Book Title: Rate Khata Pahela
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 4
________________ ભળતી નથી. તેથી લાળના સાકર પચાવનારા અવયવો પર્યાપ્ત પ્રમાણમાં મળતા નથી. પરિણામે ડાયાબિટીસ થવાની સંભાવના વધે છે. વર્તમાન જીવન શૈલીમાં જેમ જેમ લેટ નાઈટ ડીનર્સ વધ્યા છે, તેમ તેમ ડાયાબિટીશના પેશન્ટ્સ પણ વધ્યા છે. દિવસે ભોજન લેવાથી લાળ વધુ થાય છે. ભોજન દ્વારા ટાયરોલીન અમીનો એસિડની ઉપલબ્ધતા પણ રહે છે. ભોજનમાં પાચક રસો ભળતા અન્નનું પાચન સારું થાય છે અને ડાયાબિટીશ જેવા અનેક રોગોની શક્યતાઓ ઓછી થઈ જાય છે. * ગ્લુકોઝ અને રાત્રિભોજન :- રાત્રિભોજનના કારણે શરીરમાં એન્ઝાઈમ પ્રણાલી સક્રિય નથી રહેતી. તેનાથી ગ્લાઈકોઝીન તૂટીને ગ્લુકોઝમાં પરિવર્તિત નથી થઈ શકતા. પરિણામે અનેક રોગોના હુમલા શરૂ થઈ જાય છે. અને અંગોપાંગ, ત્વચા, હાડકાઓ, હૃદય, સ્નાયુઓ, પેન્ક્રીયાઝ, કિડની, ફેફસાં, મસ્તક અને ગ્રંથિઓ પર ઘાતક પ્રભાવ પડે છે. * એસીડીટી અને રાત્રિભોજન :- રાત્રિભોજન કરવાથી હાઈડ્રોક્લોરિક એસિડ જેવા રસોનો સ્રાવ વધુ થાય છે. તેથી એસીડીટીની તકલીફ થાય છે. * વૃદ્ધાવસ્થા અને રાત્રિભોજન :- દિવસે + રાત્રે સતત ખાતાપીતા રહેવાથી શારીરિક કોષિકાઓ વૃદ્ધિ પામે છે. જેના પરિણામે, વૃદ્ધાવસ્થા વહેલી જણાવા લાગે છે. રાત્રિ દરમિયાન પેટ ખાલી રાખવાથી આંતરડાની સંપૂર્ણ સફાઈ થઈ જાય છે. રાતે ભૂખ્યા રહેવાથી શરીર કમજોર નથી થતું, પરંતુ તાજું થઈ જાય છે. શરીરની કાર્યપ્રણાલી સક્રિય અને સુડોળ બને છે. પરિણામે લાંબુ યૌવન માણી શકાય છે. * ફીટનેસ અને રાત્રિભોજન :- રાત્રિભોજન ન કરવાથી લોહીમાં રહેલા ફ્રેનાસાઈટ્સ અને લીમ્ફોસાઈટ્સ કણોની ક્ષમતામાં અત્યંત નોંધપાત્ર રાતે ખાતાં પહેલાં ૪

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16