Book Title: Pundarik Shikhari Stotra aparnam Shatrunjaya Mahatirth Paripatika
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2

View full book text
Previous | Next

Page 9
________________ ૨૯૪ નિર્ઝન્ય ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ તેમાં એક તો છે સં. ૧૫૩ ઈ. સ. ૧૪૪૭માં રચાયેલ સોમધર્મગણિનો ઉપદેશસતતિ ગ્રંથ, જેમાં સાંપ્રત સ્તોત્રના પાંચમા પદ્યને “યતઃ” કહી ઉદ્ધત કરેલું જોવા મળે છે. બીજો સંદર્ભ છે રત્નમંદિરગણિના સં. ૧૫૧૭ | ઈ. સ. ૧૪૬૧ આસપાસ રચાયેલા ઉપદેશતરંગિણી ગ્રંથમાં ૪ : તેમાં અહીંના પદ્ય “૮” નાં પ્રથમ ત્રણ ચરણ સાથે પદ્ય “૧૧'નું ત્રીજું પદ ( ત્યાં ચોથા ચરણરૂપે) ઉમેરીને અવતરણરૂપે ઘુસાડેલું છે. આ તથ્યો જોતાં એક વાત તદ્દન સ્પષ્ટ રહે છે કે આ સ્તોત્ર ૧૫મા શતકમાં સારી રીતે પ્રચારમાં હશે અને એ યુગના તપાગચ્છના વિદ્વદ્ સૂરિપ્રવરો તેને શત્રુંજયતીર્થ પરની પ્રમાણભૂત રચના માનતા હશે. ઉપર્યુક્ત ચર્ચાથી તો વિશેષ કરીને પરિપાટીસ્તોત્રની ઉત્તરસીમા જ નિશ્ચિત થાય છે, તેના કર્તા કોણ છે તે વિશે ભાળ મળતી નથી. કિંતુ પ્રસ્તુત વિષયને પ્રકાશિત કરતું એક પ્રમાણ તાજેતરમાં લભ્ય બન્યું છે. પં. બાબુભાઈ સવચંદ શાહ દ્વારા સંપાદિત કોઈ વિજયચંદ્રનું સંસ્કૃતમાં રચાયેલ રેવતાચલપરિપાટીસ્તવન પ્રકાશિત થયું છે. તેની શૈલી બિલકુલ આપણા પુંડરીકશિખરીસ્તવને મળતી જ છે. પ્રસ્તુત સ્તવન પણ વસંતતિલકા વૃત્તમાં નિબદ્ધ છે અને ત્યાં છેલ્લા (૨૧માં) પદ્યમાં છંદોભેદ પણ કરેલો છે. પહેલું અને છેલ્લે પદ્ય છોડતાં બાકીના સૌમાં ચોથું ચરણ શ્રી વિનવતાં વિજયન્ત” છે, જે વસ્તુ પણ શત્રુંજયવાળા તવનું અનુકરણ દર્શાવી રહે છે. અહીં તેના થોડાંક ઉપયુક્ત પદ્યો ઉદ્ધત કરીશું : છેલ્લામાં કર્તાનું અભિયાન સૂચિત થયેલું છે.) राजीमतीयुवतिमानसराजहंसः श्रीयादवप्रथितवंशशिरोवतंसः । नेमिनिजांघ्रिकमलैर्यमलंचकार श्रीरैवतगिरिपति तमहं स्तवीमि || त्रैलोक्यलोकशुचिलोचनलोभनीये नेमीश्वरे जिनवरे किल यत्र दृष्टे । चेतः प्रसीदति विषीदति दुःखराशिः श्रीमानसौ विजयतां गिरिरुज्जयन्तः ।। अष्टापद प्रभृतिकीर्तनकीर्तनीये श्री वस्तुपालसचिवाधिपतेविहारे । यत्र स्वयं निवसति प्रथमो जिनेन्द्रः श्रीमानसौ विजयतां गिरिरुज्जयन्तः । सिंहासना वरसुवर्ण-सुवर्णदेह । पुष्पन्धयी पदपयोरुहि नेमिभर्तुः Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16