Book Title: Pundarik Shikhari Stotra aparnam Shatrunjaya Mahatirth Paripatika
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2

View full book text
Previous | Next

Page 3
________________ ૨૮૮ નિર્ચન્ય એતિહાસિક લેખ-સમુચ્ચય-૧ પર વાચકનું ધ્યાન અલગ અલગ રીતે લક્ષિત બને છે. પ્રારંભમાં સ્તોત્રકાર શત્રુંજયગિરિપતિ તીર્થનાયક શ્રીમઘુગાદિદેવને નમસ્કાર કરી, તેમના દર્શનનો મહિમા કથી યાત્રા આરંભ કરે છે (૧-૨). ઘણાખરા તીર્થપરિપાટિકારોએ કર્યું છે તેમ પાલિતાણા નગરમાં તે કાળે વિદ્યમાન શ્રી પાર્શ્વનાથ (મંત્રી વાભટ્ટકારિત ત્રિભુવનવિહારના મૂલનાયક), શ્રી વર્ધમાન જિન (મંત્રી વસ્તુપાલ નિર્માપિત), અને તળેટીમાં થોડુંક ચડ્યા પછી આવતાં (મંત્રી આશુક દ્વારા વિનિર્મિત) શ્રી નેમિનિને વાંદી શિખર પર પહોંચ્યો છે (૩). ત્યાં નજરે પડતી દેવાલયોની હારમાળાનો ઉલ્લેખ કરી, શ્રી યુગાદિભવનનાં મંત્રી વામ્ભટે ત્રણ કોટિમાં ત્રણ લક્ષ કમ દ્રવ્ય ખર્ચીને કરાવેલ ઉદ્ધારની વાત કહે છે (૪-૫), તે પછી “કપૂર-ધવલ”(શ્વેત આરસની) આદિ જિનની મૂર્તિ, અને પ્રવેશમાં રહેલ અમૃતપારણ'(તોરણોની વાત કહી (), તીર્થાધિપતિને ઉદ્ભોધતા સ્તવનાત્મક ઉગારો કાઢી (૭), જાવિડિસાહ વિ. સં. ૧૦૮માં કરાવેલ બિબ-સ્થાપનની તે કાળે પ્રચલિત અનુશ્રુતિ નિવેદિત કરે છે (૮); ત્યારબાદ યુગાદિરાજના મમ્માણ મણિપર્વત તટસ્થળેથી ઉત્પન્ન થયેલ જયોતિરસ-રત્નથી નિર્મિત મૂલબિંબ વિશે પારંપરિક અનુશ્રુતિનું ઉચ્ચારણ કરી (૯), ફરી એક વાર તીર્થપતિ અનુલક્ષિત સ્તુત્યાત્મક વચનો કાઢે છે (૧૦). આ પછી જાવડિસાહે કરાવેલી યુગાદિની મૂર્તિની જમણી તેમ જ ડાબી બાજુએ પ્રસ્થાપિત ભવભયહર પુંડરીકસ્વામીની યુગલ મૂર્તિનો ઉલ્લેખ કરે છે (૧૧). યુગાદિના મૂલચંત્ય વિશે આટલું કહ્યા બાદ, તેના જમણા પડખે આવેલા સમરાગર (સમરા સાહ)ના કરાવેલા શ્રી પાર્શ્વનાથના ભવનની વાત કરે છે (૧૨). તે પછી ત્યાંથી (પ્રદક્ષિણાક્રમથી) આગળ ચાલતાં ઈશ્વાકુ-વૃષ્ણિ કુળના (શત્રુંજય પર સિદ્ધગતિ પામેલા) કોટિ કોટિ મુનિઓની પ્રતિમાવાળા (મંત્રી પૃથ્વીવર-નિર્માપિત) કોટાકોટી-ચૈત્યનો ઉલ્લેખ કરે છે (૧૩), અને સાથે જ ચંદ્રાનન પ્રમુખ વીસ વિહરમાન જિનના ભુવનને પણ ઉલ્લેખે છે (૧૪). ત્યારબાદ પાંચ પાંડવ અને કુંતા માતાની લેખમયી મૂર્તિઓ (૧૫), અને દૂધ વર્ષાવતા ચિરાયુ ચૈત્યવૃક્ષ પ્રિયાલ એટલે કે રાજદની વા રાયણવાળા સ્થળે (નાગ અને) મોર સરખા હિંસ પ્રાણીઓના દેવસન્નિધિમાં થયેલા, સ્વભાવગત હિંસા-ધર્મના ત્યાગનો પણ નિર્દેશ કરે છે (૧૮). ત્યારબાદ અન્યથા અજિતજિનથી પ્રારંભી ક્રમમાં આવતા બાવીસ જિનની પાદુકા એવું લેપમથી પ્રતિમા(સમૂહ)નો ઉલ્લેખ કરે છે (૧૯). આટલું કહી લીધા પછી સ્તોત્રકાર યુગાદિદેવના મૂલભવનના મોઢા આગળ, ડાબી બાજુએ રહેલા મંત્રી વસ્તુપાલ કારિત ત્રણ રચનાઓ) સત્યપુરાવતાર વીર અને જમણી બાજુએ રહેલ શકુનિવિહાર અને પ્રસ્તુત પ્રાસાદની પાછળના ભાગમાં સ્થિત અષ્ટાપદતીર્થનો ઉલ્લેખ કરે છે (૨૦). આ પછી (તેજપાલ કારિત) નંદીશ્વર, અને વસ્તુપાલ કારિત) ગિરનારગિરિ અને સ્તંભનકપુરના જિનનાં તીર્થાવતાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16