Book Title: Rate Khata Pahela
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 5
________________ વૃદ્ધિ થાય છે. તેનાથી શરીરનું રોગપ્રતિરોધક તંત્ર શક્તિશાળી બને છે. રાત્રિભોજન ન કરવાથી જલ્દી સૂવાની અને જલ્દી ઉઠવાની ટેવ પડી શકે છે. તેનાથી મસ્તકને સંપૂર્ણ આરામ મળે છે. હૃદય અને નાડીની ગતિ સામાન્ય રહે છે. લિવરમાં રક્તપ્રવાહ નોર્મલ રહે છે. માનસિક તાણ દૂર થઈ જાય છે. * પ્રકૃતિ અને રાત્રિભોજન:- રાત્રિભોજન એ એક પ્રકારનું સૃષ્ટિવિરોધી કાર્ય છે. દિવસે ભોજન વગેરે પ્રવૃતિ કરવી અને રાતે નિવૃત્તિ લેવી એ પ્રકૃતિનો શાશ્વત સિદ્ધાન્ત છે. આનાથી વિપરીત કરવામાં આવે, જેમ કે, દિવસે સૂઈ જવામાં આવે અને રાતે જાગવામાં આવે, તો ઘણા રોગો થાય છે. એમ આયુર્વેદથી માંડીને આધુનિક ફિઝિકલ સાયન્સ સ્વીકારે છે. આ જ રીતે ભોજનની બાબતમાં પણ સમજવું જોઈએ. પ્રકૃતિમાં જે ઉત્તમ જાતના પશુ-પંખીઓ છે, તેઓ રાતે ખાતાં નથી. પંખીઓ દિવસે ચણીને સાંજે માળામાં પાછા ફરતાં હોય છે, એવું આપણે રોજ જોઈ શકીએ છીએ. આપણા હજારો વર્ષોના ઈતિહાસમાં એક ઘટના સામાન્ય છે. ગાયોના ધણ સવારે ગોચર તરફ જતાં હોય અને સાંજે પાછાં ફરતાં હોય. ઘુવડ, ચામાચિડિયા, સાપ વગેરે હલકી જાતિના પશુ-પંખીઓ જ આમાં અપવાદ છે. માટે જ રાત્રિભોજન સઝાય નામની કૃતિમાં કહ્યું છે - ઉત્તમ પશુ-પંખી જે રાત્રિ ટાલે ભોજન ટાણો | તમે તો માનવ નામ ધરાવો કિમ સંતોષ ન આણો ?ાપા * પારિવારિક જીવન અને ક્ષત્રિભોજન રાતે જમવાનું મોડું પતે એટલે બાકીનું ઘરકામ પણ મોડું પતે. ક્યારેક આ બાબતે વૃક્લેશ પણ થાય. (ઘરના પુરુષસભ્યો અને સ્ત્રી સભ્યો વચ્ચે ખટરાગ થાય.) સૂવાનું પણ મોડું થાય. આની બદલે સાંજે છ વાગ્યા સુધીમાં જમીને અને એ પછીના કલાકમાં ઘરકામ કરીને પરિવારના બધા સભ્ય પરવારી જાય એટલે આખું ઘર હળવાશ – રાતે ખાતાં પહેલાં

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16