Book Title: Prem Pank
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahakari Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ પ્રાસ્તાવિક એ મેાલ ૧ ‘થ્રી મસ્કેટિયર્સ’ નવલકથાના આ ચોથા ભાગનું નામ ‘પ્રેમ-પંક’ રાખેલું છે. સહેજે પ્રશ્ન થાય કે, એક રીતે માનવીની ઉત્તમ કહી શકાય તેવી લાગણી કે વૃત્તિને ‘કાદવ’ શબ્દ સાથે શું કામ સાંકળવી જોઈએ ? પરંતુ માનવીએ જ એ બાબતમાં પૂરતા અનુભવ કરી, એ સમાસ નથી યોજ્યા ? અલબત્ત, વસ્તુતાએ સાહિત્ય કે કાવ્યમાત્ર, પ્રેમની સરાહના – સ્તુતિ અર્થે જ હોય છે. પરંતુ માનવનું ઉત્તમમાં ઉત્તમ મનાતું કે ગણાતું સાહિત્ય કે કાવ્ય પણ પ્રેમના પરિણામે અચૂક પ્રાપ્ત થતાં શેક-ઉદ્વેગના નિરૂપણરૂપે હોય છે, એ વાત પણ સ્વીકારવી રહી ! તે માનવજીવનમાં રંગ પૂરનારી – અરે તેની પ્રવૃત્તિના મૂળ સ્રોત રૂપ આ લાગણી કેમ એકીસાથે આકર્ષક તેમ જ આઘાતક છે? બીજી રીતે આ પ્રશ્ન પૂછીએ, તો જે સ્ત્રી માતૃરૂપે – ભગિનીરૂપે – પુત્રીરૂપે આત્મબલિદાન અને સેવાને મંગળ પ્રવાહ વહાવી પુરુષને ધન્ય કરી મૂકે છે, તે જ સ્ત્રી મેાહિની-કામિની-રમણીરૂપે કેમ આટલા ઉત્પાત કે અધ:પાત સરજાવે છે? સ્ત્રીનું મંગળા રૂપ સાચું છે કે, માહિની રૂપ ? પણ એ સવાલ ખોટી રીતે ઉપાડયો ન કહેવાય ? જગતની પ્રબળમાં પ્રબળ વિદ્યુત્-શક્તિ ધન અને ઋણ એ બે છેડા વચ્ચે ખેંચાણ ઊભું કરીને જ કારગત બને છે. એ શક્તિ જ્યાં એવું ‘ટેન્શન’ કે આકર્ષણ નથી ઊભું કરી શકતી, ત્યાં એ ક્રિયાશીલ કે અસરકારક પણ નથી બનતી. એટલે સ્ત્રી પણ જગતમાં મંગળા શક્તિરૂપે કામ કરવાની હાય તા પણ તે આ રીતે આકર્ષણ-ખેંચાણ અર્થાત્ ‘ટેન્શન’ ઊભું કરીને જ કરી શકે. અને દરેક મંથન-ક્રિયામાંથી છેવટે હળાહળ ઝેર પણ ઉત્પન્ન થાય કે પછી જીવનદાયી અમૃત ! તેમજ સ્ત્રી-પુરુષ વચ્ચેના આ ‘ટેન્શન ’માંથી ૪ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 408