Book Title: Pundarik Shikhari Stotra aparnam Shatrunjaya Mahatirth Paripatika Author(s): M A Dhaky Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2 View full book textPage 4
________________ શ્રી પુંડરીકશિખરીસ્તોત્ર અપનામ “શ્રી શત્રુંજય મહાતીર્થપરિપાટિકા ૨૮૯ મંદિરોનો ઉલ્લેખ કરે છે (૨ ૧). આદીશ્વર ભગવાનનું મૂલ ચૈત્ય ધરાવતા આ દક્ષિણ શંગનાં સૌ ચૈત્યસ્થાનો વિશે આટલી વાત થઈ રહ્યા બાદ હવે કવિ-યાત્રી બીજા, એટલે કે ઉત્તર શૃંગ તરફ વળે છે. ત્યાં જતાં માર્ગમાં વચ્ચે આવતા (વસ્તુપાલ મંત્રીના) સ્વર્ગારોહણ-પ્રાસાદ અને તેમાં સ્થિર થયેલા વિદ્યાધર નમિ-વિનમિ સેવિત અને તેમની (ચકચકિત) ખડ્ઝમાં પ્રતિબિંબ રૂપે દેખાતા બે વિશેષ બિંબવાળા જિનેશ (આદિનાથ)ને પ્રણામી (૨૨). ત્યાંથી આગળ વધતા દ્વિતીય એટલે કે ઉત્તર શૃંગ પર સ્થિત ૧૬મા જિન (શાંતિનાથ), પ્રથમાહત્ (યુગાદિદેવ), શ્રેયાંસજિન, નેમિજિન, અને વીરજિનેન્દ્રનાં મંદિરો)ની ઉપસ્થિતિનો નિર્દેશ કરે છે (૨૩) છેલ્લે જિનમાતા. મરુદેવી અને સંઘરક્ષક કપર્દીયક્ષ(નાં ભવનો)નો ઉલ્લેખ કરી (૨૪). યાત્રાફળ ઉપલક્ષમાં પ્રાસંગિક પરંપરાગત વચનો કહી, વક્તવ્ય સમાપ્ત કરે છે (૨૫). આ તીર્થવર્ણનમાં દક્ષિણ ગ પરની સંરચનાઓમાં મંત્રીશ્વર વસ્તુપાળવિનિર્મિત, મધ્યકાળે ખૂબ પ્રસિદ્ધિમાં આવેલ ઈદ્રમંડપ, તેમ જ બંધુદ્ધયે બંધાવેલ દેવાલય-સમૂહને ફરતા પ્રતોલી સહિતના પ્રકારનો ઉલ્લેખ નથી; આનો ખુલાસો એ રીતે આપી શકાય કે સ્તોત્રકારનું લક્ષ શત્રુંજય પર પ્રતિષ્ઠિત ઉપાસ્ય જિના પ્રતિમાઓ અને પ્રતિમા-ભવનોની સ્તુતિ કરવા તરફ જ કેન્દ્રિત થયેલું હોઈ, વાસ્તુની દષ્ટિએ મહત્ત્વની, પણ ધાર્મિક સ્થાનકોણથી ગૌણ મનાય તેવી, કૃતિઓ એમણે મૂળ વસ્તુના વ્યાપની બહાર માની હોય. હવે વિચારીએ સ્તોત્રના રચનાકાળ વિશે. રચયિતાનું નામ દીધું ન હોઈ, તે દિશામાંથી કાળનિર્ણય માટે જરા સરખી પણ મદદ મળી શકતી નથી. નિરાડંબરી ભાષા અને પ્રસન્ન-સરલ નિરૂપણશૈલી ઉત્તર-મધ્યકાળથી થોડોક પૂર્વનો સમય સૂચવી રહે છે : પણ એ પ્રમાણ અપૂરતું, જોઈએ તેટલું વજનદાર ન હોઈ, સાંપ્રત સંદર્ભમાં અલ્પોપયોગી ઠરે છે. કૃતિના સમયનો વધારે સચોટ અંદાજ કરવા માટે ચોક્કસ પ્રમાણો તો તેના અંતરંગની વસ્તુમાંથી મળી રહે છે, જે વિશે હવે ક્રમબદ્ધ જોઈએ. (૧) આ યાત્રા-સ્તવમાં મંત્રીરાજ વાભ ઈ. સ. ૧૧પ૭માં કરાવેલ તીર્થોદ્ધારનો ઉલ્લેખ છે, અને જોકે સમરા સાહે ઈ. સ. ૧૩૫૧માં કરાવેલ પુનરુદ્ધારનો સીધો નિર્દેશ નથી, તો પણ ‘સમરાગર'ના પાર્શ્વનાથ-ભવન (દસલ વિહાર)ના ઉલ્લેખથી કૃતિ ઈ. સ. ૧૩૧૫ બાદની ઠરે છે. અન્યથા સ્તવનકાર તો યુગાદિનું બિંબ જાવડિ સાહના સમયનું જ માનતા હોય તેમ લાગે છે; પણ પ્રથમ દૃષ્ટિએ સ્તવરચના ઈ. સ. ૧૩૧૩માં થયેલા તીર્થભંગ પછીની પરિસ્થિતિનું સૂચન કરે છે. (૨) સચિવેશ્વર વસ્તુપાળ અને તેમના લઘુબંધુ મંત્રી તેજપાલ ઈ. સ. ૧૨૨૧ થી લઈ ૧૨૩ર સુધીના ગાળામાં શત્રુંજય પર કરાવેલ સ્તંભનકપુર-પાર્શ્વનાથ, ગિરનારાવતાર નેમિ, શકુનિકા-વિહાર, અને સત્યપુરાવતાર-વીરનાં ભવનો તેમ જ અષ્ટાપદ એવું નંદીશ્વરદ્વીપ અને પાલિતાણામાં નિ, ઐ, ભા. ૧-૩૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16