Book Title: Premnu Mandir
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 2
________________ પ્રેમનું મંદિર પ્રેમનું મંદિર (બેક ટાઈટલ) પ્રેમનું મંદિર નવલકથા પ્રથમ મત્સ્ય ગલગલને નામે પ્રગટ થઈ હતી. મોટું માછલું નાના માછલાંને ગળી જાય એ ન્યાયે નબળાં પર સબળાં અધિકાર જમાવે છે. પરંતુ મત્સ્ય ગલાગલ એ ધરતીનું આદિ છે, જગતનું અંતિમ ધ્યેય તો પ્રેમનું મંદિર છે. આ આદિ અને અંત વચ્ચેના ગજગ્રાહનો વિચાર હિરોશીમા નાગાસાકી પરની એટમ બોમ્બ પડવાની ઘટનાને પરિણામે જાગેલા ચિત્તક્ષોભમાંથી થયો. દૈષના દાવાનળને પ્રેમના મંદિરમાં પલટાવવા માટે માનવજાત સજ્જ થાય એવો આ નવલકથાનો આશય છે. આમાં લેખકની મંગલ દૃષ્ટિ સમક્ષ મચ ગલાગલનો ન્યાય પ્રવર્તતું હોય એવા સંસારમાં પણ આશાભર્યા સત્યદીપકો પ્રગટતાં જ રહે છે. ભૌતિક પરિબળોથી ઘેરાયેલો માનવીને સાચું સુખ મેળવવા માટે અંતે સત્ય, અહિંસા, અનેકાંત અને સર્વધર્મ સમન્વયનો આશરો લઈને આધ્યાત્મિક પંથે જવું પડશે. એમ લેખકે સૂચવ્યું છે. સરળ, પ્રવાહી અને અર્થવાહી ભાષાશૈલીને કારણે આ નવલ કથામાં વાચક સતત આગળ ધપતો જાય છે અને ક્યાંક ક્યાંક તો લેખકનું ચિંતન એક અલાયદા નિબંધ તરીકે આપણને જોવા મળે છે. આ રીતે જૂની ઘટનાને પોતાની આગવી રીતે અર્થઘટન કરીને જયભિખ્ખું અને વર્તમાન સમયમાં પ્રસ્તુત બનાવે છે. જયભિખ્ખ - નિક શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ ૧૩)બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખું માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 118