ્ત થાય તે તેના આધારે આ કાવ્યને અંગે શબ્દાર્થ અને પધાર્થ તૈયાર કરવા ઉપરાંત તેનું સ્પષ્ટીકરણ પણ તૈયાર કરવું કે જેથી તેના અભ્યાસીને વિશેષ સુગમતા થઇ પડે. જૈન ગ્રન્થાવલીમાં આ કાવ્યને લગતી કઇ કઇ ટીકાઓ કે અવચૂરિએ સંબંધી ઉલ્લેખ છે તે જાણવા મેં એ ગ્રથ હાથમાં લીધે. એના ૨૮૧ મા પૃષ્ઠમાં નીચે મુજબને ઉલ્લેખ માસ જોવામાં આવ્યો નામ કલેક કર્તા રસ્થાને સંવત ક્યાં છે? ધનપાલ પંચાશિકા ધનપાલ ૧૧૦૦ દેવભદ્રશિષ્ય પ્રભાનન્દ 9. પા. ૨-૫ વૃત્તિ (સંક્ષિપ્ત) અવસૂરિ ધર્મશેખપાધ્યાય પા. ૩ અવસૂરિ (બીજ) ૩૩૬ નેમિચન્દ્ર પ. ૪ આ પ્રમાણેની માહિતી મળતાં મેં શ્રીયુત જીવણચંદ સાકરચંદ ઝવેરીને આ પુસ્તક શ્રીમતી આગમેદય સમિતિ તરફથી છપાવી બહાર પાડવા સૂચના કરી. તેમણે તે વાત આગાહારક જૈનાચાર્ય શ્રી આનન્દસાગરસૂરિને લખી જણાવી. તેમની સંમતિ મળતાં શ્રીયુત જીવણચંદની સૂચના મુજબ મેં આ ગ્રન્થ. ધીરે ધીરે તૈયાર કરવા માંડયો. આ ગ્રન્થના ભાષાન્તરાદિકને પ્રારમ્ભ મેં ઈ. સ. ૧-૨ સપ્તમ ગુચ્છકમાં છપાયેલા આ કાવ્યમાં અને આની છાયામાં ઘણે સ્થળે અશક્તિઓ જોવામાં આવે છે. પ્રભાવક-ચરિત્ર ( નિર્ણયસાગર મુદ્રણાલયમાં ઈ. સ. ૧૯૦૯ માં છપાયેલી આવૃત્તિ)માં પણ આવી અનેક ખલનાઓ નજરે પડે છે. આથી બીજી આવૃત્તિ પ્રસિદ્ધ થતી વેળા એ તરફ વિશેષ ધ્યાન આપવા તેના સંપાદકને મારી નમ્ર વિજ્ઞપ્તિ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 314