________________
પછી સૂર્યોદય બાદ ૪૮ મિનિટ થાય પછી જ અન્ન ગ્રહણ કરે છે. વધુ ચુસ્ત જેનો ગૃહસ્થજીવનમાં ય રાતે પાણીનું ટીપુ સુદ્ધા પણ લેતા નથી. ૩હિંસા પરમો ધર્મ - આ સર્વ ધર્મનો સિદ્ધાન્ત છે. જેનું જૈન ધર્મમાં જીવંત દર્શન થાય છે. રાત્રિભોજનમાં સહજ સંભવિત હિંસાઓને ટાળવા માટે જૈનો રાત્રિભોજનનો ત્યાગ કરે છે. જૈન શાસ્ત્રોમાં ૨૨ અભક્ષ્ય (નહીં ખાવા યોગ્ય વસ્તુઓ) કહ્યા છે. તેમાં ચોદમાં અભક્ષ્ય તરીકે રાત્રિભોજન જણાવેલ છે. * ભગવાન શ્રીગૌતમબુદ્ધ અને શત્રિભોજન :બોદ્ધ ધર્મનો આદિ ગ્રંથ ત્રિપિટક છે. તેમાં પાલી ભાષામાં કહ્યું છે –
ત્તિ વિત્તમોનનું પયસ્થા | રાત્રિભોજન - સૂર્યાસ્ત પછીના ભોજનનો ત્યાગ કરો. * રિસેપ્શન અને રાત્રિભોજન :
નાઈટ રિસેપ્શન્સમાં જાતજાતના જીવડાં ભોજનમાં ભળતાં હોય, જાહેર સ્થાનો કે ખુલ્લા સ્થાનોમાં આ સંભાવનાના ગુણાકાર થતાં હોય અને ખાધાં પછી વોમિટ, ડાયેરિયા કે ફૂડ પોઈઝન ઈફેટ્સ થઈ હોય, તેવી ઘટનાઓ છાશવારે બનતી રહે છે. ક્યારેક ભોજન માટે ફરતાં સાપનું ઝેર ભોજનમાં ભળી ગયું હોય ને તેનાથી લગ્નની આખે આખી જાન મૃત્યુ પામી હોય તેવા કિસ્સા પણ બન્યા છે. કેટરર્સના માણસોની એક્સટ્રીમ બેદરકારીથી શાકભાજી વગેરેની સાથે સાથે જ કીડી, મકોડા, વાંદા, ઈયળ, ગરોળી, દેડકાં, ઉંદર અને નાના સાપ સુદ્ધાં કપાઈને રંધાઈ જતાં હોય છે. સહજ રીતે આ બધી સંભાવનાઓ રાતે ઘણી વધી જાય છે. આ બધી તકલીફોથી બચવા માટે તે ભોજન ન લેવું - તે જ એક સીધો અને સરળ ઉપાય બની રહે છે. * ફાસ્ટ ફૂડ અને રાત્રિભોજન :રિસેપ્શન માટે જે વાત કરી, એ જ વાત ફાસ્ટફુડને પણ એટલી – ૧૩
રાતે ખાતાં પહેલાં