Book Title: Pundarik Shikhari Stotra aparnam Shatrunjaya Mahatirth Paripatika
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2

View full book text
Previous | Next

Page 1
________________ ‘શ્રી પુંડરીકશિખરીસ્તોત્ર’ અપરનામ ‘શ્રી શત્રુંજયમહાતીર્થપરિપાટિકા’ શત્રુંજયંગરિ-મહાતીર્થ પ્રતિ શ્રદ્ઘોર્મિ કલ્પકારો-પ્રબંધકારો વ્યતિરિક્ત મધ્યયુગના મુનિ તેમ જ કવિ-યાત્રિકોએ પણ તીર્થમાલાઓ, ચૈત્યપરિપાટીઓ, વિવાહલાઓ, રાસો, સ્તોત્રો, સ્તુતિઓ, અને સ્તવનો દ્વા૨ા વ્યક્ત કરી છે. આ અનુષંગે અગાઉ (સ્વ.) શ્રીમદ્ વિજયધર્મસૂરિ, (સ્વ) મુનિ જિનવિજયજી, (સ્વ) પં. બેચરદાસ દોશી, (સ્વ.) શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈ, (સ્વ) ત્રિપુટી મહારાજ, (સ્વ) શ્રી સારાભાઈ નવાબ, (સ્વ.) શ્રી અગરચંદ નાહટા, તેમ જ શ્રી ભંવરલાલ નાહટા સરખા જૈન ઇતિહાસ અને સાહિત્યના પર્યન્વેષકો દ્વારા કેટલીક મહત્ત્વપૂર્ણ સામગ્રી પ્રકાશિત થઈ ચૂકી છે. આમાંની ઘણીક કૃતિઓ શત્રુંજય પરનાં પુરાણાં જિનમંદિરોના ઇતિહાસ તેમ જ સ્થાન, કાળ, અને ત્યાં ઊભેલા કુડીબંધ પશ્ચાત્કાલીન જિનાલયોની શ્રેણિઓ અને ઝુંડો વચ્ચેથી તારવવા-પ્રીછવામાં મદદગાર થાય છે. કાવ્યગત તત્ત્વો અને ભાષાકીય સામગ્રી ઉપરાંત ઇતિહાસમૂલક માહિતીનો સંભાર પણ એમાં સચવાયેલો હોઈ, આવી રચનાઓનું મૂલ્ય સ્પષ્ટતયા ઊંચી કોટિનું રહે છે. શત્રુંજયસ્થિત દેવાલયો તથા પ્રસ્તુત તીર્થના ઐતિહાસિક ક્રમના અંકોડા મેળવવામાં તો આ કૃતિઓ એક બહુમૂલ્ય સાધન બની રહે છે. અહીં આવી એક (પ્રથમ દૃષ્ટિએ અજ્ઞાત કર્રાની) સ્તોત્રરૂપે રચાયેલી “શત્રુંજયતીર્થપરિપાટિ” રજૂ કરીશું. શત્રુંજયતીર્થનાં જિનભવનોના અનુલક્ષમાં અત્યાર સુધી મળી આવેલી ચૈત્યપારિપાટીઓ અને તત્સમાન કૃતિઓ પ્રાકૃતમાં, અને વિશેષે તો અપભ્રંશમિશ્રિત જૂની ગુજરાતીમાં વા મ્--ગૂર્જરભાષા (રાજસ્થાની-ગુજરાતી)માં, અને કોઈ કોઈ—ખાસ તો ૧૭મા સૈકાની રચનાઓ—પ્રમાણમાં આધુનિક કહી શકાય તેવી ગુજરાતીના પ્રારંભકાળના રૂપમાં નિબદ્ધ થયેલી છે. અહીં પ્રગટ કરવામાં આવી રહેલી કૃતિ સંસ્કૃતમાં રચાયેલી છે; અને તેનો કાળ, આપણે આગળ જોઈશું તેમ, ઈસ્વીસન્ના ૧૪મા શતકના પ્રથમ ચરણ અંતર્ગત અંદાજી શકાતો હોઈ, તે અદ્યાવધિ ઉપલબ્ધ શત્રુંજય-વિષયક પ્રાચીનતર ચૈત્યપરિપાટીઓમાંની એક છે; અને એ કારણસર તેનું બેવડું મહત્ત્વ એવું વૈશિષ્ટ્ય છે. પ્રસ્તુત સ્તોત્રરૂપ પરિપાટીનું સંપાદન પ્રારંભમાં પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરમાંથી મેળવેલી એક જ હસ્તપ્રત ૫૨થી કરવામાં આવ્યું હતું. પાઠ તૈયાર થઈ ગયા. બાદ શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદની પ્રત ક્રમાંક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 16