________________
માર્કડપુરાણમાં કહ્યું છે – સર્તકાતે વિવાનાથે, માપો થરમુયેતે !
अन्नं मांससमं प्रोक्तं, मार्कंडेयमहर्षिणा ॥ સૂર્યાસ્ત બાદ પાણી એ લોહી છે અને અન્ન એ માંસસમાન છે, એવું માકડય મહર્ષિએ કહ્યું છે.
नोदकमपि पातव्यं, रात्रावत्र युधिष्ठिर ! ।
तपस्विना विशेषेण, गृहिणा च विवेकिना ॥
હે યુધિષ્ઠિર ! રાતે પાણી પણ ન પીવું જોઈએ. મુનિએ અને વિવેકી ગૃહસ્થ આ વાતનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ. સ્કંદ પુરાણમાં કહ્યું છે -
एकभक्ताशनान्नित्य - मग्निहोत्रफलं लभेत् ।
अनस्तभोजनो नित्यं, तीर्थयात्राफलं लभेत् ॥ રોજ એક જ વાર ભોજન (એકટાણું) કરે, તે અગ્નિહોત્રના ફળને પામે છે અને જે માનવ હંમેશા સૂર્યાસ્ત પૂર્વે જ ભોજન કરે છે તેને તીર્થયાત્રાનું ફળ મળે છે.
त्वया सर्वमिदं व्याप्तं, ध्येयोऽसि जगतां रवे !। त्वयि चास्तमिते देव !, आपो रुधिरमुच्यते ॥
હે સૂર્યદેવ ! આપનાથી આ બધું વ્યાપ્ત છે. જગતના લોકો આપનું ધ્યાન કરે છે. આપ અસ્ત પામો એટલે પાણી લોહી કહેવાય છે. * યોગવાશિષ્ઠ અને રાત્રિભોજન :
नक्तं न भोजयेद्यस्तु, चातुर्मास्ये विशेषतः । सर्वकामानवाप्नोति, इहलोके परत्र च ॥१०८॥ पूर्वार्ध
જે રાત્રિભોજન ન કરે અને ચોમાસામાં ખાસ આ વાતનો ખ્યાલ રાખે, તે આ જન્મમાં અને બીજા જન્મોમાં સર્વ ઈચ્છિત વસ્તુઓને પામે છે.
રાતે ખાતાં પહેલાં
_ ૧૦ -