Book Title: Rate Khata Pahela
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 6
________________ અનુભવે. એક-બીજા સાથે સ્નેહથી હળીભળી શકે. બાળકો સાથે મનગમતી પ્રવૃત્તિ કરવાનો પૂરતો સમય રહે. સુખી-સ્વસ્થ કુટુંબ માટે આનાથી રૂડું બીજું શું હોઈ શકે ? * પર્સનલ ઓપિનિયન્સ અને ત્રિભોજન મને છેલ્લા ત્રીશ વર્ષથી રાત્રિભોજન ત્યાગ છે. ઈન્ડિયામાં હોઉં ત્યારે પણ અને ફોરેનમાં હોઉં ત્યારે પણ. સાંજ પહેલા જમી લેવાની આદતને લીધે ત્રીસ વર્ષથી મારે ક્યારેય દવા લેવાનો વારો આવ્યો નથી. દિવસનાં ૧૪-૧૫ કલાક કામ કરું, પરંતુ કદી થાક લાગતો નથી. માનસિક શાંતિ મળે. જેનો સીધો લાભ સાંસારિક જીવન અને વેપારમાં પણ મળે. - રમેશભાઈ શાહ, સોની-મોની ઈલેક્ટ્રોનિક્સ શો રૂમ, મુંબઈ હું બે વાર જમું છું. સવારે આઠ વાગે અને સાંજે ચાર વાગે. છેલ્લા બત્રીશ વર્ષથી આ ક્રમ અકબંધ છે. પરિણામે મારું શરીર તદ્દન નીરોગી અને તંદુરસ્ત છે. - રમણીકભાઈ ગડા, ગોરેગામ (પૂર્વ), મુંબઈ * મેડિકલ સાયન્સ અને રાત્રિભોજન મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત મેડિકલ કોલેજના લેક્ઝરર ડૉ. યુવરાજ ભોસલે આ વિષયમાં જણાવે છે કે – - “આપણા શરીરની બાયોલોજીકલ ક્લોક એટલે કે જેવિક ઘડિયાળ સૂર્યના ઉદય-અસ્ત અનુસાર ગોઠવાયેલી હોય છે. સૂર્ય મધ્યાહ્ન તપતો હોય, ત્યારે પેટમાં જઠરાગ્નિ પણ એની ચરમ સીમાએ હોય. ટૂંકમાં, બપોરે બાર વાગ્યે ભારે ખોરાક ખાઈ શકાય. તબીબી વિજ્ઞાન આ જ તર્કને આગળ વધારીને કહે છે કે રાતે સૂવાના ઓછામાં ઓછા બે થી ત્રણ કલાક પહેલાં જમી લેવું જોઈએ. જેથી આડા પડીએ એ પહેલા ખોરાક પચી ગયો હોય. મોડી રાતે જમવાની ટેવ વાળા લોકોને વખત જતાં ગેસ્ટ્રો ઈસોફેગલ રિફલક્સ ડિસીઝ (GERD) તરીકે ઓળખાતો રોગ થાય છે. આ રોગને રાતે ખાતાં પહેલાં

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16