Book Title: Pruthvichandra tatha Gunsagarnu Saral Charitra Author(s): Ratnaprabhvijay Publisher: Vardhaman Jain Shwetambar Murtipujak Sangh View full book textPage 2
________________ ૭૪ અ ના પ્રસ્તાવના –શ્રી હરિભાઈ ધરમચંદ શાહ B.A, મધુવન જૈનશાસ્ત્રમાં બતાવેલ ચાર અનુગ પૈકી એક કથાનુગ છે. મુખ્ય તે દ્રવ્યાનુગ છે, ઉપાદાનની ચોગ્યતા ન હોય તે દ્રવ્યાનુગને વિષય જલદી સમજી શકાય તે નથી. કથાનુગ દ્વારા ક્રમશઃ ઉપાદાનની એગ્યતા આવે છે. દરેક ધર્મને અંતિમ આશય પીગલિક સુખમાં મગ્ન બનેલા જીવને તેના આત્માના શુદ્ધ સરરૂપનું ભાન કરાવી તેનામાં સત્તાએ સુષુપ્ત રહેલી અનંતશક્તિઓને પ્રગટાવી તેને શુદ્ધ-બુદ્ધ અને મુક્ત કરવાને છે. મનુષ્ય પોતે જ પિતાના વિચારોથી પિતાનું ઉત્થાન અને પતન કરે છે. આપણે જેવા વિચારે સેવીએ છીએ તેવા બનીએ છીએ. ભવિષ્યમાં આપણી સામે પડેલું છે. તેને બગાડવું કે સુધારવું એ આપણી ઈચ્છા પર આધાર છે. સવિચારથી ગમે તેવી સ્થિતિ બદલાવી શકાય છે. કથાનગને લગતાં પુસ્તકે માનવને કનિષ્ઠ જીવનમાંથી સવિચાર અને દઢ સંકલ્પ' દ્વારા ઉન્નત બનાવે છે. શાસ્ત્રીય ભાષામાં કડીએ તે અશુભમાંથી શુભમાં અને શુભમાંથી શુદ્ધ સુધી દેરી જાય છે, અને તેથી મહર્ષિઓએ કથાનુગનાં પુસ્તકે રચી માનવજાત ઉપર મહાન ઉપકાર કર્યો છે. મહત્વની વસ્તુ જીવ કયા કારણે નીચે પટકાય છે અને કયા કારણે અને કેવાં કેવાં નિમિત્તોથી ઉન્નત બને છે તેની સચોટ સમજુતી આપવામાં રહેલ છે. રોજના પ્રસંગોમાથી તત્વજ્ઞાન સમજાવવું એ કથાનુગને આશય છે કથાનુગના ગ્રંથમાં કેટલીકવાર શુગારરસવાળા પાત્રો આવે છે તે પાત્રો શૃંગારરસને પોષવા માટે મુક્વામાં આવતા નથી, પરંતુ વાસનાનું વ્યર્થ પરિણામ અને પતન સમજાવવા માટે મુકાય છે. કથાનુગના આટલા પ્રાથમિક પ્રસ્તાવ પછી પ્રસ્તુત ગ્રથના ચરિત્ર નાયકે શ્રી પૃથ્વીચંદ્ર અને ગુણસાગરના એકવીસ ભવ તથા ગ્રથના મૂળ રચયિતા વિગેરેનું ટૂંક ખ્યાન આપવું અસ્થાને નહીં ગણાય આત્મા જેમ અનાદિ છે, તેમ કાળ પણ અનાદિ છે. મહર્ષિઓએ કાળને બે ભાગમાં વહે છે. એક ઉત્સર્પિણી કાળ અને બીજો અવસર્પિણી કાળ. દરેક કાળમાં છ છ આરા હોય છે. અત્યાર સુધીમાં આવી અનંત ઉત્સર્પિણ અને અવસર્પિણ વહી ગઈ. હાલ અવસર્પિણને પાંચમો આરો ચાલે છે. આ ગ્રંથના ચરિત્ર નાયકોની ઉપસ્થિતિ ગઈ અવસર્પિણકાળના પાંચમા આરામાં થયેલી છે,Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 301